અંધજનોને લખવાની સરળતા પડે એ માટેના પ્રયાસમાં બ્રિટનના રાલ્ફ વેજવૂડે અનાયાસે કાર્બન પેપરની શોધ કરી અને આ દિવસે તેના પેટન્ટ મેળવ્યા. તેણે તૈયાર કરેલું ‘સ્ટાઇલોગ્રાફિક મેનિફોલ્ડ રાઇટર’ હકીકતે ટિશ્યુપેપરનો મોટો ચોપડો હતો.
તેની પર રહેલી, લીટીના માપની આડી દોરીઓને લીધે, અંધજનો સીધી લીટીમાં લખી શકતા હતા. વેજવૂડે છાપકામમાં વપરાતી શાહીથી તરબોળ કરેલો પાતળો કાગળ સૂકવીને ‘રાઇટર’માં વાપરવાનું કાર્બન પેપર તૈયાર કર્યું. ચોપડાના ટીશ્યુપેપર નીચે કાર્બનપેપર અને તેની નીચે એક સાદો કાગળ મૂકી ખાસ પ્રકારની મજબૂત કલમથી ટીશ્યુપેપર ઉપર લખવાનું. એ રીતે ટીશ્યુ પેપરના લખાણની છાપ કાર્બન પેપર થકી સાદા કાગળ પર આવી જતી. વધારે કાર્બન પેપર-કોરા કાગળની મદદથી એક જ વારમાં એકથી વધારે નકલ પણ ઉતારી શકાતી હતી. છ દાયકા પછી ટાઇપરાઇટરની શોધ થતાં કાર્બન પેપરની ખરી બોલબાલા શ થઈ. હવે કાર્બન પેપર ભલે ઓછાં વપરાતાં હોય, ઈ-મેઇલની નકલ સીસી (કાર્બન કોપી) તરીકે જ ઓળખાય છે. કેવી રીતે કામ કરતું હતું મેનિફોલ્ડ રાઇટર? http://goo.gl/WrWAf