ગૂગલે સપ્ટેમ્બર ૨૦૦૮માં તેનું પોતાનું ફ્રી બ્રાઉઝર ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું એ સમયે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું, પણ મોઝિલા ફાયરફોક્સ નામે તેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. ફાયરફોક્સની બીજી અનેક ખૂબીઓ ઉપરાંત તેમાં ઉમેરી શકાતી નાની નાની એપ્લિકેશન્સ તેનું મોટું જમા પાસું હતું.
ગૂગલ ક્રોમ ફાસ્ટ બ્રાઉઝર હતું, પણ શરૂઆતમાં તેમાં એક્સટેન્શન્સનો અભાવ હતો. ગૂગલે ડિસેમ્બર ૨૦૧૦માં ગૂગલ વેબ સ્ટોર લોન્ચ કરીને આ ખામી પૂરી કરી દીધી. ક્રોમ વેબ સ્ટોરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની બાબતો તમે મેળવી શકો છો :
એપ્સ : આપણે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને વાપરીએ એ જ પ્રકારના આ એડ્વાન્સ્ડ પ્રોગ્રામ છે, ફેર એટલો કે તે ક્રોમ બ્રાઉઝરની અંદર જ ઓપરેટ થાય છે. જીમેઇલ પણ એક પ્રકારે એપ જ છે!
ક્રોમ વેબ સ્ટોરમાંની એપ્સ ઇન્સ્ટોલ કરીને તમે ડોક્યુમેન્ટ ક્રિયેટ કરવાં, ફોટો એડિટ કરવા, મ્યુઝિક સાંભળવું વગેરે જુદાં જુદાં કામ કરી શકો, કોઈ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ તમારા પીસી કે લેપટોપમાં ઇન્સ્ટોલ કર્યા વિના. એટલું ખાસ નોંધશો કે કેટલીક એપ્સ વેબસાઇટ સ્વરુપે જ હોય છે, એટલે તેના આઇકન પર ક્લિક કરતાં જે તે વેબસાઇટ ખૂલશે. જ્યારે કેટલીક માત્ર ક્રોમમાં ચાલતી એપ હશે (જેમ કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ જુદી છે અને ક્રોમ માટેની તેની એપ જુદા પ્રકારનો વાંચન અનુભવ આપશે).
એક્સટેન્શન્સ : એક્સટેન્શન એ તમારા નેટ સર્ફિંગમાં ઉપયોગી થાય એ પ્રકારનાં જુદાં જુદાં ફીચર ક્રોમમાં ઉમેરવાની સગવડ છે. જીમેઇલ નોટીફાયર એક્સટેન્શન ક્રોમમાં ઇન્સ્ટોલ કરો તો તેનું એક નાનકડું બટન ક્રોમા ટોપ બારમાં જમણી તરફ ગોઠવાઈ જશે. તમે કોઈ પણ વેબસાઇટ સર્ફ કરતા હો, ત્યારે નવો મેઇલ આવતાં એબટમાં દેખાતી મેઇલની સંખ્યા બદલાશે!
થીમ્સ : ગૂગલ ક્રોમને તમારી પસંદગી અનુસારનાં રંગરૂપ આપો!
યાદ રાખશો કે તમે એ એડ કરશો તો ન્યૂ ટેબ પેજમાં તેો આઇકન બનશે એ એક્સટેન્શ ઉમેરશો તો ટોપ મેનુ બારમાં તેનું બટન ઉમેરાશે. ઇન્ટરનેટની બદલાતી તાસીર તમે આ સ્ટોરમાં જોઈ શકશો.

