(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માનવજાતની આકાશી છલાંગ

‘‘દરેકની ચોક્કસ મર્યાદા હોય છે - પણ દરેક વ્યક્તિ એ સ્વીકારી લેતી નથી.’’ ‘‘આજ સુધી જેનાથી ડરતાં શીખવવામાં આવ્યું છે, તેને પ્રેમ કરતાં શીખો...’’ આ બે વાક્યો એવી વ્યક્તિનાં છે જેણે સાબિત કર્યું કે ડર કે આગે જીત હૈ!

ગયા મહિને માનવઇતિહાસમાં સૌથી ઊંચેથી પૃથ્વી પર છલાંગ લગાવનાર ફેલિક્સ બોમગાર્ટનરની વેબસાઇટ (www2.felixbaumgartner.com) પર પહોંચતાં આ બે વાક્યો તમારી નજર જકડી લેશે. સાઇટ પર ફેલિક્સના તાજા અને અગાઉનાં સાહસો વિશે વિગતવાર માહિતી મળશે.
(૧) એક ખાસ કેપ્સ્યૂલ ફેલિક્સને જમીન પરથી આકાશમાં લઈ ગઈ.
(૨) બલૂન સાથે કેપ્સ્યૂલ આકાશમાં વધુ ને વધુ ઊંચે ચઢતી ગઈ.
(૩) ૩૮ કિલોમીટર જેટલે ઊંચે પહોંચીને ફેલિક્સે કેપ્સ્યૂલમાંથી નીચે છલાંગ લગાવી.
(૪) આકાશમાંથી સૌથી વધુ ઊંચાઈએથી આવો ફ્રીફોલ  અવકાશી સંશોધનને નવી ઊંચાઈ આપશે.

(૫) છેવટે ફેલિક્સે પેરાશૂટ ખોલ્યું અને પૃથ્વી પર સહીસલામત ઉતરાણ કર્યું!

ફેલિક્સના આ સાહસની રજેરજની માહિતી મેળવી હોય તો જુઓ આ સાઇટ : http://www.redbullstratos.com/live/. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો ત્યારની કેટલી માહિતી, કેવા સ્વ‚પમાં આપણી પાસે ઉપલબ્ધ છે, તેને આ સાઇટ સાથે સરખાવી જોશો તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીની તાકાત સમજાશે! શાંતિથી, પૂરતો સમય લઈને છલાંગ લગાવવા જેવી સાઇટ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!