(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપમાં ઉમેરાઈ રહ્યો છે એક સિક્રેટ કોડ

તમે કદાચ જાણતા હશો કે આપણે પોતાની વોટ્સએપ એપને ફિંગરપ્રિન્ટથી લોક કરી શકીએ છીએ. પછી તેમાં અલગ અલગ ચેટને લોક કરવાની સગવડ ઉમેરાઈ અને હવે સિક્યોરિટીના વધુ એક લેયર તરીકે, ‘સિક્રેટ કોડ’ પણ આવી પહોંચ્યો છે!

આખી એપના લોકની વાત કરીએ તો, આપણે એપ સેટિંગ્સમાં, પ્રાઇવસી સેકશનમાં જઇને સમગ્ર એપને ફિંગરપ્રિન્ટથી લોક કરી શકીએ છીએ. એ પછી આપણે જ્યારે પણ વોટ્સએપ એપ ઓપન કરવી હોય ત્યારે તેને પોતાની ફિંગરપ્રિન્ટથી ઓપન કરવી જરૂરી  છે.

એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો વોટ્સએપને લોક કર્યા પછી તેના નોટિફિકેશન્સમાં મેસેજ મોકલનારનું નામ તથા મેસેજની ટેકસ્ટ  દેખાય કે નહીં તે પણ નક્કી કરી શકીએ છીએ.

એન્ડ્રોઇડમાં  વોટ્સએપ તથા અન્ય એપ્સને લોક કરવા માટે થર્ડ પાર્ટી એપ્સ  પણ ઉપલબ્ધ છે. પરંતુ મૂળ એપમાં જ આવી સુવિધા ઉપલબ્ધ હોય તો તેનો લાભ લેવો વધુ સારો છે.

આ પછી, આ વર્ષની શરૂઆતમાં, વોટ્સએપમાં અમુક નિશ્ચિત વ્યક્તિ કે ગ્રૂપ સાથેના ચેટિંગને ફરી લોક કરવાની પણ સગવડ મળી. મતલબ કે આખી વોટ્સએપને એપને ફિંગરપ્રિન્ટથી લોક કરી હોય કે ન હોય, આપણે અલગ અલગ ચેટને લોક કરી શકીએ છીએ.

અત્યાર સુધી આ રીતે નિશ્ચિત ચેટને લોક-અનલોક કરવા માટે ફિંગરપ્રિન્ટનો જ ઉપયોગ થતો હતો, પરંતુ ગયા મહિનાથી વોટ્સએપે તેમાં સિક્યોરિટીનું હજી વધુ એક લેવલ ઉમેર્યું છે. હવે આપણે અમુક નિશ્ચિત ચેટને યુનિક ‘સિક્રેટ કોડ’થી પણ લોક કરી શકીએ છીએ.

એ કારણે આપણો ફોન અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આવે અને સમગ્ર વોટ્સએપ  લોક્ડ ન હોય તો પણ તેઓ આપણે લોક કરેલી નિશ્ચિત ચેટ જોઈ શકતા નથી.

આ સગવડ હજી હવે લોન્ચ થઈ રહી છે, તમને એપમાં આ સગવડ મળી જાય એ પછી, કોઈ ચેટને લોક કરવી હોય ત્યારે તેને ઓપન કરીને ફક્ત લોંગ પ્રેસ કરીને અથવા ચેટના ઇન્ફર્મેશન પેજમાં જઇને તેને લોક કરી શકાશે. એ પછી આપણે ઇચ્છીએ તો એ ચેટને પોતાના ચેટલિસ્ટમાંથી હાઇડ કરી શકીએ છીએ.

એ પછી જ્યારે પણ હાઇડ કરેલી લોક્ડ ચેટ જોવી હોય ત્યારે સર્ચ બારમાં ફક્ત પેલો પહેલેથી નક્કી કરેલો સિક્રેટ કોડ ટાઇપ કરવાનો રહે છે. જોકે આ પાસવર્ડ યાદ રાખવો બહુ જરૂરી છે. એ પણ યાદ રાખવા જેવું છે જો તમારું વોટ્સએપમાં બહુ સિક્રેટ ચેટિંગ થતું ન હોય તો આવી બધી ઝંઝટમાં પડવા જેવું નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!