(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડાર્વિનની ‘બીગલ’યાત્રાનો આરંભ : ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧

બ્રિટનના શાહી નૌકાદળનું સર્વેક્ષણ જહાજ એચએમએસ બીગલ ઇંગ્લેન્ડના પ્લીમથ બંદરેથી નીકળ્યું. તેના કાફલામાં યુવાન જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિન પણ હતા. દક્ષિણ અમેરિકાના વણખેડાયેલા દરિયાકાંઠે અજાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાની આ ખેપ હતી. પાંચ વર્ષ લાંબી બીગલયાત્રા ડાર્વિનના ભવિષ્ય અને માનવજાતના ભૂતકાળ માટે મોટા વળાંકરૂપ બની ગઈ. વનસ્પતિ અને સજીવસૃષ્ટિના અનેક નમૂના ઉપરાંત ગાલાપાગોસ ટાપુસમૂહો પર ડાર્વિને કરેલાં અવલોકનોથી ઉત્ક્રાંતિવાદનો પાયો નંખાયો. સજીવસૃષ્ટિનું વૈવિધ્ય અને તેનો અંત ઈશ્વરીય સર્જન નહીં, પણ કુદરતી પસંદગીને આભારી છે, એવા તારણ પર ડાર્વિન પહોંચ્યા. અલબત્ત, એ વિચારો પહેલાં એક સંશોધનલેખ તરીકે અને પછી ‘ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પુસ્તક સ્વરૂપે જાહેર કરવા માટે તેમણે લગભગ પાંચ દાયકા સુધી રાહ જોઈ.

ડાર્વિન સાથે જ ‘બીગલ’ પર ગયેલા ચિત્રકાર કોનરાડ માર્ટિન્સની સ્કેચબુક. (આખી બુક લોડ થતાં એકાદ મિનિટ થાય ત્યાં સુધી રાહ જોશો. ધીરજનાં ફળ રંગીન:-) http://goo.gl/Fm6Dq

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!