‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬
ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી.
શરૂઆતમાં twttr તરીકે ઓળખાતી આ સેવાએ પક્ષીઓના કલબલાટ માટે વપરાતા ‘ટ્વીટ’ શબ્દનો અર્થ ધરમૂળથી બદલી નાખ્યો અને અંગ્રેજી ભાષાને, ‘ટ્વીટરવર્સ’ (ટ્વીટરજગત) જેવો નવો શબ્દ આપ્યો. ટ્વીટર પર હવે રોજના લાખોની સંખ્યામાં માણસો સાર્થક-નિરર્થક તમામ પ્રકારનો કલબલાટ મચાવે છે. ‘ટ્વીટર’ પર નબળી ક્ષણોમાં કંઈક લખ્યા પછી નેતાઓને હોદ્દા ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ઇજિપ્તની ક્રાંતિ અને અન્ા-આંદોલન જેવા પ્રસંગે તેનાં પહોંચ-પ્રભાવ જોયા પછી સત્તાધીશો પણ પોતાનાં ટ્વીટર-ખાતાં ખોલતા થયા છે.
ટ્વીટર વિશે વધુ જાણો : http://goo.gl/bjb8M
