(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટર-યુગના મૂળભૂત ઘટક જેવા ટ્રાન્ઝિસ્ટરની શોધ : ૨૩ ડિસેમ્બર, ૧૯૪૭

માનવશરીરમાં જનીનનું છે એવું સ્થાન ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું ગણી શકાય, પરંતુ બેલ લેબોરેટરીઝના સંશોધકોએ આ દિવસે પહેલી વાર ટ્રાન્ઝિસ્ટરનો ડેમો આપ્યો, ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેમણે ‘વીસમી સદીની સૌથી અગત્યની શોધ’ કરી છે. ટ્રાન્ઝિસ્ટર – યુગ પહેલાં વપરાતી વેક્યુમ ટ્યૂબ્સ એટલી જંગી અને બિનભરોસાપાત્ર હતી કે તેનો વિકલ્પ શોધવાનું જ‚રી બન્યું. લગભગ એકાદ દાયકાના સંશોધન પછી ટ્રાન્સમીટર અને રેઝિસસ્ટરના ટુ-ઇન-વન સંયોજન જેવા તૈયાર થયા. તેનાથી વિદ્યુતતરંગોને અવરોધી શકાતા હતા તેમ જ શક્તિશાળી પણ બનાવી શકાતા હતા. એ રીતે સ્વિચ જેવું કામ આપતા ટ્રાન્ઝિસ્ટરના સહિયારા સર્જકો વિલિયમ શોકલી, જોન બાર્ડીન અને વોલ્ટર બ્રેટનને ૧૯૫૬માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું. તેમની શોધને કારણે આખા ઓરડામાં પથરાયેલા કમ્પ્યુટરનો યુગ પૂરો થયો ને આધુનિક ઇલેક્ટ્રોનિક્સનો પાયો નખાયો, જેની પર કમ્પ્યુટરક્રાંતિની ભવ્ય ઇમારત ઊભી છે.

ટ્રાન્ઝિસ્ટરની તબક્કાવાર કથા :http://goo.gl/ydP4k

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!