(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તપાસો તમારી વર્ડની આવડત

કાગળ ને પેનથી થઈ શકે એવાં ઘણાં ખરાં કામ હવે માઇક્રોસોફ્ટ કંપનીના વર્ડ પ્રોગ્રામમાં થય છે. આ પ્રોગ્રામી કેટલીક પાયાની બાબતો વિશે તમે કેટલુંક જાણો છો? તપાસી જુઓ!

૧. સેવ કરેલી ફાઇલ શોધીને જોવી હોય તો

  1. ક્લોઝ કમાન્ડ પસંદ કરો
  2. ન્યૂ કમાન્ડ પસંદ કરો
  3. સેવ કમાન્ડ પસંદ કરો
  4. ઓપન કમાન્ડ પસંદ કર

૨. તમે જેના પર કામ કર્યું એ ડોક્યુમેન્ટને ફાઈલ ‚ને સાચવવા

  1. સેવ કમાન્ડ પસંદ કરો
  2. ન્યૂ કમાન્ડ પસંદ કરો
  3. ન્યૂ બ્લેન્ક ડોક્યુમેન્ટ પર ક્લિક કરો
  4. સ્ટાન્ડર્ડ ટૂલબાર પર ઓપન બટન પર ક્લિક કરો

૩. વર્ડમાંથી વ્યવસ્થિત રીતે એક્ઝિટ થવું હોય તો

  1. ન્યૂ કમાન્ડ પસંદ કરો
  2. એક્ઝિટ કમાન્ડ પસંદ કરો
  3. કમ્પ્યુટરને ટર્ન ઓફ કરો
  4. એસ્કેપ બટન દબાવો

૪. અક્ષરો કઈ કી પ્રેસ કરવાથી ભૂંસી શકાય?

  1. એન્ટર કી
  2. શિફ્ટ કી
  3. એસ્કેપ કી
  4. બેકસ્પેસ કી

૫. સ્ક્રીન સ્ક્રોલ નીચેનામાંથી શું કરવા વાપરવામાં આવે છે?

  1. ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ ઉમેરવા માટે
  2. પાનાની લંબાઈ ઓછી કરવા
  3. પાનાની લંબાઈ વધારવા
  4. ડોક્યુમેન્ટા દેખાતા ભાગને જોવા માટે

૬. વર્ડ પ્રોસેસર એ

  1. એક એપ્લિકેશન છે
  2. ડોક્યુમેન્ટને એડિટ કરવા માટેનું પાવરફુલ ટૂલ છે
  3. ડોક્યુમેન્ટે સારી રીતે ડિઝાઇન કરવા માટેું પાવરફુલ ટૂલ છે
  4. ઉપરનું દરેક વિધાન સાચું છે

૭. સ્ટાન્ડર્ડ ટૂલબારમાં દેખાતું હાઇડ/શો બટન

  1. નવો ફકરો બનાવે છે
  2. કેરેક્ટર જેવા કે સ્પેસ અને ટેબ્સના સિમ્બોલને દેખાડે અથવા સંતાડે છે
  3. સ્ટાન્ડર્ડ ટૂલબારને દેખાડે અથવા સંતાડે છે
  4. હમણાં જ ટાઇપ કરેલી ટેક્સ્ટને દેખાડે અથવા સંતાડે છે

૮. જે ડોક્યુમેન્ટને સેવ કર્યો હોય તેને કહે છે

  1. ડેટાબેઝ
  2. ફાઈલ
  3. પ્રોસેસ ડોક્યુમેન્ટ
  4. રિપોર્ટ

૯. ઝૂમ કમાન્ડ પસંદ કરવાથી


  1. ડોક્યુમેન્ટની કોપીને બીજા વ્યૂમાં ખોલી શકાય
  2. ડિસ્પ્લે થયેલી ડોક્યુમેન્ટની કોપીને પ્રિન્ટ કરી શકાય
  3. ડિસ્પ્લે થયેલા ડોક્યુમેન્ટને મોટા સ્વરુપે જોઈ શકાય
  4. ડિસ્પ્લે થયેલા ડોક્યુમેન્ટની કોપી સેવ કરી શકાય છે

૧૦. શબ્દ નીચેની લાલ વાંકીચૂંકી રેખા દર્શાવે છે કે શબ્દ

  1. ટેક્સ્ટની જગ્યા કરતાં વધુ લાંબો છે
  2. ડિક્શનરીમાં નથી તેથી કદાચ ખોટો હોઇ શકે છે
  3. એ વાક્ય માટે તે યોગ્ય નથી
  4. ક્રિયાપદ છે

૧૧. નવા ઓફિસ ડોક્યુમેન્ટના ડાયલોગ બોક્સમાંથી નવો ડોક્યુમેન્ટ ક્રિયેટ કરવો હોય તો

  1. વર્ડ બટન પર ક્લિક કરો, પછી ઓકેને સિલેક્ટ કરો
  2. ફાઈલ નેમમાં ટાઇપ કરો અને પછી ઓકે કરો
  3. બ્લેન્ક ડોક્યુમેન્ટ આઇકન પર ક્લિક કરો પછી ઓકે કરો
  4. કેન્સલ બટન પર ક્લિક કરો અને પછી ટાઇપ કરવાનું શ‚રુ કરો

૧૨. જો ફાઈલ પ્રથમ વાર સેવ કરવાની હોય ત્યારે

  1. તેની કોપી આપમેળે પ્રિન્ટ થઈ જાય
  2. તેને ફરી શોધી શકાય તે માટે તેે નામ આપવું પડે
  3. તેને નામ આવાની જ‚ર નથી
  4. જો તેને પ્રિન્ટ ન કરવું હોય તો જ તેને નામ આપવું પડશે

૧૩. જો માઉસના પોઇન્ટરને ડોક્યુમેન્ટ પર ફેરવવામાં આવે તો તે બદલાઈને આવો આકાર લે છે…

  1. ક્રોસ હેર્સનો આકાર
  2. અવર ગ્લાસો આકાર
  3. આઇ-બીમ પોઇન્ટરો આકાર
  4. માઉસનો આકાર

૧૪. હાલમાં ચાલુ પેરેગ્રાફનો અંત કરી, સ્પેસ આપી નવો પેરેગ્રાફ શરુ‚ કરવો હોય તો

  1. એસ્કેપ કી એક વાર દબાવો અને એન્ટર કી એક વાર દબાવો
  2. એન્ટર કી બે વાર દબાવો
  3. એક વાર એન્ટર કી અને એક વાર સ્પેસબાર દબાવો
  4. એન્ટર કી એક વાર પ્રેસ કરો

૧૫. વર્ડ રેપ એટલે

  1. જ્યારે શબ્દ વાક્યમાં સમાય નહીં તો ડિલીટ થઈ જાય
  2. વાક્યના અંતે શબ્દ સાથે ડેશની નિશાની આવી જાય
  3. જો વાક્યના અંતે લખાયેલા શબ્દની જગ્યા ન હોય તો વર્ડ નક્કી કરે કે તેને બીજી લાઇનમાં લેવો કે નહીં
  4. જો ટાઇપ કરનારને લાગે કે શબ્દ વાક્યમાં નહીં સમાય તો તે બીજી લાઇનમાં લખે

૧૬. શબ્દના ખોટા સ્પેલિંગને સુધારવા માટે

  1. વોકેબ્યુલરી કમાન્ડ પસંદ કરો અને સાચો સ્પેલિંગ પસંદ કરો
  2. સ્ટાન્ડર્ડ ટૂલબાર પર રિપેર બટન પર ક્લિક કરો
  3. સ્ટાન્ડર્ડ ટૂલબાર પર ઓટોફિક્સ બટન પર ક્લિક કરો
  4. શબ્દ પર રાઇટ ક્લિક કરો અને ડિસ્પ્લે મેનુમાં સૂચિત સ્પેલિંગમાંથી જે સાચો હોય તેની પર ક્લિક કરો

૧૭. ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવો હોય તો

  1. પ્રિન્ટ કમાન્ડ પસંદ કરો અને પછી ઓકે કરો
  2. રેડી પ્રિન્ટર કમાન્ડ પસંદ કરો અને પછી ઓકે કરો
  3. પ્રિન્ટ ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો
  4. ડોક્યુમેન્ટ બંધ કરો, પ્રિન્ટ કમાન્ડ સિલેક્ટ કરો પછી ઓકે કરો

૧૮. જો વર્ડમાંથી વ્યવસ્થિત રીતે એક્ઝિટ યા હોઈએ તો

  1. ખોલેલા ડોક્યુમેન્ટને નુકસાન થઈ શકે છે અથવા તે ગુમ થઈ શકે છે
  2. કમ્પ્યુટરને નુકસાન થઈ શકે છે
  3. ડિસ્કની અંદરની વિગત ભૂંસાઇ શકે છે
  4. ખૂલેલો ડોક્યુમેન્ટ બંધ ન કરી શકાય

૧૯. આસિસ્ટન્ટ એટલે

  1. એવી એપ્લિકેશન જે આપને નોટ લેવા દે અને ફાઈલમાં સેવ કરવા દે
  2. એવું એનિમેટેડ કેરેક્ટર જે મદદ અને સૂચનો આપે
  3. સ્ટાન્ડર્ડ ટૂલબાર પરનું એવું બટન જે પ્રિન્ટ કમાન્ડ આપવામાં સહાયક હોય
  4. ડિક્શનરી ફાઈલમાં ખોટા સ્પેલિંગવાળા વારંવાર આવતા શબ્દોનો સમૂહ

આ ક્વિઝના સાચા ઉત્તરો : (૧) ૪, (૨) ૧, (૩) ૨, (૪) ૪, (૫) ૪, (૬) ૪, (૭) ૨, (૮) ૨, (૯) ૩, (૧૦) ૨, (૧૧) ૩, (૧૨) ૨, (૧૩) ૩, (૧૪) ૨, (૧૫) ૩, (૧૬) ૪, (૧૭) ૧, (૧૮) ૧, (૧૯) ૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!