[vc_row][vc_column][vc_column_text]
પરંપરાગત રીટેલ શોપ્સ અને મોલ્સની સરખામણીમાં ઓનલાઈન શોપિંગ કેવું વધી રહ્યું છે એ આ એક ઉદાહરણ પરથી બહુ સ્પષ્ટ થાય છે.
અમેરિકામાં વર્ષોથી રીટેલ શોપિંગ ક્ષેત્રે વોલમાર્ટનું લગભગ એકચક્રી શાસન રહ્યું છે. લોકો વર્ષોથી આ કંપનીના મહાકાય સ્ટોર્સમાંથી ખરીદી કરતા રહ્યા છે.
તેની સામે પડેલ એમેઝોનને વોલમાર્ટ જેટલા માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચતા પૂરા ૧૫ વર્ષ લાગ્યાં.
પરંતુ એ પછીના ફક્ત ૨ વર્ષમાં એમેઝોન કંપની તેના આ સૌથી મોટા હરીફ કરતાં લગભગ બમણી ઊંચાઈએ પહોંચી ગઈ!
એમેઝોનના શેર અત્યારે વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યા છે ત્યારે અન્ય રીટેઇલ કંપનીઓ ટકી રહેવા માટે ફાંફા મારી રહી છે.
[/vc_column_text][/vc_column][/vc_row]

