(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફાઇલ્સની કોપી-ટ્રાન્સફર, ફટાફટ

હમણાં એવું બન્યું કે એક કમ્પ્યુટરમાંનો ચાર જીબી જેટલો ડેટા બીજા કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં ટ્રાન્સફર કરવાની જરુર ઊભી થઈ. બંને કમ્પ્યુટર લેનથી જોડાયેલાં હતાં એટલે પેનડ્રાઇવમાં કોપી કરી, બીજામાં પેસ્ટ કરવાનો તો સવાલ નહોતો, પણ થયું એવું કે બીજા કમ્પ્યુટરની એક ડ્રાઇવમાં આ ડેટા પેસ્ટ કર્યો અને અડધી-પોણી કલાકે મેસેજ મળ્યો કે ડ્રાઇવ ફૂલ છે! પછી શું? ફરી બધો ડેટા બીજી ખાલી ડ્રાઇવમાં નવેસરથી ટ્રાન્સફર કરવાની કસરત!

આવું તમારી સાથે પણ બનતું હશે. હાઇ રેઝોલ્યુશન ફોટોગ્રાફ્સ, મ્યુઝિક ફાઇલ્સ કે બીજા કોઈ પ્રકારની હેવી ફાઇલ્સ ધરાવતાં ફોલ્ડર એક કમ્પ્યુટરમાંથી બીજામાં કે એક ડ્રાઇવમાંથી બીજીમાં ટ્રાન્સફર કરવાનું કામ સામાન્ય રીતે સારો એવો સમય માગી લેતું કામ છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનાં જેમ નવાં વર્ઝન આવતાં જાય છે તેમ તેમ તેનું કોપી-પેસ્ટ ફંક્શન વધુ ને વધુ ધીમું થતું જાય છે. તમે જો એક સાથે મોટા પ્રમાણમાં ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કમ્પ્યુટરને સોંપી દો તો વચ્ચે બીજું કામ કરવામાં પણ તકલીફ થાય.

આનો એક સહેલો ઉપાય છે ટેરા કોપી નામનો એક નાનકડો પ્રોગ્રામ અપનાવી લેવાનો. ફક્ત ૨.૮ એમબીનો આ પ્રોગ્રામ તમે એક વાર ડાઉનલોડ (http://codesector.com/teracopy) કરીને ઇન્સ્ટોલ કરી લો તો એ વિન્ડોઝના કોપી-પેસ્ટ ફંક્શનની તમામ જવાબદારી સંભાળી લે છે, ઘણી વધુ એફિશિયન્સી સાથે.

આ પ્રોગ્રામ કમ્પ્યુટર સિસ્ટમનો સિક ટાઇમ ઘડાટવા માટે તેનાં બફર્સને ડાયનેમિકલી એડજસ્ટ કરે છે. વધુ પડતી ટેકનિકલ વાત થઈ ગઈને? આપણે સમજવાનો મુદ્દો એટલો જ છે કે આ પ્રોગ્રામ મેક્સિમમ પોસિબલ સ્પીડ સાથે ફાઇલ્સ કે ફોલ્ડર્સ કોપી કરીને મૂવ કરે છે. જોકે એની ખૂબી માત્ર ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ ટ્રાન્સફર પૂરતી સીમિત નથી. ફાઇલ કોપી કરવાની પ્રોસેસ શરુ થાય ત્યારે આ પ્રોગ્રામ સિસ્ટમની દૃષ્ટિએ બેડફાઇલ્સને અલગ તારવી લે છે અને ટ્રાન્સફરનું કામ પૂરું થાય ત્યારે તમને એ બતાવે છે આ ફાઇલ્સમાં ગરબડ છે, તમારે કંઈક કરવાની જરૂર છે. વિન્ડોઝમાં સામાન્ય રીતે કોપી-ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ હોય અને કોઈ બેડફાઇલ આવી જાય તો પ્રક્રિયા અધવચ્ચે જ અટકી પડે અને બાકીની કોઈ ફાઇલ ટ્રાન્સફર થાય નહીં. ટેરા કોપીમાં આવી ચિંતા રહેતી નથી. એટલે કે કોઈ ફાઇલ ધરાર કોપી થવાની ના પાડતી હોય તો ટેરાકોપી પણ સામે એટલી જ ધીરજથી એ ફાઇલને રીકવર કરવાની પૂરતી કોશિશ કરે છે, છતાં ફાઇલ કોપી ન જ થાય તો એને બાજુએ રાખીને પછી બાકીનું કામ ચીવટથી પૂરું કરે છે.

ટેરાકોપીમાં તમને જે તે ફોલ્ડરમાંથી કોપી કે કટ થઈને મૂવ થતી બધી જ ફાઇલનું આખું લિસ્ટ પણ જોવા મળે છે, જેથી પ્રક્રિયાને અંતે કેટલી અને કઈ કઈ ફાઇલ ટ્રાન્સફર થઈ અને કેટલી અટકી એ જોઈ શકાય. ટ્રાન્સફરને અંતે તમે પ્રોગ્રામને જ ટ્રાન્સફર વેરીફાઇ કરવાનો હુકમ પણ આપી શકો છો.

વધુ એક ખૂબી એ વાતની છે કે મોટો ડેટા ટ્રાન્સફર થતો હોય અને વચ્ચે બીજું કોઈ અગત્યનું કામ આવી પડ્યું, જેને માટે તમારી સિસ્ટમ કોઈ ભાર વિના સ્મૂધ ચાલે એ જરૂરી હોય તો તમે ટેરાકોપીમાં ચાલતી ટ્રાન્સફરની પ્રક્રિયા વચ્ચેથી પોઝ કરી શકો છો અને બીજું કામ પતે ત્યારે તેને રીઝ્યુમ કરી શકો છો. ટેરાકોપીમાં ફૂલ યુનિકોડ સપોર્ટ છે એટલે તમે કોઈ ફાઇલને યુનિકોડ ફોન્ટથી નામ આપ્યું હોય તોય કોઈ પ્રોબ્લેમ ઊભો થતો નથી (કોઈ ફાઇલને ગુજરાતીમાં નામ આપ્યું હોય તો તેને સીડી પર લેવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે).

જુદા જુદા પ્રકારનાં અનેક સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરતી જાણીતી સાઇટ સીનેટ (http://download.cnet.com)ના એડિટરે આ સોફ્ટવેરના રીવ્યૂમાં લખ્યું છે કે અમે આ પ્રોગ્રામની મદદથી ડેટા ટ્રાન્સફર કર્યો તો ઓપરેશન સક્સેસફૂલ તો થયું, પણ બધું એટલી ઝડપથી પતી ગયું કે અમારે ટારગેટ ફોલ્ડર ઓપન કરીને ચેક કરવું પડ્યું કે ફાઇલ્સ ખરેખર ટ્રાન્સફર થઈ તો છેને! આ સોફ્ટવેરને સીનેટના એડિટર્સ તરફથી ફાઇવસ્ટાર – આઉટસ્ટેન્ડિંગનું રેટિંગ મળ્યું છે અને માત્ર આ સાઇટ પરથી દોઢેક વર્ષમાં એક લાખ તેર હજાર જેટલી વાર સોફ્ટવેર ડાઉનલોડ થયું છે.

શરૂઆતમાં જે જાતઅનુભવની વાત કરી છે એના પર પાછા ફરીએ તો, એક ડ્રાઇવ ફૂલ હોવાનો મેસેજ મળ્યા પછી, સામાન્ય સંજોગોમાં બીજી ડ્રાઇવમાં ડેટા ટ્રાન્સફર કરવામાં ફરી અડધા-પોણા કલાકનો સમય ગયો હોત, પણ થેન્ક્સ ટુ ટેરાકોપી, એ કામ માંડ પાંચ-દસ મિનિટમાં પતી ગયું કેમ કે ટેરા કોપી બ્રોકન ફાઇલ ટ્રાન્સફરને રીઝ્યુમ કરી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!