આદિકાળમાં માનવજાતિ કેવી રીતે ઉદભવી તેનો અભ્યાસ કરતા એક નિષ્ણાત ડોન જોહ્નસન અને તેમના વિદ્યાાર્થી ટોમ ગ્રે ઇથિયોપિયામાં માનવની ઉત્પત્તિના પુરાવા શોધી રહ્યા હતા, એ દરમિયાન હાથના અસ્થિના એક ટુકડા પર તેમની નજર પડી.
તેની સાથે પાંસળી, પગ, ખોપરી વગેરેના ટુકડા પણ મળ્યા, જે બધા એક જ હાડપિંજરના અવશેષ હતા. સંશોધનો પછી જાણવા મળ્યું કે એ હાડપિંજર ૩૨ લાખ વર્ષ પહેલાંની એક માદા વાનરનું હતું, જે ઘણે અંશે માનવને મળતું આવે છે. નિષ્ણાતોએ તેને લ્યૂસી નામ અને ‘માનવજાતિની માતા’નું બિરુદ આપ્યું. નિષ્ણાતો કહે છે કે પહેલાં માત્ર દાંતના ટુકડા કે ખોપરીના કોઈ અંશની મદદથી માનવ ઉત્પત્તિ વિશે સંશોધનો થતાં હતાં, પણ હવે તો આપણને આખેઆખું શરીર મળી આવ્યું છે.
વધુ જાણો બીબીસીના આ લેખમાં : http://goo.gl/XUHgL


