અમેરિકાના પેનસિલ્વેનિયાની યુનિવર્સિટીમાં, એક સિક્યુરિટી સેમિનાર દરમિયાન, દક્ષિણ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના ફ્રેડ કોહેન નામના એક વિદ્યાર્થીએ એક કમ્પ્યુટર કોડનું નિદર્શન આપ્યું, એ સાથે અત્યારે આખી દુનિયાનાં કમ્પ્યુટર્સને તાવ લાવતા વાઇરસનો જન્મ થયો. ફ્રેડ કોહેને એક મેઇનફ્રેમ કમ્પ્યુટરમાં પોતાનો કોડ દાખલ કર્યો અને પાંચ જ મિનિટમાં એ કોડે સિસ્ટમ પર અંકુશ જમાવી દીધો. બીજાં ચાર નિદર્શન દરમિયાન તેના કોડે ફરી એ સમયની કમ્પ્યુટરની સલામતી વ્યવસ્થાઓ તોડી નાખી. ફ્રેડ કોહેનના શિક્ષકે પોતાની રીતે ફેલાતા જતા આ કોડ કે પ્રોગ્રામને વાઇરસ સાથે સરખાવ્યો અને એ રીતે કમ્પ્યુટર્સને ધ્રુજાવતા પ્રોગ્રામને તેનું નામ મળ્યું. ફ્રેડની પહેલાં અન્ય લોકોએ આવું પ્રોગ્રામિંગ શક્ય છે એવી થિયરીઓ રજૂ કરી હતી અને કેટલાક આવો ડિજિટલ ચેપ લગાડવામાં સફળ પણ રહ્યા હતા, પણ કોહેને સાબિતી આપતું નિદર્શન આપીને કમ્પ્યુટર નિષ્ણાતોને જાણીજોઈને કમ્પ્યુટર પર કરાતા આક્રમણ વિશે સચેત કર્યા વાઇરસ વિશે મુદ્દાસર માહિતી :http://goo.gl/Wxcy0