ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫
વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં પોતાનું પ્રદાન આપી શકે.
એ રીતે વિકી-સાઇટ દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોનું સહિયારું સર્જન બની રહે. સાઇટની શરુઆત કરનાર વોર્ડ કનિંગહામના મનમાં હવાઈ ટાપુની મુલાકાત વખતે કાને પડેલો શબ્દપ્રયોગ વિકીવિકી વસી ગયો હતો. તેનો અર્થ હતો : ફટાફટ કે ઝડપી. સહિયારા પ્રદાનના સિદ્ધાંત પર ચાલતી વેબસાઇટો વિકીના લટકણીયાથી ઓળખાય છે – ચાહે તે વિકિપીડિયા હોય કે વિકીલિક્સ. સામૂહિક લેખન-સંપાદનને કારણે ખરાઈને લગતા પ્રશ્ર્નો હોવા છતાં ઇન્ટરનેટનો મુક્ત મિજાજ વિકી-સાઇટમાં સોળે કળાએ પ્રતિબિંબિત થાય છે.
અવનવી વિકી સાઇટ્સ : http://goo.gl/JMRFv

