આવી ગયો છે આઇફોન-ફાઇવ
એપલના દાવા પ્રમાણે, આઇફોન પછી આઇફોનમાં બનેલી સૌથી ઘટના એટલે આઇફોન-ફાઇવ. વધુ પાતળી, વધુ હળવી ડિઝાઇન. ૪-ઇંચનો રેટિના ડિસ્પ્લે, અલ્ટ્રાફાસ્ટ વાયરલેસ, ફોનનું પરર્ફોર્મન્સ અને ગ્રાફિકસને લગભગ બમણી સ્પીડ આપતી એ-સિક્સ ચીપ, પેનોરમા ફોટોગ્રાફીની સગવડ આપતો આઇસાઇટ કેમેરા અને છેવટે, વિશ્વની સૌથી એડવાન્સ્ડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ – આઇઓએસ-સિક્સ!
આ બધું એક સાથે ઓફર કરતા આઇફોન-ફાઇવ લોન્ચ થતાંની સાથે તેને લેવા માટે લોકોએ સ્ટોર્સ બહાર કતારો લગાવ્યાના અહેવાલો ચમકવા લાગ્યા છે. સ્ટીવ જોબ્સના દિવસોની યાદ અપાવતા આ નવા આઇફોનનાં ફીચર્સ જોવા માટે અને ખાસ તો, એક પ્રોડક્ટ કેવી સ્લિક રીતે લોકો સમક્ષ મૂકી શકાય એ જોવા માટે પહોંચો આ સાઇટ પર : www.apple.com/iphone/
ફોનનો ઓફિશિયલ વીડિયો જોવા માટે તમારે ક્વિકટાઇમ નામનું એક સોફ્ટવેર (૩૭ એમબી) ડાઉનલોડ કરવું પડશે.

