કમ્પ્યુટરના કી-બોર્ડમાં પાછળની બાજુએ બે નાના પાયા જેવી સગવડ હોય છે, જેના આધાર પર આપણે કી-બોર્ડને આગળની બાજુએ થોડું ઊંચું રાખી શકીએ છીએ, જેથી ટાઇપિંગ સરળ થઈ શકે.
લાંબા ઉપયોગ પછી આમાંનો કોઈ પાયો તૂટી જાય તો આપણે કી-બોર્ડ પાછળ કોઈ આધાર મૂકવો પડે છે. એના બદલે, બીજો પાયો પણ તોડી, બંને જગ્યાએ સાદી પેપર બાઇન્ડર ક્લિપના સળિયાને ભરાવી દો, કી-બોર્ડ ફરી પહેલાં જેવું થઈ જશે!

