જોહ્ન એમ્બ્રોસ ફ્લેમિંગ નામના બ્રિટિશ એન્જિનીયરે જગતની પહેલી વેક્યુમ ટ્યૂબ બનાવી અને તેના પેટન્ટ મેળવ્યા. આગળ જતાં, ફ્લેમિંગે પોતાની શોધ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો એ તો પહેલેથી જાણીતી હતી (થોમસ એડિસને પણ તેના પ્રયોગો કર્યા હતા) એવા ચુકાદા સાથે સર્વોચ્ચ અદાલતે ફ્લેમિંગની યુએસ પેટન્ટ રદ કરી નાખી, પણ આ એક શોધે આધુનિક વાયરલેસ ઇલેક્ટ્રોનિક્સને જન્મ આપ્યો.
ફ્લેમિંગે શોધેલી વેક્યુમ ટ્યૂબ બે ઇલેક્ટ્રોડ્ઝ ધરાવતો ડાયોડ હતો, જેનો રેડિયો, રડાર, શરૂઆતનાં ટેલિવિઝન વગેરેમાં પાયાની ટેક્નોલોજી તરીકે ઉપયોગ થયો. પૂરી અડધી સદી સુધી ઇલેક્ટ્રોનિક્સમાં વેક્યુમ ટ્યૂબનો દબદબો રહ્યો અને પછી છેક સોલિડ સ્ટેટ ટેક્નોલોજીએ તેનું સ્થાન લીધું.
વેક્યુમ ટ્યૂબની કામગીરી વિશે વિગતવાર સમજણ : http://goo.gl/UblYE

