એક સફરજન ઝાડની ડાળી પરથી નીચે પડે અને એ ઘટના માણસને છેક અવકાશમાં પહોંચાડી શકે એ આપણે માની શકીએ? આપણે સૌ સ્કૂલમાં પેલી જાણીતી વાત ભણી ગયા છીએ કે વિજ્ઞાની આઇઝેક ન્યૂટન ઝાડ નીચે સૂતા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને એમાંથી એમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્ફુર્યો (જોકે આ વાતો સખત વિરોધ કરીે ઘણા એમ ણ કહે છે કે એમને આમ સાવ અચાનક આખો સિદ્ધાંત સ્ફુર્યો નહોતો). એ ઘટના સાચી હોય કે ન હોય, વિકિપીડિયા કહે છે કે માનવજાતની અવકાશયાત્રાનાં મૂળ વર્ષ ૧૬૮૬માં રજૂ યેલા સર આઇઝેક ન્યૂટનના એક સંશોધનપત્રમાં રહેલાં છે.
માનવજાતની અવકાશયાત્રામાં નોંધપાત્ર પ્રદાન આપનાર યુનાઇટેડ સ્ટેટ્સની સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડ્મિનિસ્ટ્રેશન (નાસા)ના સ્પેસ શટલ પ્રોગ્રામનો ગયા વર્ષે વિધિવત્ અંત આવ્યો. આપણા રાજકોટ કે અમદાવાદમાં ચાલતી ‘શટલિયા રિક્ષા’ની જેમ જ માણસને પૃથ્વી પરથી ઊંચે અવકાશમાં, પૃથ્વી ફરતે સહેલ કરાવીને ફરી પૃથ્વી પર લાવી મૂકનારાં આ સ્પેસ શટલ્સ કેવાં હતાં, એ હવે આપણે – ેન્ક્સ ટુ ઇન્ટરેટ – જાણી શકીએ છીએ, એટલું જ નહીં, સ્પેસ શટલની અંદર લટાર લગાવીને તેનાં બારીક પાસાં પણ સમજી શકીએ છીએ!
પણ સ્પેસ શટલનો ક્લોઝ અપ લેતાં પહેલાં માનવજાતની અવકાશયાત્રાના થોડા પડાવ જાણી લઈએ.
ન્યૂટનના સંશોધનપત્ર પછી પૃથ્વી પરથી અવકાશમાં છલાંગ લગાવવાની કલ્પના વિવિધ રીતે, જુદા જુદા વિચારો રુપે વ્યક્ત થતી રહી અને ૧૯મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયેત યુનિયનમાં અવકાશયાત્રાનાં જુદાં જુદાં પાસાં અને રોકેટ વિજ્ઞાન અંગેનું સંશોધન વેગ પકડતું ગયું. મજાની વાત એ છે કે ૧૯૪૨માં પૃથ્વીની સપાટીથી ૧૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી જે વી-૨ રોકેટ પહેલવહેલી વાર પહોંચી શક્યું, એ બનાવ્યું હતું જર્મનીએ બીજા વિશ્વયુદ્ધની શરુઆતમાં જર્મનીએ વિકસાવેલું આ રોકેટ વિશ્વનું પહેલું લોંગ રેન્જ મિસાઇલ હતું અને આઉટર સ્પેસ સુધી પહોંચનારી પહેલી માનવસર્જિત વસ્તુ પણ હતી.
બીજા વિશ્વયુદ્ધના અંત પછી અમેરિકન, સોવિયેત અને બ્રિટિશ સરકારના હાથમાં આ વી-૨ રોકેટની ટેક્નિકલ ડિઝાઇન પહોંચી અને અમેરિકા અને સોવિયેત યુનિયન બંનેએ એ ડિઝાઇનના આધારે પોતાના સ્પેસ એક્સ્પ્લોરેશન પ્રોગ્રામ વિકસાવ્યા. બંને દેશો વચ્ચે રીતસર સ્પેસ રેસ શ થઈ અને ઓક્ટોબર ૪, ૧૯૫૭માં સ્પુતનિક-૧ના લોન્ચ સાથે સોવિયેત યુનિયન આ રેસ જીત્યું અને પહેલી માનવસર્જિત વસ્તુ પૃથ્વીની પ્રદક્ષિણા કરતી થઈ. ૧૯૬૧માં વોસ્તોક-૧માં યુરી ગાગરિને માનવજાતને અવકાશમાં પહોંચાડી. જુલાઈ ૨૦, ૧૯૬૯માં યુનાઇટેડ સ્ટેટ્સના એપોલો ૧૧ દ્વારા, નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ડગ માંડ્યાં.
એ પછીનાં વીસેક વર્ષ પછી, શીતયુદ્ધના અંત બાદ અવકાશમાં સહિયારાં સંશોધનોનો યુગ શરૂ થયો, અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બંધાયું અને ઓછા ખર્ચે, સરળતાથી અને સલામત રીતે અવકાશમાં જઈને પરત ફરી શકાય અને ફરી ફરી વાપરી શકાય એવાં સ્પેસ શટલ્સ વિકસાવાયાં.
એપ્રિલ ૧૨, ૧૯૮૧માં નાસાનું પહેલું સ્પેસ શટલ કોલંબિયા બે અવકાશયાત્રીને લઈને ઊડ્યું. એ પરત ફર્યું ત્યારે પ્લેનની જેમ રનવે પર દોડીને પૃથ્વી પર ઊતરનારું એ પહેલું અવકાશયાન હતું. તેની પહેલી ટેસ્ટ ફ્લાઇટ હોવા છતાં તેમાં માનવ અવકાશયાત્રીઓ પણ સામેલ હતા!
સ્પેસ શટલ પાછળનો મૂળ વિચાર તો અવકાશયાત્રાને એટલી સહેલી બનાવી દેવાયો હતો કે લગભગ દર અઠવાડિયે અવકાશમાં આવનજાવન થઈ શકે. એ તો શક્ય બન્યું, પણ તેમના કારણે સેટેલાઇટ્સ અને હબ્બલ સ્પેસ ટેલિસ્કોેપ અવકાશમાં લઈ જવાનું સહેલું બન્યું.
સમય જતાં સ્પેસ શટલ જૂના થતાં ગયાં અને ખર્ચાળ પણ બનતાં ગયાં. ૨૦૦૩માં કોલંબિયા સ્પેસ શટલ તૂટી પડ્યા પછી તેની તપાસ કરતી પેનલે પોતાના રિપોર્ટમાં સ્ષ્ટ લખ્યું કે “રાષ્ટ્રના હિતમાં શટલને વહેલી તકે રિપ્લેસ કરવાં જરુરી છે. અંતે ૨૦૦૪માં પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુુ. બુશે શટલ્સની યાત્રા અટકાવવાનો નિર્ણય કર્યો. હવે નાસા નવું સ્પેસ વ્હીકલ ડેવલપ કરવા માટે ખાનગી કંપનીઓની મદદ લઈ રહી છે. અને તૈયાર થતાં ત્રણ કે તેથી વધુ વર્ષ લાગશે અને ત્યાં સુધી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે રશિયન સોયુઝ કેપ્સ્યુલ્સો ઉપયોગ કરશે.
નાસાએ અત્યાર સુધીમાં ઉપયોગમાં લીધેલાં સ્પેસ શટલ્સ હવે અમેરિકાનાં જુદાં જુદાં મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. આ શટલ અંદરથી કેવાં હતાં, તેની કોકપિટ અને તેમાંના કંટ્રોલ્સ કેવા હતા, તેે અવકાશમાં મોકલતાં લોન્ચિંગ પેડ કેવાં હતાં, અવકાશમાં પહોંચ્યા પછી સ્પેસ શટલમાંથી સેટેલાઇટ અવકાશમાં કેવી રીતે તરતા મુકાતા, શટલ્સ પૃથ્વી પર પરત કેવી રીતે ફરતાં… આ બધી બાબતોની ઝીણવટભરી, પણ ગ્રાફિક્સથી સમજવામાં સરળ બનતી માહિતી મેળવવી હોય તો પહોંચો આ ઇન્ફોગ્રાફિક http://goo.gl/3nHds
જાણો વધુ માહિતી
નાસાના સ્પેસ શટલ વિશે વધુ માહિતી મેળવો અહીંથી :
સ્પેસ એક્સ્પ્લોરેશન્સનો ઇતિહાસ : http://goo.gl/eh/ehKZ4
સ્પેસ શટલ્સ કેવી રીતે કામ કરતાં હતાં : http://goo.gl/YknXd
સ્પેસ શટલ મિશન્સની http://goo.gl/pfd5w
ભૂમિથી ભ્રમણકક્ષા સુધી, ૮.૫ મિનિટમાં
ટી-માઇસ ઝીરો
લિફ્ટઓફ : લોન્ચ પેડ પરથી શટલ ઊડે છે ત્યારે તેે સોલિડ રોકેટ બૂસ્ટર્સ એ મુખ્ય એન્જિન્સી ૭૩ લાખ પાઉન્ડના દબાણથી ધક્કો લાગે છે.
ટી-પ્લસ ૧૨૬ સેકન્ડ
બૂસ્ટર સેપરેશન : શટલને વેગ આપતાં બૂસ્ટર્સનુ ઈંધણ ખાલી થતાં તે છૂટાં પડીને દૂર જાય છે. તેમને પેરાશૂટની મદદથી મહાસાગરમાં ઉતારવામાં આવે છે, જેને ફરી ઉપયોગમાં લઈ શકાય.
ટી-પ્લસ ૮ મિનિટ ૩૦ સેકન્ડ
એન્જિન શટડાઉન : બહારની ટાંકીમાનું ઈંધણ સાવ ખાલી થાય તે પહેલાં મુખ્ય એન્જિન્સ બંધ કરી દેવામાં આવે છે, જેથી તેમને નુકસાન ન પહોંચે.
ટી-પ્લસ : ૮ મિનિટ ૪૦ સેકન્ડ
ટેન્ક જેટિસ : ટેન્ક અને ઓર્બિટરનુ જોડાણ એસસ્પ્લોઝિવ બોલ્ટ્સથી છૂટું પાડવામાં આવે છે. ટેન્ક પૃથ્વી તરફ પાછી ફેંકાય છે અને મહાસાગરની ઉપર, વાતાવરણમાં જ તૂટી પડે છે.
ભ્રમણકક્ષા
ઓર્ટિબટ ફરી વાતાવરણમાં ફેંકાય નહીં એ માટે તેેને નાનાં રોકેટ્સની મદદથી વેગ આપવામાં આવે છે, જેથી સ્પેસ શટલ નિશ્ચિત ભ્રમણકક્ષામાં ગોઠવાય છે.

