ઓક્ટોબર ૨૦૧૧માં ગૂગલ અર્થ પ્રોગ્રામ ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજે પહોંચી! ભૌગૌલિક અંતર સતત ઘટાડી રહેલી ટેક્નોલોજી અને તેની શક્તિ દર્શાવતું આ ઇન્ફોગ્રાફિક ગૂગલ અર્થનો નિકટનો પરિચય કરાવે છે.
આપણે ભારતીયો એક અબજી સંખ્યો ઓળંગી ગયા છીએ એટલે આમ તો આપણે એક અબજ સંખ્યા એટલે કેટલી મોટી સંખ્યા એ સમજાવવા બીજા કોઈ ઉદાહરણની જરુર નથી તેમ છતાં, આ કેટલાંક ઉદાહરણો પર નજર ફેરવી લો…
- એક અબજ કલાકો પહેલાં માનવ પથ્થરયુગમાં જીવતો હતો.
- એક અબજ મિનીટની વાત કરીએ તો, એટલા સમય પહેલાં પૃથ્વી પર રોમ સામ્રાજ્યનો સૂરજ તપતો હતો.
- આપણે પૃથ્વીથી ચંદ્રની સફર ત્રણ વાર ખેડીએ તો આપણી એ યાત્રા એક અબજ મીટર જેટલી લાંબી થાય.
એક અબજનો અંદાજ સમજવાની આ કસરત એટલા માટે માંડી છે કે ૨૦૦૫માં પહેલી વાર ગૂગલ અર્થ પ્રોગ્રામ રજૂ થયો ત્યારથી ઓક્ટોબર ૨૦૦૧ સુધીમાં આ પ્રોગ્રામ ડેસ્કટોપ, મોબાઇલ માટે કે વેબ પરના પ્લગ-ઇન તરીકે ડાઉનલોડ થવાની સંખ્યા એક અબજને ઓળંગી ગઈ છે!
આ સીમાચિહ્ને યાદગાર બનાવવા માટે ગૂગલ કંપનીએ ડેટા વિઝ્યુઅલાઇઝેશન અને ઇન્ફોગ્રાફિક બનાવવા માટે જાણીતી જેઈએસએસ૩ (http://jess3.com) નામની એક ક્રિયેટિવ એજન્સીને ગૂગલ અર્થ વિશે એક ઇન્ફોગ્રાફિક બનાવવાનું કામ સોંપ્યું. કંપનીના ડિઝાઇર્સ માટે સૌથી પહેલી ચેલેન્જ એ હતી કે એક અબજની સંખ્યાને વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરવી? એટલે કે એક અબજનો આંકડો જોતાંવેંત લોકોના મનમાં તેની વિશાળતાનો અંદાજ જાગે એ કેવી રીતે કરવું?
એટલે પહેલું કામ, ગૂગલ અર્થને ડાઉનલોડની સંખ્યાને આખા આફિક્રા ખંડની વસતિ સાથે સરખાવવાનું કરવામાં આવ્યું. પછી, વિખ્યાત વિજ્ઞાનકથા લેખક જુલે વર્નના એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૮૦ ડેઝ પુસ્તકને યાદ કરીને ગૂગલ અર્થના ઇન્ફોગ્રાફિકે એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ૬૦ સેકન્ડઝ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું!
આ કસરતે અંતે જે ઇન્ફોગ્રાફિક તૈયાર થયું તે તમારી નજર સામે છે. આપણે તેની હાઈલાઇટ્સ જોઈ લઈએ…
- ગૂગલ અર્થ પર પૃથ્વીનો ૭૦ ટકાથી વધુ ભાગ સબ-મીટર હાઈ રેઝોલ્યુશન ઇમેજીસને કવર કરી લેવામાં આવ્યો છે.
- અર્થ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, લાસ વેગાસ, બિગ બેન, એફિલ ટાવર અને રોમ કોલોઝિયમ સૌથી વધુ જોવાતાં સ્થળો છે. એક વર્ષમાં ૧૦ લાખ લોકો આ સ્થળની ગૂગલ અર્થ પર મુલાકાત લે છે.
- તમે પૃથ્વીના જે ખૂણે રહેતા હો ત્યાંથી એમેઝોન નદી કે રોમ જેવા સ્થળે પહોંચતાં પ્લેનમાં પણ કલાકો નીકળી જાય, જ્યારે અર્થ પર ૧૦ સેકન્માંડમાં તમે એમેઝોનના જંગલોમાં પહોંચીને ત્યાંના અને પૃથ્વી પરનાં બીજાં જંગલોમાં કુલ આઠ કરોડ વૃક્ષોને ૩-ડીમાં જોઈ શકો છો. એ જ રીતે ૧૦ સેકન્માંડમાં રોમ સહિત ડઝનબંધ શહેરોને ૩-ડીમાં જોઈ શકો છો (તમારા કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેકશનની ક્ષમતા અનુસાર ૩-ડી મોડેલ્સ દેખાતાં વાર લાગી શકે છે, ધીરજ રાખજો!)
- તમે ચીનના બીજિંગથી ઇજિપ્ત ગીઝા કારરસ્તે જાવ તો ૩૬ દિવસ જેટલો સમય લાગે, જ્યારે અર્થ પર તમે ચીને દુનિયાથી છુપાવી રાખેલાં રહસ્યો જોઈને માત્ર ૧૦ સેકન્ડમાં ગીઝાના પિરામિડ આકાશમાંથી જોવા પહોંચી જઈ શકો છો. વાસ્તવમાં અર્થ પર દુનિયાના એક લેન્ડમાર્ક્સ જોઈ શકો છો.
- વીતેલા સમયમાં આપણે પાછળ જવું હોય તો ટાઇમ મશીનની મદદ લેવી પડે, પણ ગૂગલ અર્થમાં જુદાં જુદાં વિસ્તારો કે શહેરો સમય સાથે કેવાં બદલાયાં જે હિસ્ટોરિકલ ઇમેજરીથી જાણી શકો છો.
- મહાસાગરોની વાત કરીએ તો આપણી સપાટીથી સમુદ્રના તળિયે પહોંચતાં સબમરીનને આઠ કલાક લાગે છે. તમે અર્થ પર, યસ, ૧૦ સેકન્ડ કરતાં ઓછા સમયમાં તળિયે પહોંચીે ટાઇટેનિકના ટુકડાને ૩-ડીમાં જોવા સહિત ડૂબીને તળિયે પહોંચેલા ૧,૨૮૮ જહાજો વિશે જાણી શકો છો. માવજાત સમુદ્રના જેટલા ભાગમાં રહસ્યો જાણી શકી છે એમાંથી અડધા ભાગે અર્થણાં હાઈ-રેઝોલ્યુશમાં જોઈ શકાય છે.
- અર્થમાં તમે પોતે વર્ચ્યુઅલ ટૂર્સ ક્રિયેટ કરીને સ્વજનો/મિત્રો સાથે શેર કરી શકો છો.
- પૃૃથ્વીથી ચંદ્ર પહોંચતાં અવકાશયાનને ત્રણ દિવસ લાગે છે, અર્થ પર તમે આંખના પલકારામાં, ૧૦૦ કરોડ તારા અને ૨૦૦ કરોડ ગેલેક્સીઝને પાર કરી શકો છો, ચાહો તો ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગાનાં કદમ પર ચાલો અવા મંગળયાત્રાઓ વિશે વિગતવાર માહિતી મેળવો – ૧૦ સેકન્ડમા!
