ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’નો અર્થ નથી. છતાં કેટલીક કલ્પનાઓ અદમ્ય હોય છે. જેમ કે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો ન કર્યો હોત, તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં દાખલ થાત? અને ચાર વર્ષ પછી જાપાન પર બે અણુબોમ્બ ઝીંકાયા હોત? જાપાની બોમ્બર અને લડાકુ વિમાનનાં ધાડાં સવારના પહોરમાં બે તબક્કે પર્લ હાર્બર પર ત્રાટક્યાં. તેમના અણધાર્યા હુમલામાં જ કલાકમાં અમેરિકાનાં ૫ાંચ યુદ્ધજહાજો ડૂબી ગયાં, ૧૬ને નુકસાન થયું, ૧૮૮ વિમાનો ભંગાર થયાં અને આશરે ૨,૪૦૦ લોકો માર્યા ગયા. તેમ છતાં, વ્યૂહાત્મક રીતે આ હુમલો પૂરેપૂરો સફળ ન થયો. કારણ કે અમેરિકાનાં ત્રણ વિમાનવાહક જહાજો એ દિવસે બારામાં ન હતાં. પર્લ હાર્બરમાં રહેલા ક્રૂડ ઓઇલના ભંડાર પણ સલામત રહ્યાં. બીજા વિશ્વયુદ્ધના નાટ્યાત્મક સંગ્રામોમાં સ્થાન પામતા આ હુમલા પરથી ‘તોરા તોરા તોરા’ અને ‘પર્લ હાર્બર’ ફિલ્મો પણ બની છે.
જાપાની હુમલાની ૪૫ ઐતિહાસિક તસવીરો:http://goo.gl/Etb5v
