(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ ‘ગેમિફિકેશન’ વળી શું છે?

એપ્સ ગેલેરી સેક્શનમાં સામાન્ય ટુડુ લિસ્ટનું ‘ગેમિફિકેશન’ કરતી એપ વિશે વાંચીને, આ ‘ગેમિફિકેશન’ એટલે એક્ઝેક્ટલી શું, એવો સવાલ થયો? તો વાંચો આગળ!

અગાઉ (અને કદાચ હજી પણ!) નાનું છોકરું ખાવાપીવામાં કજિયા કરે ત્યારે મમ્મી એને ખવડાવવામાં રમતની ગમ્મતનો ટવીસ્ટ ઉમેરે. કોળિયો હવામાં ઊડીને આવતું પ્લેન બને અને છોકરું હોંશે હોંશે કોળિયા ભરવા લાગે!

કોઈ પણ ન ગમતી પ્રવૃત્તિને રમતનું સ્વરૂપ આપીને ધાર્યાં પરિણામ લાવવાનો આ કન્સેપ્ટ – ગેમિફિકેશન – આજના ટેક્નોલોજી યુગમાં નવાં નવાં સ્વરૂપ લઈ રહ્યો છે. ગેમિફિકેશનનો ઉપયોગ ટેક્નોલોજી પૂરતો સીમિત નથી, પણ ટેક્નોલોજીની મદદથી ગેમિફિકેશન ઘણું વધુ સહેલું અને અસરકારક બની રહ્યું છે એ નક્કી.

અત્યારે ફિટનેસ એપ, મ્યુઝિક કે અન્ય કોઈ પણ બાબત શીખવતી એપ્સ વગેરે તમામમાં ગેમિફિકેશનનો કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે.

તમે સ્કૂલમાં હો, કોલેજમાં હો કે કરિયરમાં નવી નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યા હો, તમે ગેમિફિકેશનનાં વિવિધ સ્વરૂપના પરિચયમાં આવ્યા જ હશો, પણ કદાચ તેના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. હા, એવું  પણ બની શકે કે તમે કરિયરના એવા તબક્કે પહોંચી ગયા હો, જ્યાં તમે તમારી પ્રોડક્ટ, સર્વિસ કે લર્નિંગ/ટ્રેનિંગ કન્ટેન્ટને વધુ ઇફેક્ટિવ બનાવવા તેના ગેમિફિકેશનનો વિચાર કરવા લાગ્યા હો!

અત્યારે ફિટનેસ એપ, મ્યુઝિક કે અન્ય કોઈ પણ બાબત શીખવતી એપ્સ, ઇ-લર્નિંગ કન્ટેન્ટ વગેરે તમામમાં ગેમિફિકેશનનો કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે.

સ્ટેપ, સેટ, ગો (https://www.stepsetgo.com/) નામની એક ફિટનેસ એપની ટેગલાઇન જ એ છે કે તે, ભારતની પહેલી એવી એપ છે, જે તમને ફિટ રહેવા બદલ ઇનામ આપે છે!  તમારે આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવાની, પછી જ્યારે મરજી પડે કે મોકો મળે ત્યારે ચાલવા નીકળી પડવાનું. દર એક હજાર ડગલાં માટે તમને એક ‘સ્ટેપ, સેટ, ગો’ કોઈન મળે. ખુલ્લા વાતાવરણમાં ચાલવા નીકળો તો તેનો પા કોઇન વધુ મળે. આવા કોઇન્સ એકઠા કર્યા પછી ‘સ્ટેપ, સેટ, ગો બાઝાર’માં આ કોઇન્સથી મનગમતી ચીજવસ્તુ ખરીદી શકાય!

ડૉક્ટરે ચાલવાનું કહ્યું હોય તો એ સલાહ કદાચ ન માનીએ, પણ આવી વાત જાણી-વાંચીને ચાલવાનો ચોક્કસ ઉત્સાહ જાગે. એ જ કારણે લગભગ બધી ફિટનેસ એપ સોશિયલ મીડિયાની ગરજ પણ પૂરી કરી છે.

તમે ચાલો અને પોતાનો સ્કોર સૌ સાથે શેર કરો!

ગેમિફિકેશનના ફાયદા
  • તેનાથી યૂઝરને વધુ સારી રીતે એન્ગેજ કરી શકાય છે.
  • યૂઝર પોતે ગોલ સેટ કરી શકે છે.
  • તેને ચેલેન્જ મળતાં, કરી બતાવવાનો ઉત્સાહ જાગે છે.
  • ટાર્ગેટ્સ નક્કી કર્યા પછી તેને અચીવ કરવાનું પ્રોત્સાહન મળે છે અને છેવટે ખરેખર રિવોર્ડ્સ મળે છે.

બાળકોને અભ્યાસમાં મદદ કરતી ઘણી એપ કે વેબ સર્વિસીઝ લર્નિંગ કન્સેપ્ટસને પણ આ રીતે ગેમમાં ફેરવી નાખે છે.

ઘણી કોર્પોરેટ કંપનીઝ પોતાના કર્મચારીઓને ફિટ અને એક્ટિવ રાખવા તેમની વચ્ચે ફિટનેસ કોમ્પિટીશન યોજે છે. એમાં જજ કે રેફરીનું કામ સંભાળે છે સ્માર્ટફોનની એપ્સ. કર્મચારીઓએ ચોક્કસ ફિટનેસ એપનો નિશ્ચિત દિવસો માટે ઉપયોગ કરવાનો, એ સમયગાળામાં સૌથી વધુ ડગલાં ચાલનાર કર્મચારી કે કલેક્ટિવલી, જે તે ડિપાર્ટમેન્ટની ટીમ જીતે! સારી રીતે કામ થાય, સ્વાસ્થ્ય જળવાય અને છતાં કંટાળો ન જાગે!


સૌને આવી રમત રમવી ગમે છે, પણ ગેમિફિકેશનની પ્રોસેસ રમત વાત નથી. તેમાં જુદી જુદી ઘણી ચેલેન્જ છે.

સૌથી પહેલાં તો આખી વાત ખરેખર માત્ર મસ્તીની વાત બનવી ન જોઈએ.

  • મૂળ મુદ્દા સાથેનું કનેક્શન તો રહેવું જ જોઈએ.
  • એ પછી, તેમાં ટાર્ગેટ્સ સેટ કરવાં,
  • પ્રોગ્રેસ યોગ્ય રીતે ટ્રેક કરવી,
  • એક જ મુદ્દા કે પ્રોજેક્ટમાં સંકળાયેલા લોકો વચ્ચે રમાતી ‘ગેમ’માં સૌ વચ્ચેની હરીફાઇ શક્ય બનાવવી,
  • તેને સૌ માટે પારદર્શક બનાવવી,
  • છેવટે ગેમના વિજેતા નક્કી કરવાની રીત નક્કી કરવી,
  • વિજેતા જાહેર કરવા અને તેમને ઇનામ આપવાં…

આ બધું આજની ટેક્નોલોજી ઘણું સહેલું બનાવી દે છે!

એટલે હવે પછી આવી કોઈ ‘ગેમ’માં ભાગ લો ત્યારે તેની પાછળનાં આ પાસાંઓનો પણ વિચાર કરજો અને નસીબજોગે, ટેક્નોલોજી-ડ્રિવન ગેમિફિકેશનની પ્રોસેસમાં સંકળાવાની તક મળે, તો એની મજા પણ લૂંટજો! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!