(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડિજિટલ ફોટો સાથે કરામત

મેગેઝિનના છેલ્લે પાને પહોંચી ગયા? તો હવે સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં ફરી ઉથલાવી જોવાનો! દરેક અંકની જેમ આ અંકનાં મોટા ભાગનાં પેજ પર નીચે તમને એક-એક વેબએડ્રેસ જોવા મળશે. આ બધાં એડ્રેસ ઇન્ટરનેટ પર ઓનલાઇન ફોટોએડિટિંગની સગવડ આપતી વિવિધ સાઇટ્સનાં છે.

આ બધી સાઇટ્સ તમારા ડિજિટલ ફોટોમાં તમે વિચાર્યા હોય એવા અને ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવા ફેરફારો કરવાની સગવડ આપે છે. આ મેગેઝિન કે ‘સાયબરસફર’ કોલમ/વેબસાઇટના તમે જૂના વાચક હશો તો ગૂગલના પિકાસા સોફ્ટવેરથી સારી રીતે પરિચિત હશો અને આ સોફ્ટવેરની વિવિધ ફોટો એડિટિંગ સુવિધાઓનો લાભ પણ લેતા હશો. પરંતુ પિકાસામાં જેટલું થઈ શકે છે તેના કરતાં તમે કંઈક વિશેષ ઇચ્છતા હો તો આ બધી સાઇટ્સ એક વાર તપાસી લેવા જેવી છે.

આમાંની મોટા ભાગની સાઇટ પર પહેલાં તમારે તમારા કમ્પ્યુટરમાંનો ડિજિટલ ફોટો અપલોડ કરવાનો રહેશે. એ પછી, સાઇટ પર આપેલાં વિવિધ ટૂલની મદદથી ફોટોમાં અલગ અલગ પ્રકારની ઇફેક્ટ આપી શકશો કે એડિટિંગ કરી શકશો. સાઇટ પર પહોંચીને ઉતાવળે ફોટો અપલોડ કરી દેવાને બદલે, સાઇટને બરાબર જોઈ તપાસીને, તમને યોગ્ય લાગે અને એમાં આપેલાં ફીચર્સ ઉપયોગી લાગે તો જ આગળ વધશો.

તમે જોશો તેમ આમાંની કેટલીક સાઇટ્સ અત્યંત પ્રોફોશનલ ઢબે તૈયાર થયેલી છે, જે તમને ફોટોએડિટિંગનાં સંખ્યાબંધ ફીચર્સની સાથોસાથ ટૂલ્સનાં ઉપયોગમાં સરળતાનો વધારાનો લાભ પણ આપે છે. જ્યારે કેટલીક માત્ર ઓનલાઇન જાહેરખબરોમાંથી આવક કરવાના હેતુથી તૈયાર થઈ હોય એવું લાગશે. ઇન્ટરનેટના કેન્વાસની આખી રેન્જનો પહેલાં અનુભવ લો અને પછી એક-બે સર્વિસ પસંદ કરીને તેમાં આગળ વધો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!