(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે?

ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે…

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટનું વજન મપાતું હોય છે.

ગુજરાતનાં ગામડાંઓમાં ગામના ચોરે, વડલાના ઓટલે બેઠાં બેઠાં ગામના મોભીઓ અલકમલકની વાતો કરે એનાથી વડદાદાને શો ફાયદો થતો હશે એ તો વડલાને વાચા ફૂટે તો આપણને ખબર પડે, પણ આ જ પ્રવૃત્તિ જો લોકો ઇન્ટરનેટ પર ફેસબુકના ઓટલે ચઢીને કરે તો ફેસબુકને કેટલો ફાયદો થાય એ હવે સૌને જાણવા મળ્યું છે – થેંક્સ ટુ ફેબ્રુઆરી ૨૦૧૨ની પહેલી તારીખે ફેસબુક કંપનીએ ફાઈલ કરેલી ઇનિશિલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટેની અરજી!

‘સાયબરસફર’ કોલમ શરુ‚ થઈ અને ત્યાર પછી તેની વેબસાઇટ બની ત્યારથી આજ સુધીમાં સૌથી વધુ પુછાતો પ્રશ્ન ઇન્ટરનેટ પર કમાણી અંગેનો છે. સૌથી પહેલો પ્રશ્ર્ન એ પુછાય કે ઇન્ટરનેટ પરથી આપણે કમાણી કઈ રીતે કરી શકીએ? એો નકારાત્મક કે નિરાશાજનક જવાબ મળે એટલે બીજો સવાલ આવે કે, ‘અચ્છા, તો ગૂગલ, ફેસબુક વગેરે બધું મફત આપે છે તો એ કઈ રીતે કમાણી કરે છે?’ સવાલ વાજબી છે, ણ એમાુંં તથ્ય અધકચરું છે. ગૂગલ કે ફેસબુક જેવી કપનીઓ બધું મફત આપતી નથી. અને ઘણું ખરું મફત આપે છે એ વાત સાચી, પણ તેના જોર પર અનેક કંપનીઓ એવું જબરજસ્ત પ્લેટફોર્મ તૈયાર કરે છે કે તે ચિક્કાર કમાણી કરી શકે છે.

ઇન્ફર્મેશન ટેક્લોનોજીના સતત વધતા પ્રભાવ સો વિશ્વનું ર્અતંત્ર એ કમાણીના માપદંડો પણ બદલાઈ રહ્યા છે. આઇટીની સુર એક્સપ્રેસ હાઈવે તૈયાર થયા પછી અમેરિકાી સિલિકોન વેલીમાં એ એની ભારતીય આવૃત્તિ જેવા બેંગાલૂરુ અને હૈદરાબાદમાં અનેક સોફ્ટવેર કંપનીઓ વિકસી અને તેમની પ્રગતિએ વિશ્વના અર્થતંત્રમાં રીતસર બે જાતના ભાગ પાડી દીધા, એક જે વર્ષોથી કાચો માલ, કારીગરો અને વિશાળ કારખાનાની મદદથી જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરતા હતા તેવા રંરાગત ઉદ્યોગો અને બીજો વર્ગ તે, ઘણું ખરું માત્ર બુદ્ધિશક્તિન ઉપયોગ કરીને કમાણી કરતો વર્ગ. એક જમાનામાં એવું કહેવાતું કે પૈસો કમાવવો હોય તો ખોટું કર્યા વિના ચાલે જ નહીં. ઔદ્યોગિક સામ્રાજ્યો કંઈક કાળાં કરતૂતોના પાયા પર જ રચી શકાય. એ માન્યતાને આઇટી કંપનીઓએ ખોટી પાડી – આ કંપનીઓમાં ચિક્કાર કમાતા સોફ્ટવેર એન્જિયિર્સની કમાણી વિશે ‘નો ગિલ્ટ ઇન્કમ’ કંઈક ખોટું કરીને કમાણી કરી હોવાના અરાધભાવ વગરી કમાણી એવો શબ્દપ્રયોગ પણ પ્રચલિત થયો.

બધી આઇટી કંપની ‘નો ગિલ્ટ ઇન્કમ’ કરે છે કે કેમ તે આપણે ખબર નથી, ફેસબુકના સ્થાપક માટે પણ કહેવાય છે કે એક દુશ્મનો ઊભા કર્યા વિના તમે એક મિત્રો બનાવી ન શકો. એ સત્ય કદાચ ક્યારેય પ્રકાશમાં નહીં આવે, પણ જેટલું જાણીતું થયું છે એ જાણવા જેવું છે. પહેલા ફેસબુકનો ઇતિહાસ થોડો તપાસીએ (જુઓ બાજુું બોક્સ). કોલેજ સ્ટુડન્ટ માર્ક ઝરકબર્ગે મિત્રોના સાથમાં ફેબ્રુઆરી ૨૦૦૪માં ધફેસબુકની શરુ‚આત કરી, અને બીજા કોલેજ સ્ટુડન્ટ્સમાં આ આઇડિયા સારો એવો લોકપ્રિય થયો તો પણ માર્કને પોતાના ફેસબુકની સફળતામાં બહુ વિશ્વાસ નહોતો. એણે તો ૨૦૦૪માં ફેસબુક કોઈ મોટી કંપનીને વેચી દઈને બીજો પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચાર્યું હતું. ત્યારે વેચાણની વાત તો જામી નહીં, પણ પછી ફેસબુક પોતે એટલું જામી પડ્યું કે પછીનાં વર્ષોમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, માયસ્પેસ, યાહૂ વગેરે દરેક કંપનીએ ફેસબુક ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે અને કોઈની કારી ફાવી નથી.

એનું કારણ એ છે કે અત્યારે સોશિયલ નેટવર્કિંગમાં ફેસબુકને કોઈ પહોંચી શકે તેમ નથી. ફેસબુકની આઇપીઓ અરજીમાં જણાવાયેલી વિગતો પ્રમાણે, લોકોને ફેસબુકની કેવી આદત પડી છે એનો અંદાજ એ વાતમાંથી આવશે કે માત્ર ડિસેમ્બર ૨૦૧૧માં લોકોએ દરરોજ કુલ ૯.૭ અબજ મિનિટ ફેસબુક પર ગાળી હતી! ડિસેમ્બર ૩૧, ૨૦૧૧ની સ્થિતિ મુજબ ફેસબુક પર ૧૦૦ અબજ ફ્રેન્ડ્ઝ કનેક્શન થયાં છે (પૃથ્વીની વસતિ કેટલી? માંડ સાત અબજ!) ગૂગલના જૂન ૨૦૧૧ના આંકડા બતાવે છે કે ફેસબુક પર દર મહિને એક ટ્રિલિયન પેજીસ જોવામાં આવે છે.

હવે ફેસબુક પર એક્ટિવ એવા તમામ લોકો જાણે છે કે તેઓ ફેસબુક પર મોટા ભાગે બધું જ બિલકુલ ફ્રીમાં કરી શકે છે, તો પછી ફેસબુક અત્યારે ૧૦૦ અબજ ડોલરની કંપની થઈ હોવાનું કહેવાય છે, તે ચમત્કાર કેવી રીતે થયો?

હકીકત એ છે કે ૨૦૦૪માં શરુ થયેલા ફેસબુકે છેક ૨૦૦૯ના અંત ભાગમાં નફો કરવાની શરૂઆત કરી. ત્યાં સુધી તેમાં વિવિધ રોકાણકારો સતત નાણાંનું રોકાણ કરતા રહ્યા. સૌથી પહેલાં, દુનિયાભર માટે ઇન્ટરનેટ પર નાણાં લેવડદેવડ સહેલી બનાવી દેનારી પે-પાલ કંપનીના સહસ્થાપકે ૨૦૦૪માં માર્ક ઝકરબર્ગને પાંચ લાખ ડોલર ધીર્યા. એક વર્ષમાં ફેસબુકે બીજા ૧.૨૭ કરોડ ડોલરનું ફંડિગ મેળવ્યું. પછીનાં પાંચ વર્ષમાં જર્મનીની એક ઇન્ટરનેટ કંપની, હોંગકોંગના એક અબજોપતિ, સિલિકોન વેલીની એક કંપની, રશિયાની એક કંપની વગેરેએ ફેસબુકમાં રોકાણ કર્યું. . ત્યાં સુધી ફેસબુકે કોઈ નફો કર્યો નહોતો.

ફેસબુકને ૨૦૦૬માં મોટો બ્રેક મળ્યો અને માઇક્રોસોફ્ટ કંપની ફેસબુક પર માત્ર તેની જ બેનર એડ્સ દેખાય એ શરતે ફેસબુકમાં ૨૪ કરોડ ડોલરનું રોકાણ કર્યું. જાન્યુઆરી ૨૦૧૦થી ફેસબુકે બીજી કંપનીઓની એડ પણ લેવાનું શરૂ કર્યુ અને ફેસબુકના યુઝર્સ જે તે જાહેરાત પર ક્લિક કરીને એ જાહેરાત આપનારી કંપનીે લાઇક કરી શકે કે તેના ફેન બની શકે એવી સગવડ ઉમેરી.


ધીમે ધીમે ફેસબુક પર આવી જાહેરાતોનું પ્રમાણ વધ્યું. તમે નોંધ્યું હોય તો અત્યાર સુધી પેજની જમણે બે-ત્રણ કે ચારેક એડ જોઈ શકાતી હતી, હવે ફેસબુકે સાત-સાત જાહેરાત બતાવવાનું શરુ કર્યુ છે.

ફેસબુકને મુખ્ય ત્રણ સ્રોતમાંથી કમાણી થાય છે : ૧. જાહેરાતો, ૨. એપ્લિકેશન્સ, ૩. ક્રેડિટ્સ. ફેસબુક પર જાહેરાત મૂકવાનું જેટલું સહેલું છે, તેમ જુદા જુદા કીવર્ડ, ઉંમર, સ્થળ અને ‘લાઇક્સ‘ના માપદંડો એ બજેટ પ્રમાણે તમારી એડ દશર્વિી શકો છો. વિશ્વની લગભગ ૮૦ ટકા મોટી કંપનીઓએ પોતાનાં ફેસબુક પેજ ખોલ્યાં હોવાનો અંદાજ છે. આ કંપનીઓ પોતાના ફેસબુક પેજ પર કે સાઇટ પર ટ્રાફિક વધે કે ફ્કત બ્રાન્ડ સૌથી નજરમાં રહે એ માટે ફેસબુક પર એડ આપે છે.

એપ્લિકેશન્સ એ ફેસબુક પર જોવા મળતી વિવિધ સુવિધાઓ છે. ફેસબુક પોતે એક પ્લેટફોર્મ છે, જેા ર એટલી મોટી સંખ્યામાં સભ્યો છે કે દુયિાભરી વિવિધ સોફ્ટવેર કંપનીઓ, ખાસ કરીને ગેમિંગ કંપનીઓ આ પ્લેટફોર્મો લાભ લેવા ઇચ્છે છે. ફેસબુક, સાદા શબ્દોમાં કહીએ તો, આ કંપનીઓ પોતાનું પ્લેટફોર્મ ભાડે છે આપે તેમાંથી તગડી કમાણી કરે છે.

ફેસબુક પર ઘણી એપ્સી ગેમ્સ રમવા માટે કે વર્ચ્યુઅલ ચીજવસ્તુઓી ખરીદી કરવા માટે તમારે ફેસબુક ક્રેડિટ્સ એટલે કે એક પ્રકારી વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવો પડે. ફેસબુક આમાંથી પણ કમાય છે.

જોકે હાલ દુનિયા ભલે બ્લૂ રંગે રંગાઈ ગઈ હોય, ઝકરબર્ગી ઝાકઝમાળ કેટલું ટકે છે એ જોવું રસપ્રદ રહેશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે અનેક કંપનીઓ કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટનું વજન મપાતું હોય છે, એ યાદ રાખવા જેવું છે!

ફેસબુકની પાસબુક

  • ફેસબુકના સહસ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ ૨૦૧૩થી માત્ર એક ડોલરનો પગાર મેળવશે.
  • ફેસબુકની કુલ આવકમાંથી ૧૨ ટકા આવક ઝિંગા ગેમ્સમાંથી આવે છે.
  • ફેસબુકે અત્યાર સુધીમાં ૧૫ કંપનીઓ એક્વાયર કરી છે.
  • ૨૦૧૦ કરતાં ૨૦૧૧માં ફેસબુકની નેટ આવક (એટલે કે નફો) ૩૯.૪ ટકા વધી છે.
  • ફેસબુકના ૭૫ ટકા વપરાશકારો યુએસ બહારના છે, પણ તેની ૫૬ ટકા આવક યુએસમાંના એડ્વટર્ઇિઝર્સ અને પ્લેટફોર્મ ડેવલપર્સ પાસેથી થાય છે.
  • ફેસબુકના વિશ્ર્વભરના કર્મચારીઓની સંખ્યા અત્યારે ૩૨૦૦ પર પહોંચી ગઈ છે.
  • વર્ષ ૨૦૧૧માં ફેસબુકની નેટ આવક (એટલે કે નફો) એક અબજ ડોલરના આંકડે પહોંચી.
  • ૨૦૧૧ના અંતે ફેસબુક પાસે ચારેક અબજ ડોલર જેટલી રોકડ કે વેચીને રોકડ કરી શકાય તેવી સંપત્તિ જમા થઈ છે.
  • હાલના આઇપીઓમાંથી ફેસબુક પાંચ અબજ ડોલર ઊભા કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!