(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આધાર વેરિફિકેશનની હિસ્ટ્રી કેમ તપાસી શકાય?

આધાર આપણા સૌની ઓળખનો એક મજબૂત આધાર હોવા છતાં એના વિશે ગૂંચવણો પણ સતત વધી રહી છે. એક તરફ પાનકાર્ડ, બેન્ક, ટેલિફોન કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડઝ, મોબાઇલ વોલેટ્સ, વીમા કંપનીઓ વગેરે સૌ આપણા ખાતા સાથે પોતાના આધારને લિંક કરવા વારંવાર આપણને જાસા ચિઠ્ઠી મોકલે છે. બીજી તરફ સર્વોચ્ચ અદાલતના આદેશોને પગલે સરકાર આવા  વિવિધ ખાતા સાથે આધારકાર્ડ લિંક કરવાની આખરી તારીખમાં વારંવાર ફેરફાર કરી રહી છે.

સરકાર મિલકતની માલિકી સાથે પણ આધારકાર્ડ લિંક કરવાનો વિચાર કરી રહી છે. આમ માહોલ ગૂંચવણનો છે પણ એક વાત નક્કી છે કે આધાર સંબંધી વિવિધ બાબતો બરાબર સમજ્યા વિના હવે આપણને ચાલે તેમ નથી. આ બધાં પગલાં લાંબા ગાળે દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછો કરવામાં અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શકતા લાવવામાં ચોક્કસ મોટી ભૂમિકા ભજવશે.

આધારનો સૌથી મોટો ઉપયોગ આપણી ઓળખ સાબિત કરવા માટે થાય છે.

એવું પણ બન્યું હશે કે પાછલા થોડા સમયમાં નવો પાસપોર્ટ કઢાવતી વખતે કે નવું મોબાઇલ કનેકશન મેળવતી વખતે આધારકાર્ડથી જ તમારી ઓળખ નિશ્ચિત થઈ હશે પરંતુ હવે આપણે ભૂલી પણ ગયા હશું.

ભૂતકાળમાં આપણી ઓળખની સાબિતી માટે આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે અને આપણી વિગતોનો બીજી કોઈ વ્યક્તિએ ગેરલાભ ઉઠાવ્યો નથી તેની ખાતરી કરવી હોય તો?

આ સવાલના જવાબ મેળવવા માટે નીચેના પગલાં લો.

  • યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)ની વેબસાઇટ પર હિસ્ટ્રીના આ પેજ પર જાઓ https://resident.uidai.gov.in/notification-aadhaar.
  • અહીં તમારો આધાર નંબર આપો અને કેપ્ચામાં દેખાતો સિક્યોરિટી કોડ લખો.
  • હવે તમે આધારમાં રજિસ્ટર કરાવેલા મોબાઇલ પર એક ઓટીપી આવશે.
  • બીજી તરફ આધારની વેબસાઇટ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીનું પેજ ખુલશે.
  • આ પેજ પર તમે ‘ઓથેન્ટિકેશન ટાઇપ’ નક્કી કરી શકો છો એટલે કે તમારું કઈ રીતે ઓથેન્ટિકેશન કરવામાં આવ્યું હતું તે જણાવી શકો છો. અહીં આપણે ઓલ પસંદ કરીને આગળ વધીએ.
  • અહીં પાછલા છ મહિનાનો રેકોર્ડ જોઈ શકાતો હોવાથી ‘ફ્રોમ’માં છ મહિના પહેલાંની તારીખ અને ‘ટુ’માં ગઈ કાલની તારીખ લખીને આગળ વધો.
  • આપણે વધુમાં વધુ ૫૦ રેકોર્ડસ જોઈ શકીએ છીએ.
  • મોબાઇલમાં આવેલો ઓટીપી આપતાં આપણે જણાવેલા સમયગાળામાં આપણી આધાર વિગતોનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો હતો તે જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!