(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે.

આપણી આસપાસ ઘટતી નાની-મોટી બધી જ ઘટનાઓ આપણી જિંદગી પર નાની-મોટી છતાં અમીટ છાપ છોડી જાય છે. પવન અને પાણીના વહેણનો એકધારો બદલાવ નદીના કિનારાનો આકાર પણ બદલી નાખે છે. ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે. મારા જીવનના એકધારા વહેણને એણે મનોરમ્ય વળાંક આપ્યો. ધોધની અદમ્ય તીવ્રતાથી મારા ભીતરને રૂંધ્યે જતી વેદનાને એણે સરોવરની શાતા બક્ષી.

ખૂબ નાની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું એ પછી લગભગ પંદર-પંદર વર્ષની શીતનિદ્રા વેઠી. દોઢ દાયકા સુધી સુષુપ્ત રહેલો કવિ, સાયબરસફર શરૂ થવાનું છે એ ફેબ્રુઆરી મહિનામાં જ પણ ઈ.સ. ૨૦૦૫માં પુનર્જાગ્રત થયો. અમેરિકા રહેતા મારા શાળામિત્ર ડો. ધવલ શાહને કેટલીક ગઝલો મોકલાવી. એણે કમ્પ્યુટર પર ગઝલ લખવાના માધ્યમ તરીકે કન્વેન્શનલ ફોન્ટ્સના સ્થાને ‘યુનિકોડ’ની તરફેણ કરી. શરૂમાં મેં મચક ન આપી પણ પછી માત્ર એને ખોટો સાબિત કરવા અને મારા ફોન્ટ્સને ચડિયાતા પુરવાર કરવા મેં યુનિકોડ પર હાથ અજમાવ્યો.

યુનિકોડની ખામીઓ શોધતાં શોધતાં ક્યારે હું ધવલની આંગળી પકડીને ગુજરાતી નેટ જગતમાં પ્રવેશી ગયો અને પગદંડો જમાવી બેઠો એની મને ખબર પણ ન પડી. છ વર્ષ પહેલાં ૨૯મી ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ ‘શબ્દો છે શ્વાસ મારા’ (www.vmtailor.com) નામથી વેબસાઇટ શરુ કરી ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ સાઇટ ગુજરાતી ભાષાની સ્વરચિત કાવ્યોની સર્વપ્રથમ વેબસાઇટ છે!

અને પછી તો ધવલની લયસ્તરો.કોમ (ૂૂૂ.હફુફતફિંજ્ઞિ.ભજ્ઞળ)માં સહસંપાદક તરીકે જોડાયો અને આજે સાત વર્ષમાં આ વેબસાઇટ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઇટ બની ચૂકી છે જેના પર આજની તારીખે સાતસો જેટલા કવિઓની ચોવીસસો જેટલી કવિતાઓ ઉપલબ્ધ છે.

લયસ્તરોની વાત કરું તો આ સાઇટના કારણે હું ગુજરાતી કવિતાના આત્મામાં ઊંડે ઊતરી શક્યો કેમ કે એક કવિતા પોસ્ટ કરવા માટે ઓછામાં ઓછું પચાસ કવિતાઓમાંથી પસાર થવું જ પડે.

કેટલાક વાચકમિત્રો એવા હોય છે જેમને કવિતામાં રસ તો પડે પણ કવિતામાં પ્રવેશતાં ડર લાગે. આવા વાચકમિત્રો કાવ્યાભિમુખ થાય એ હેતુથી લયસ્તરો પર જોડાયો ત્યારે મેં દરેક કવિતા સાથે એક ટૂંકનોંધ મૂકવાની પ્રથા શરૂ કરી. જેના કારણે પચાસ-સાઠ કવિતાઓમાંથી પસંદ કરેલી કવિતા વારંવાર વાંચવી ફરજિયાત બન્યું.

વાચકોને જે લાભ થયો એ એમનું બોનસ, પણ મને તો કવિતા સાથે એવું અભૂતપૂર્વ તાદાત્મ્ય સધાયું કે જાણે સમાધિ લાગી ગઈ! કવિતા વારંવાર વાંચવી અને એ પછી એના વિશે બે લીટી લખવાની કોશિશ કરવી – આ કારણોસર કવિતાનું જે હાર્દ હું પકડી શક્યો છું એના કારણે સરવાળે મારો જ કવિ તરીકે અને ખાસ તો માણસ તરીકે પણ ખાસ્સો વિકાસ હું અનુભવી શક્યો છું.

આજ રીતે ‘શબ્દો છે શ્વાસ મારા’ની વાત કરું તો આ સાઇટે મને સતત લખવાની અકલ્પનીય નિયમિતતા બક્ષી. દર શનિવારે એક કૃતિ પોસ્ટ કરવાના નિયમના કારણે કવિ તરીકેની મારી સર્જકતા સતત જાગ્રત રહી છે. આ વેબસાઇટ શરૂ ન કરી હોત તો કદાચ હું મારી કવિતાનો વિકાસ કદી સાધી શક્યો ન હોત.

આ વેબસાઇટે જ મને સતત લખતો અને ખાસ તો સતત વાંચતો રાખ્યો અને કદાચ આ વેબસાઇટે જ મને જીવતો રાખ્યો આ ઉપરાંત આ બન્ને બ્લોગ્સે ખોબલા ભરતાંય ન ખૂટે એવા અને એટલા ઉમદા મિત્રો મને આપ્યા છે. વળી પીઠ પાછળ કરાયેલા ઘાને સામી છાતીએ ઝીલવાની તાકાત પણ મને આ બ્લોગ્સના કારણે જ મળી છે.


ટૂંકમાં, આ સાઇટ્સને જેટલી મેં ઘડી છે એથી વધુ એમણે મને ઘડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!