(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે એન્ડ્રોઇડ ફોન નવો નવો લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો અહીં આપેલો પ્રાથમિક પરિચય ખાસ કામ લાગશે

આગળ શું વાંચશો?

  • આ એન્ડ્રોઈડ એક્ઝેટલી શું છે?
  • હોમસ્ક્રીન
  • વિજેટ્સ
  • એન્ડ્રોઈડ અને ગૂગલ એકાઉન્ટ
  • નોટિફિકેશન શટર
  • ટાસ્ક મેનેજર
  • કોલ લોગ્સ
  • કરામતી કીબોર્ડ

ઓકે, તો તમે પણ સ્માર્ટ બનવાનું વિચારો છો? મતલબ કે સ્માર્ટફોન લેવાનું વિચારો છો? વાસ્તવમાં સ્માર્ટફોન હોવો એ નહીં, પણ સ્માર્ટફોનનો પૂરેપૂરો ઉપયોગ આવડવો એ ખરી સ્માર્ટનેસ છે! પહેલાં આઇફોન, બ્લેકબેરી, વિન્ડોઝ ફોન વગેરે ઉપરાંત એન્ડ્રોઇડ ફોનના આગમન પછી ટચૂકડા અમથા ફોનમાં એટલી બધી સગવડો અને વિશેષતાઓ ઉમેરાવા લાગી છે કે કેટકેટલીય ખૂબીઓ આપણી નજર કે ટેરવાંની જાણ બહાર રહી જાય.

હવે બજારમાં લગભગ કોઈ પણ બજેટમાં સમાય એવા એન્ડ્રોઇડ ફોન મળવા લાગ્યા હોવાથી તેનું વેચાણ જોરદાર ગતિએ વધી રહ્યું છે. સ્માર્ટ ફોનની દુનિયા ઘણી વિશાળ છે, પણ આપણે બજારમાં ઘણો મોટો હિસ્સો ધરાવતા એન્ડ્રોઇડ પર ફોકસ કરીશું.

જો તમે પણ આવો લેવાનો વિચાર કરતા હો, એન્ડ્રોઇડ ફોન સામાન્ય ફોનથી કરી રીતે જુદા પડે છે અને તમે તેનો કઈ કઈ રીતે લાભ લઈ શકો છો તેની કેટલીક બેઝિક વાતો અહીં આપી છે. તમારો હેન્ડસેટ સેમસંગનો હોય, એચટીસીનો હોય, સોનીનો હોય, એલજી-મોટોરોલાનો કે પછી બીજી કોઈ કંપનીનો, અહીં બતાવેલી ખાસિયતોનો મોટા ભાગે તમે બધા હેન્ડસેટમાં ઉપયોગ કરી શકશો.

હોમસ્ક્રીન

એન્ડ્રોઇડ ફોનમાં કમ્પ્યુટરની જેમ, પણ એકથી વધુ ડેસ્કટોપ સ્ક્રીન કે હોમપેજની સગવડ હોય છે, જ્યાં તમે વધુ વપરાતી બાબતોના શોર્ટકટ સેટ કરી શકો છો (કમ્પ્યુટર માટેની ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આવી સગવડ છે – આ ઉબન્ટુ શું છે? એવો સવાલ થયો હોય તો વિગતવાર વાત કરીશું આગામી અંકોમાં). એન્ડ્રોઇડ ફોનમાં તમે સાત ડેસ્કટોપ પેજ સેટ કરી શકો. ગેમ્સ, મ્યુઝિક એપ્સ, પ્રોડક્ટિવિટી એપ્સ વગેરે માટે તમે અલગ પેજનો ઉપયોગ કરી શકો. તમે હોમ સ્ક્રીનમાં હો ત્યારે સ્ક્રીન પર ‘બે આંગળીથી ચોંટિયો ખણવાનો’ પ્રયાસ કરો એટલે સ્ક્રીન મિનિમાઇઝ થઈને બધાં પેજ એક સાથે દેખાય, જેને મેક્સિમાઇઝ કરવું હોય તેના પર હળવો સ્પર્શ કરો!

વિજેટ્સ

હોમસ્ક્રીન પર તમે શોર્ટકટ્સ ઉપરાંત જુદા જુદા વિજેટ્સ પણ સેટ કરી શકો. જેમ કે તમે ફોનમાં ગૂગલ રીડરનો ઉપયોગ કરતા હો અને તેનું વિજેટ કોઈ એક હોમ સ્ક્રીન પર સેટ કરો તો તેમાં જુદા જુદા લેખનાં શીર્ષક બદલાતાં રહેશે. વિજેટ્સ સેટ કરવા માટે હોમ સ્ક્રીનની કોઈ પણ ખાલી જગ્યામાં હળવો પણ લાંબો સ્પર્શ કરશો એટલે એક ડાયલોગ બોક્સ ખૂલશે, તેમાંથી જે જોઈએ તે પસંદ કરી લો. આ રીતે તમે હોમ સ્ક્રીન પર વિજેટ્સ, ફોલ્ડરર્સ કે શોર્ટકટ્સ મૂકી શકો. સાદા ફોનની જેમ સ્પીડડાયલ સેટ કરવા માટે પણ શોર્ટકટમાં જઈને જોઈતો કોન્ટેક્ટ પસંદ કરી લો. ભવિષ્યમાં હોમસ્ક્રીનમાં આ કોન્ટેક્ટની લિંક પર એક ક્લિક કરતાં કોલ જોડાઈ જશે.

નોટિફિકેશન શટર

એન્ડ્રોઇડની આગવી ઓળખ એટલે આ નોટિફિકેશન શટર. તમે હોમસ્ક્રીનમાં હો કે કોઈ એપ્લિકેશનમાં, ગમે ત્યારે સ્ક્રીનની ટોચ પરથી આંગળી નીચે લઈ જશો એટલે એક શટર પડશે જેમાં ફોનમાં નવી કઈ કઈ ગતિવિધિઓ થઈ – જેમ કે નવા મેસેજ, મેઇલ, ડાઉનલોડ વગેરે ઉપરાંત, વાઇ-ફાઇ, બ્લુટૂથ, જીપીએસ, વાઇબ્રેશન અને સ્ક્રીન ઓટોરોટેશનના ઓન-ઓફ બટન જોવા મળશે. ફરી આંગળીના સ્પર્શથી શટર ઉપર ચઢાવી દઈ શકો.

ટાસ્ક મેનેજર

સ્માર્ટફોન પણ અંતે તો કમ્પ્યુટર જેવા જ છે, તમે જેમ વધુ એપ્સ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરો તેમ ફોનની સિસ્ટમ મેમરીનો વધુ ને વધુ ઉપયોગ થતો જાય. (સ્માર્ટફોનમાં તમે અલગ મેમરી કાર્ડ નાખીને મોટા ભાગની એપ્સ તેના પર ઇન્સ્ટોલ કરી શકો છો, પણ સંખ્યાબંધ એપ્સ માત્ર ફોનની મેમરી પર જ ચાલે છે, જે મેમરી કાર્ડ કરતાં ઘણી ઓછી હોય છે. ફોન ખરીદતી વખતે આ બાબત ખાસ ધ્યાને લેશો.) કેટલીક એપ્સ તમે ઉપયોગ ન કરતા હો તો પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે. ફોનમાં તમારી જાણ બહાર શું ચાલે છે એ જોવા માટે ટાસ્ક મેનેજરમાં જવું પડે. હોમ બટન થોડો લાંબો સમય પ્રેસ કરી રાખશો એટલે ટાસ્ક મેનેજરમાં પહોંચી જશો.

કોલ લોગ્સ

સામાન્ય ફોનની જેમ એન્ડ્રોઇડમાં કોલ હિસ્ટ્રીની સગવડ છે, પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે તમે કોલ્સની હિસ્ટ્રી થોડા થોડા વખતે ડિલીટ નહીં કરો તો કોલ લોગ્સની સંખ્યા વધતી જ જશે અને થોડા જ સમયમાં, એન્ડ્રોઇડ ફોનમાં ફોન કરવાનું કામ જ કંટાળાજનક લાગવા લાગે એટલો ધીમો રીસ્પોન્સ ફોન આપશે. જૂની હિસ્ટ્રી ડિલીટ કરવા કોલ લોગ્સમાં જઈ મેનુ બટનની મદદથી ડિલીટનો ઓપ્શન શોધી લો.

કરામતી કીબોર્ડ

કમ્પ્યુટરના કીબોર્ડની જેમ છતાં, બહુ નાના સ્ક્રીનને કારણે પડતી અગવડો દૂર કરી દેતું કીબોર્ડ એન્ડ્રોઇડની મજાની ભેટ કહી શકાય. તમારો હેન્ડસેટ જે કંપનીનો હશે તેનું પોતાનું કીબોર્ડ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, પણ ટાઇપિંગ સરળ અને ઝડપી બનાવતી કેટલી સગવડો લગભગ બધાં કીબોર્ડમાં કોમન હોય છે. આ સગવડનો તમે જેમ વધુ લાભ લેશો તેમ વધુ ફાવટ આવતી જશે.


એન્ડ્રોઇડ અને ગૂગલ એકાઉન્ટ

ગૂગલની વિવિધ સર્વિસીઝ સાથેનું સ્ટ્રોંગ ઇન્ટીગ્રેશન એ એન્ડ્રોઇડ ફોનની સૌથી મોટી ખાસિયત કહી શકાય. તમે એન્ડ્રોઇડ ફોન લો તે પછી તમારા ગૂગલ કે જીમેઇલના એકાઉન્ટને તમારા ફોન સાથે કનેક્ટ કરી શકો છો. એ પછી તમે ઇચ્છો તે રીતે, જીમેઇલ, તેમાંના કોન્ટેક્ટ્સ, કેલેન્ડર વગેરે બધું જ સિન્ક રાખી શકો છો. મતલબ કે તમે ફોનમાં કોઈનો નંબર સેવ કરો તો તે વાયા તમારા જીમેઇલ એકાઉન્ટ, તમારા પીસીમાં પણ તમે તરત જ અપડેટ થયેલો જોઈ શકો છો. તમે પિકાસા કે ગૂગલ પ્લસ સાથે ઇન્ટીગ્રેશન કરીને, કેમેરાથી લીધેલા દરેક ફોટોગ્રાફ ડાયરેક્ટ પિકાસા કે ગૂગલ પ્લસમાં અપલોડ થાય એવી ગોઠવણ તમે કરી શકો છો. તમારા એક્સટર્નલ મેમરી કાર્ડને નુક્સાન થાય તોય તમારા ફોટોગ્રાફ સચવાઈ રહે! એન્ડ્રોઇડમાં ફેસબુક, ટ્વીટર વગેરે એકાઉન્ટને પણ સિન્ક કરી શકાય છે.

આ એન્ડ્રોઇડ એક્ઝેટલી છે શું?

જેમ ડેસ્કટોપ પીસી કે લેપટોપમાં વિન્ડોઝ, લિનક્સ, મેક વગેરે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, તેમ ફોન કે ટેબલેટ જેવાં સાધનો માટે એન્ડ્રોઇડ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) છે. ઓપરેટિંગ સિસ્ટમ ઉપરાંત તે મોબાઇલ ડિવાઇસ માટે મીડલવેર અને કી એપ્લિકેશન્સ પણ આપે છે. લિનક્સ પર આધારિત એન્ડ્રોઇડ સિસ્ટમ મોટા ભાગે ગૂગલ અને ઓપન હેન્ડસેટ એલાયન્સ નામના સંગઠનના સભ્યોએ વિક્સાવી છે. માણસ જેવા રોબોટને એન્ડ્રોઈડ કહે છે (તેને હ્યુમનોઈડ પણ કહે છે), તેથી આ કામઢી ઓએસને નામ મળ્યું એન્ડ્રોઇડ. એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝન તમે જાણતા જ હશો, આ વાત તમારા ધ્યાનમાં આવી જ હશે કે એન્ડ્રોઇડનાં જુદાં જુદાં વર્ઝનનાં નામ એબીસીડી પ્રમાણે મીઠાશભરી વાનગીનાં નામ અનુસાર અપાયાં છે, જેમ કે કપકેક, ડોનટ, એક્લેર, ફ્રોયો, જિંજરબ્રેડ, હનિકોમ્બ અને જેલી બીન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!