(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અક્ષરધામનો અનન્ય અનુભવ – આપણો અને ફોટોગ્રાફરનો

એરપેનોની સાઇટ પર દિલ્હીના અક્ષરધામ મંદિરનું અનન્ય દર્શન શક્ય છે. આ મંદિર રૂબરૂ જોનારા માટે પણ તેનો એરિયલ પેનોરમા બિલકુલ નવી અનુભૂતિ કરાવે તેમ છે. એરપેનો ટીમના ફોટોગ્રાફર સ્ટાસ સેદોવનો આ અનુભવ એમના જ શબ્દોમાં…

આગળ શું વાંચશો?

  • આકાશમાંથી અક્ષરદર્શન
  • હવે આવી રહ્યા છે ફોટોફિચર

“ભારતના અમારા પ્રવાસના છેલ્લા દિવસોમાં અમે ભારતની રાજધાનીનાં વિવિધ સ્થળો શૂટ કરવાનું વિચાર્યું હતું – લાલ કિલ્લો, કુતુબ મિનાર ને બીજાં બધાં. સ્વામિનારાયણ અક્ષરધામનું શૂટિંગ કરવાનું અમારું કોઈ પ્લાનિંગ નહોતું. અમને ખબર હતી કે અમે એક સેલફોન પણ સંકુલની અંદર લઈ જઈ શકીશું નહીં, તો ફોટોગ્રાફીનાં ભારેખમ સાધનોની તો વાત જ ક્યાં કરવી? છતાં, અમે તાજના શૂટિંગની પરવાનગી મેળવવામાં સફળ રહ્યા હતા, એટલે અક્ષરધામ માટે મંજૂરીની કોશિશ કરવાની અમે હિંમત કરી. સંકુલના વહીવટીતંત્રના એક સ્વયંસેવક કે અધિકારીને અમે અમારા પ્રોજેક્ટની વાત કરી. એમણે મંજૂરીની ખાતરી તો ન આપી, પણ પ્રયત્નની બાંહેધરી આપી અને અમને આખું સંકુલ જોવા એક ગાઈડની વ્યવસ્થા કરી આપી.

સાચું કહું તો મને અક્ષરધામ નામે દુનિયામાં કોઈ મંદિર છે એ જ ખબર નહોતી. મારા માટે એ ભારતનું વધુ એક મંદિર માત્ર હતું. પણ એ બધી વાત હું મંદિરના સંકુલમાં પ્રવેશ્યો એ પહેલાંની હતી.

તમે લગભગ દરરોજ વિશ્વમાં સૌથી અનોખી ગણાતી કુદરતી કે માનવસર્જિત અજાયબીઓ જોતા હો તો તમારી સંવેદના લગભગ મરી પરવારતી હોય છે. એ બધું રોજિંદું લાગવા લાગે અને કોઈ વાતે તમને અચરજ તો થાય જ નહીં. પણ અક્ષરધામ એમાં અપવાદ બન્યું! આઇ વોઝ સરપ્રાઇઝ્ડ એમ કહેવું તો સાવ અધૂરું છે. આ આખા વિચારની ભવ્યતા અને પથ્થરથી મૂર્તિમંત થયેલું તેનું સ્વરૂપ જોઈને હું રીતસર અવાચક થઈ ગયો. અક્ષરધામમાં ચાલતી વખતે તમે જે લાગણીઓ અનુભવો તેને વર્ણવવી મુશ્કેલ છે. તમને સંવાદિતા, શાંતિ અને આત્મબળનો અનુભવ થાય.

અમને બીજા દિવસે અક્ષરધામના શૂટિંગની મંજૂરી મળી! અમે વહેલી સવારે શરૂઆત કરી, સંકુલનાં દ્વાર મુલાકાતીઓ માટે ખૂલ્યાં તે પહેલાં આકાશમાં ઊડતાં કબૂતરો સાથે અમારું રેડિયો કંટ્રોલ્ડ હેલિકોપ્ટર પણ જોડાઈ ગયું.

વાતાવરણ અને કામની પ્રક્રિયા – બંને રીતે આ અમારું ભારતમાંનું સૌથી આરામદાયક શૂટિંગ રહ્યું. બધું જ એકદમ સ્મૂધલી, સહેલાઈથી પાર પડ્યું. મંદિરની સલામતી જાળવતા લોકોએ અમને નાઇટ શૂટિંગ માટે સંકુલના બિલકુલ કેન્દ્રમાં વ્યવસ્થા કરી આપી. મંદિરનું લાઇટિંગ ખાસ અમારા ફોટો શૂટ માટે સામાન્ય કરતાં ૧૫ મિનિટ વહેલું શરૂ કરવામાં આવ્યું. બધું જ આટલું પરફેક્ટ હોય પછી અમે ખરાબ કામ કેવી રીતે કરી શકીએ? બધું કામ પતાવીને અમે બહાર નીકળતા હતા ત્યારે મને સમજાયું કે મેં ભારતમાંનું સૌથી મહત્ત્વનું શૂટ આટોપ્યું હતું. આ અસાધારણ અને અદ્ભુત દેશમાં તાજ મહેલ મને જીતી શક્યો નહોતો, પણ સ્વામિનારાયણ અક્ષરધામે મને જીતી લીધો! મારી સાચી મહેચ્છા છે કે જીવનમાં એક વાર, કોઈ દિવસે હું આ મંદિરમાં પાછો આવીશ.

આકાશમાંથી અક્ષરદર્શન

અક્ષરધામ સંકુલનો પેનોરમા હાઇ રેઝોલ્યુશનમાં ૭ એમબી જેટલી સાઇઝનો છે, પરંતુ ધીમા ઇન્ટરનેટ કનેક્શન અને જૂનાં કમ્પ્યુટર માટે તેનું ફક્ત ૨ એમબીનું લો રેઝોલ્યુશન વર્ઝન પણ તૈયાર કરવામાં આવ્યું છે.

પેનોરમાની સાથે, સંકુલના બાંધકામની વિગતો પણ આપવામાં આવી છે, જે મુજબ સમગ્ર સંકુલનું બાંધકામ પૂરું કરતાં પાંચેક વર્ષ જેટલો સમય લાગ્યો અને કુલ ૭ હજાર શિલ્પીઓ અને ૩ હજાર બાંધકામ કામદારોએ તેના માટે કામ કર્યંુ. અક્ષરધામનું મુખ્ય મંદિર ૪૨ મીટર ઊંચું, ૯૪ મીટર પહોછું અને ૧૦૬ મીટર લાંબું છે. સમગ્ર સંકુલ ૧૨ હેક્ટર જમીન પર ફેલાયેલું છે. આ સંકુલ તમે પોતે રૂબરૂ જોયું હોય તો પણ, આ પેનોરમામાં તેની વિશાળતાનો તમને બિલકુલ અનોખો અનુભવ થશે.

Courtesy of www.AirPano.ru

હવે આવી રહ્યા છે ફોટો સ્ફિયર…

પેનોરમા ફોટોગ્રાફી શું ખાસ પ્રકારનાં સાધનો અને ટેકનિકલ આવડત ધરાવતા ફોટોગ્રાફર્સ માટે જ કામની બાબત છે? અને આવી ફોટોગ્રાફી શું ફક્ત વિશાળ ધોધ કે સિટી સ્કાયલાઇન જોવા માટે જ ઉપયોગી છે?

બિલકુલ નહીં.


થેન્ક્સ ટુ ગૂગલ અને તેની એન્ડ્રોઇડ સિસ્ટમ, આ સ્પેશિયલ પ્રકારની ફોટોગ્રાફી હવે આપણા માટે પણ કામની છે અને આપણે તેની મદદથી આપણા આખા પરિવારના ગેટ-ટુગેધરની પણ બિલકુલ અનોખી તસવીરો લઈ શકીએ છીએ.

મોટા ભાગના સ્માર્ટફોનમાં સામેલ કેમેરામાં પેનોરમિક ફોટોગ્રાફ્ લેવાની સવલત તો હતી જ, હવે એન્ડ્રોઇડના જેલી બીન ૪.૨ વર્ઝનમાં ફોટો સ્ફિયર તૈયાર કરવાની પણ સવલત ઉમેરાઈ છે.

પેનોરમા અને ફોટો સ્ફિયર વચ્ચે આમ તો નજીવો તફાવત છે. પેનોરમા ફોટોગ્રાફમાં આપણે ડાબેથી જમણે (જમણેથી ડાબી તરફ) વિસ્તરતો અને ઊંચાઈ કરતાં ઘણી વધુ પહોળાઈ ધરાવતો ફોટોગ્રાફ તૈયાર કરી શકીએ છીએ, જ્યારે ફોટો સ્ફિયર ટેક્નોલોજીની મદદથી આપણે ડાબે, જમણે અને ઉપર અને નીચે તરફ વિસ્તરતો ફોટોગ્રાફ લઈ શકીએ છીએ. વાસ્તવમાં આપણે એક સ્થળે ઊભા રહીને આપણી ચોતરફ, ૩૬૦ અંશના ખૂણે જે કંઈ દેખાય એ બધું જ એક તસવીર રૂપે મેળવી શકીએ છીએ!

હજી હમણાં સુધી ગૂગલે આ પ્રકારે, જેલી બીન ૪.૨વાળા સ્માર્ટફોનથી લેવાયેલા ફોટોસ્ફિયર ગૂગલ મેપ પર અપલોડ કરવાની સુવિધા આપી હતી, હવે ફોટો સ્ફિયરનું વ્યૂઇંગ વિજેટ કોઈ પણ વેબસાઇટ પર એમ્બેડ કરવાની પણ સુવિધા આપી છે.

http://maps.google.com/help/maps/streetview/contribute/#all સાઇટ પર જઈ, ગૂગલ મેપ પર અપલોડ થયેલા વિવિધ લોકોના ફોટો સ્ફિયર જોઈ શકો છો.

અમદાવાદના યશ ગોહેલે તૈયાર કરેલો સાબરમતી રીવરફ્રન્ટનો ફોટો સ્ફિયર અને જામનગરના દિવ્યરાજ જાડેજાનો ફોટો સ્ફિયર તમે અહીં જોઈ શકો છો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!