(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સરનામાં એકઠાં કરવાનું સરળ સરનામું

આજના એસએમએસ અને ઈ-મેઇલના જમાનામાં પણ પરિચિતોનાં પોસ્ટલ એડ્રેસ યોગ્ય રીતે સાચવ્યા વિના આપણે છૂટકો નથી. આ કામ બિલકુલ સરળ કરી આપે છે એક સરસ મજાની વેબસર્વિસ.

વીતેલા જમાનામાં, જ્યારે વેકેશનમાં ઝાઝા બધા સમર કેમ્પ્સ નહોતા કે ચીટકી રહેવા માટે ટીવી કે કમ્પ્યુટર નહોતાં ત્યારે છોકરાં ઘરમાં કે આંગણમાં રમી રમીને કંટાળે અને “હવે અમે શું કરીએ? એવા સવાલો કરીને મા-બાપને કંટાળો આપતાં, ત્યારે મા-બાપ એ સ્થિતિનો લાભ લેતાં. એ છોકરાંવને જૂની ટેલિફોન ડાયરી કે એડ્રેસબુક પકડાવતાં, સાથે નવી ડાયરી આપતાં અને કહેતાં કે “બધાંનાં એડ્રેસ નવેસરથી લખી નાખો. રમતો રમીને કંટાળેલાં આપણે સૌ એ કામ લાલ ને બ્લૂ પેનને કામે લગાડીને હોંશથી કરતા પણ ખરા!

હવે જમાનો બદલાઈ ગયો છે. હવે વેકેશનમાં બિઝી રહેવા માટે સૌ કોઈ પાસે અનેક ઓપ્શન્સ છે. તેમ, સૌના સંપર્કમાં રહેવા માટે મોબાઇલ નંબર, ઈ-મેઇલ આઇડી કે ફેસબુકમાં ફ્રેન્ડશિપ હોય તો પૂરતું થઈ રહે છે. પણ જમાનો એટલો બધો બદલાયો નથી કે પોસ્ટલ એડ્રેસ વિના બિલકુલ ચાલે. સામાન્ય સંજોગોમાં પણ પાકું પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ અને હજી પણ વાર-તહેવારે આમંત્રણ કે કંકોત્રીઓ મોકલવા માટે આપણને પોસ્ટલ એડ્રેસ તો જોઈએ જ.

જો તમે પણ ઘરમાં કોઈ પ્રસંગ આવી રહ્યો હોય અને દોઢસો-બસો સ્વજનોનાં પાકાં, લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાની પળોજણમાં પડ્યા હો તો સમજાશે આ કેટલું કડાકૂટભર્યુ કામ છે.

સૌનાં લેટેસ્ટ એડ્રેસ ભેગાં કરવાનો એક લાંબો ઉપાય દરેકને ફોન કરીને એડ્રેસની ખાતરી કરવાનો છે. તેનાથી થોડો ટૂંકો ઉપાય, સૌને મેઇલ મોકલીને તેમનાં લેટેસ્ટ એડ્રેસ મગાવવાનો છે, જવાબ આપે પછી તમારી રીતે કોપી-પેસ્ટ કરો કે નવેસરથી હાથેથી લખી લો.

હજી ટૂંકો રસ્તો છે ગૂગલ ડોક્સમાં એક ફોર્મ બનાવીને એ ફોર્મ સૌની સાથે શેર કરવાનો, જેથી તમારા સ્વજનો તેમાં તેમના સરનામાની વિગતો મોકલી આપે અને એ સીધી જ તમારા ડોક્સમાં એક સ્પ્રેડશીટમાં એકઠી થઈ જાય. પણ આ માટે તમને ગૂગલ ડોક્સનો અને તેના ફોર્મની સગવડનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

તેનાથી પણ સહેલો ઉપાય પોસ્ટેબલ (www.postable.com/address-book) નામની એક સાવ સિમ્પલ વેબસર્વિસનો ઉપયોગ કરવાનો છે.

આ સર્વિસ પર જઈને તમે પહેલી વાર તમારું ખાતું ખોલાવો (ડોન્ટ વરી, ફ્રી છે!). ખાતું ખોલાવવા તમારે ફક્ત તમારું નામ, અટક, ઈ-મેઇલ એડ્રેસ આપવાનું છે અને મનગમતો પાસવર્ડ (સોરી, વધુ એક પાસવર્ડ!) નક્કી કરવાનો છે.

આટલું થયું એટલે ફટાક દઈને તમારી એડ્રેસ બુક તૈયાર થઈ જાય, (પણ એ હજી કોરીધાકોડ હોય). એ સાથે, જ પોસ્ટેબલ સર્વિસ તરફથી તમને postable.com/YourName એવી તમારી એડ્રેસબુકની લિંક મળે.

તેને કોપી કરી લો અને તમારા ઈ-મેઇલ ખાતાનો ઉપયોગ કરીને તમારા સ્વજનોને એ લિંક મોકલી દો. અથવા, ફેસબુક ટ્વીટર વગેરેની મદદથી પણ તમે આ લિંક સૌની સાથે શેર કરી શકો છો (ફેસબુક પરથી યાદ આવ્યુંને કે તેમાં પણ બર્થડે માટે આવી જ એપ છે?).


લિંક મોકલતી વખતે જરા સારા શબ્દોમાં તમે કેમ એડ્રેસની વિગતો મગાવો છો એ લખશો તો સ્વજનો થોડો સમય ફાળવશે પણ ખરા.

એ લોકો તમે મોકલેલી લિંક પર ક્લિક કરશે એટલે તમારી એડ્રેસ બુકનું એક ફોર્મ ખૂલશે. બહુ સહેલાઈથી તેઓ તેમાં પોતાની વિગતો ભરશે એટલે બધું જ તમારી એડ્રેસબુકમાં સચવાઈ જશે. આવા જ ફોર્મનો ઉપયોગ કરીને તમે જાતે પણ બીજાં એડ્રેસ ઉમેરી શકો છો. ખામી ફક્ત એક વાતની છે, જુદાં જુદાં એડ્રેસ માટે કેટેગરી કે ગ્રુપ્સની સગવડ નથી.

મતલબ કે કાં તો તમે સૌ સ્વજનોનાં સરનામાં અને વિગતો જાતે ટાઇપ કરો ને દિવસો સુધી મહેનત કરો, અથવા કામ એ જ બધા લોકોમાં વહેંચી દો અને ગણતરીના દિવસોમાં (જો સ્વજનો તમારા જેટલા જ ઉત્સાહી ને ધગશવાળા હોય તો એક જ દિવસમાં પણ આ કામ પતી શકે (જૈસી જિસકી સોચની જેમ, જેવા જેના સ્વજન!).

  1. પોસ્ટેબલમાં તમે ફ્રી એકાઉન્ટ ખોલાવો એટલે તમારી એક એડ્રેસબુક બને અને તમને તેની લિંક મળે.
  2. …આ લિંક તમારે તમારા પરિચિતો, મિત્રો, સ્વજનોને ઈ-મેઇલ, ફેસબુક વગેરે દ્વારા મોકલી આપવી…
  3. …એ સૌ તમે મોકલેલી લિંકની મદદથી એક ફોર્મ ભરશે, જેનાથી તમારી એડ્રેસબુકમાં તેમનું સરનામું ઉમેરાઈ જશે!

સરળ યુઝર ઇન્ટરફેસ

અહીં મુદ્દાની વાત એટલી કે આખી સર્વિસનો યુઝર ઇન્ટરફેસ એકદમ સરસ છે, સ્વજનોને પણ પોતાનું એડ્રેસ લખવાનો કંટાળો ન આવે એવું. સર્વિસ ભારપૂર્વક કહે છે કે તે બિલકુલ એડ-ફ્રી છે, તમારી વિગતો માત્ર તમારી જ રહે છે, કોઈને વેચવામાં આવતી નથી અનેે ઓનલાઇન બેન્કિંગ જેટલી જ સલામત છે. સાઇટની ડિઝાઇન જે રીતે તૈયાર થઈ છે એ જોતાં, તેમાં રહેલો ખરેખરો પ્રોફેશનલ અભિગમ દેખાઈ આવે છે એટલે સર્વિસ પર વિશ્વાસ મૂકવાનું મન થાય તેમ છે. અચ્છા, આ સાવ ફ્રી સર્વિસમાંથી એ લોકો કેમ કમાણી કરે? સાઇટનો જવાબ છે કે એડ્રેસ બુક ફ્રી જ છે, તમે તેને ચોક્કસ પ્રિન્ટર પાસે પ્રિન્ટ કરાવવા માગતા હો તો તેનો ચાર્જ છે.

આખી વાતમાં પાયાનો એક સવાલ થયો કે નહીં? પોસ્ટલ એડ્રેસની વાત છે તો સરનામાં વેબપેજ પરથી સાદા કાગળ પર કેવી રીતે ઉતારવાં? તમે એડ્રેસબુક એક્સેલ, જીમેઇલ, આઉટલૂક, એપલ એડ્રેસબુકમાં ડાઉનલોડ કરી શકો છો કે લેબલ તરીકે સીધા કાગળ પર લઈ શકો છો – ફ્રીમાં!

(૧) ફ્રી એકાઉન્ટ ખોલાવવાની વિધિ બિલકુલ ટૂંકી છે. ફક્ત નામ, અટક અને ઈ-મેઇલ એડ્રેસ આપો, મનગમતો પાસવર્ડ નક્કી કરો એટલે કામ પૂરું!

(૨) પછી જ્યારે ઇચ્છો ત્યારે તમારું ઈ-મેઇલ અને આ સર્વિસ માટે તમે નક્કી કરેલો પાસવર્ડ આપીને લોગ-ઇન થાવ અને તમારી એડ્રેસબુક જુઓ.

(૩) પહેલી વાર લોગ-ઇન થશો ત્યારે સિસ્ટમ તમારી એડ્રેસબુકની લિંક જણાવશે. આ લિંક સૌને મોકલી આપવાની છે. ભવિષ્યમાં ફરીથી આ લિંક મેળવવી હોય તો ‘ગેટ એડ્રેસીઝ’ પર ક્લિક કરીને મેળવી શકશો.

(૪) તમારા પરિચિતો આ ફોર્મ ભરશે. ચાહો તો તમે પોતે પણ આ જ ફોર્મની મદદથી બીજાનાં એડ્રેસ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!