(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોન સેરવીને યૂઝરનાં ખાતાં ખાલી કરવાનો કિમિયો

અમેરિકામાં ઠગ લોકો એક સાદી ટ્રિકથી આઇફોન પર કંટ્રોલ મેળવતા હતા, હવે એ મુશ્કેલ બન્યું છે.

જેલની સજા થયા પછી ઘણા ગુનેગારોનું હૃદય પરિવર્તન થતું હોય છે. એવો જ એક કિસ્સો અમેરિકામાં બહાર આવ્યો. આ કેસમાંં ગુનેગાર માંડ ૨૬ વર્ષનો છે અને તેને સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ગુનેગાર ઠર્યા પછી આઠેક વર્ષની જેલની સજા થઈ છે. સજા થયા પછી તેણે એક અખબારને ઇન્ટરવ્યૂ આપ્યો અને પોતે કેવી તરકીબ વાપરીને લોકોને છેતરતો હતો તેની વિગતવાર વાત કરી! આવું હૃદય પરિવર્તન કેમ થયું તેવા સવાલના જવાબમાં એ કહે છે કે ‘‘મને ઓલરેડી સજા થઈ ગઈ છે. મને લાગ્યું કે મારે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.’’

આ ગુનેગારનું નામ એરન જોન્સન. એરન વાત વાતમાં થોડી વાર માટે લોકોના આઇફોન કે આઇપેડ પોતાના હાથમાં લેતો હતો અને પછી સાવ નજીવી લાગે તેવી કરામત કરીને એ ડિવાઇસ પર પોતાનો કંટ્રોલ મેળવતો હતો. આવા કીમિયા કરીને તેણે ઓછામાં ઓછા ત્રણ લાખ ડોલર સેરવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. જો કે એરન કહે છે કે કુલ આંકડો ઘણો મોટો હશે. ઓછામાં ઓછા ૧૦ થી ૨૦ લાખ ડોલર!

તો, એરને પોતે કહ્યા મુજબ એ કેવો કરતબ અજમાવતો હતો? એરન કહે છે કે એ મોટા ભાગે બાર કે ક્લબમાં જઇને કોલેજ સ્ટુડન્ટને ટાર્ગેટ કરતો હતો. તેમાં પણ છોકરાઓ કેમ કે એરનના મતે છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધુ સજાગ હોય છે અને એ સહેલાઈથી વાતચીતમાં ફસાતી નથી.

એરન કહે છે કે એ જેમને દારૂ ચઢી ગયો હોય એવા લોકોની પાસે જઇ તેમની સાથે વાતચીત શરૂ કરતો અને વાત વાતમાં તેમની સાથે સ્નેપચેટ પર કનેક્ટેડ રહેવાની ઓફર કરતો હતો. આવે સમયે તે સિફતથી ટાર્ગેટનો આઇફોન માગતો અને કહેતો કે એ પોતે જ સ્નેપચેટમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી આપશે.

નશામાં ધૂત ટાર્ગેટને ખબર ન પડે કે શું ચાલી રહ્યું છે. એ બેધ્યાનપણે પોતાનો ફોન એરનને પકડાવી દે. દેખીતી રીતે આઇફોન લોક્ડ હોય એટલે એરન નિર્દોષપણે પાસકોડ પૂછે અને ટાર્ગેટ બીજી ભૂલ કરે. એ પોતાનો પાસકોડ કહી દે.

એરનને આટલું જ જોઇતું હોય. એ પાસકોડ યાદ રાખી લે અને આઇફોનમાં ઘૂસ્યા પછી તેના ટાર્ગેટને ખબર પડે તે પહેલાં ધડાધડ ટાર્ગેટના આઇફોનમાં તેનો એપલ આઇડી પાસવર્ડ બદલી નાખે. ‘ફાઇન્ડ માય આઇફોન’ જેવાં ફોનને ટ્રેક કરી શકાય તેવાં ફીચર ડીએક્ટિવેટ કરે અને તેનો પોતાનો ફેસઆઇડી એક્ટિવેટ કરી દે! આટલું કરતાં એરનને ટાર્ગેટના બધા પાસવર્ડ ધરાવતી આઇક્લાઉડ કીચેઇન વ્યવસ્થાની એક્સેસ પણ મળી જાય.

આઇફોનની બધી સિક્યોરિટી પર કંટ્રોલ મેળવ્યા પછી એરન ફોનમાં બેંકિંગ તથા ક્રિપ્ટોકરન્સીની કોઈ એપ હોય તો તે શોધવા લાગે. સાથોસાથ ફોનમાંની નોટ્સ, ફોટોઝ એપ ઓપન કરીને તેમાં સોશિયલ સિક્યોરિટી નંબર જેવું કંઈ શોધવામાં લાગી જાય.

એરનને જોઇતી બધી વિગતો મળી જાય એ પછી એ બેંક એકાઉન્ટ ખાલી કરવાનું શરૂ કરે અને તક મળે તો સ્ટોરમાં પહોંચીને એપલ પે સિસ્ટમની મદદથી ધડાધડ ખરીદી કરી લે.

એરન કહે છે કે નસીબ સારું હોય તો એ એક વિકએન્ડમાં ૩૦ જેટલા આઇફોન અને આઇપેડમાં આવી કરામત કરી લેતો હતો.

આઇફોનમાં ‘સ્ટોલન ડિવાઇસ પ્રોટેક્શન’

એ ખાસ નોંધવા જેવું છે કે એરનની આવી ટ્રિક્સ હવે કામ લાગે તેમ નથી. એપલ કંપનીએ આઇઓએસના ૧૭.૩ વર્ઝનથી ‘સ્ટોલન ડિવાઇસ પ્રોટેકશન’ નામે એક ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને કારણે જ્યારે કોઈ આઇફોન કે આઇપેડ જેવા ડિવાઇસમાં, જે તે યૂઝરના હોમ અને ઓફિસ જેવાં રોજિંદાં લોકેશનથી અલગ, અજાણ્યા લોકેશન પરથી આઇફોન કે આઇપેડનો પાસવર્ડ અને ફેસઆઇડી કે ફિંગરપ્રિન્ટઆઇડી જેવી વિગતો બદલવામાં આવે તો એ ફેરફાર સમયે યૂઝરે પોતાની વધુ વિગતો આપવી પડે છે. જેમ કે પાસકોડ બદલવાનો પ્રયાસ કરવામાં આવે તો યૂઝરની બાયોમેટ્રિક્સ વિગતોથી ફરી ઓથેન્ટિકેશન કરવું પડે. ઉપરાંત, આ ફેરફાર તરત અમલમાં આવતો નથી. નિશ્ચિત સમયના વિલંબ પછી ફેરફાર એક્ટિવેટ થઈ શકે છે.

આ ફીચરનો લાભ લેવા માટે, જો તમારા આઇફોનમાં આઇઓએસ 17.3 બીટા વર્ઝન હોય, તો સેટિંગ્સ એપમાં જાઓ. તેમાં ‘ફેસ આઇડી એન્ડ પાસકોડ (અથવા ટચ આઇડી અને પાસકોડ) પર ક્લિક કરો. તેમાં ‘સ્ટોલન ડિવાઇસ પ્રોટેક્શન’માં જઈ તેને ઓન કરી દો.

આખી વાતનો સાર એ કેે ભલે આપણે ભલે નશામાં ધૂત ન રહેતા હોઇએ, આપણો આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન ક્યારેય કોઈ અજાણ્યા માણસના હાથમાં સોંપવો નહીં અને પોતાનો પાસવર્ડ તો બિલકુલ આપવો નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!