થોડા સમય પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઘણા લોકો રસ્તા પર ફસાયા હતા. આવે સમયે, ઘણા લોકોએ રસ્તામાં ક્યાં કેટલું પાણી હશે તેની સાથોસાથ ગાડીમાં પેટ્રોલ કેટલું બચ્યું છે એનો પણ વિચાર કરવો પડ્યો હશે. આપણે અજાણ્યા શહેરમાં હોઈએ ત્યારે પણ નજીકમાં પેટ્રોલ પમ્પ કે એટીએમ ક્યાં હશે તે શોધવું જરૂરી બને.

સદભાગ્યે, ગૂગલ મેપ્સમાં આપણે કોઈ સ્થળે જવા માટે નેવિગેશન એક્ટિવ કર્યું હોય, તો એ મૂળ ડેસ્ટિનેશનના રસ્તામાં આપણે ઇચ્છીએ એ લોકેશન ઉમેરી શકીએ છીએ અને એ નવા સ્ટોપને કારણે રૂટમાં તથા મૂળ ડેસ્ટિનેશને પહોંચવાના સમયમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે પણ જાણી શકાય છે. આ રીતે…

ધારો કે તમારા કરન્ટ લોકેશનથી, કોઈ જગ્યાએ પહોંચવા માટે તમે મેપ્સ એપમાં નેવિગેશન સ્ટાર્ટ કર્યું. હવે તમે એ રૂટ પર આગળ વધી રહ્યા છો. પરંતુ રસ્તામાં કોઈ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પૂરાવવું જરૂરી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, ગૂગલ ક્રોમ જાણી લેશે કે કોઈ વેબપેજ પર આપણે શું કરવા માગીએ છીએ.

તો, નેવિગેશન ચાલુ હોય ત્યારે સ્ક્રીન પર ‘સર્ચ’ બટન ક્લિક કરો. પેટ્રોલ પમ્પ (કે રેસ્ટોરાં, કોફી શોપ, હોટેલ વગેરે કંઈ પણ) સર્ચ કરો. તમારા રૂટમાં નજીકમાં જેટલા પેટ્રોલ પમ્પ હોય તે બધા બતાવવામાં આવશે. જોઈએ તે પસંદ કરો.

જો એ સ્ટેશન બિલકુલ તમારા રૂટ પર જ હોય તો કંઈ કરવાની જરૂર નથી, બાકી, બીજા કોઈ સ્ટેશનને સિલેક્ટ કરતાં, તેને તમારા નેક્સ્ટ સ્ટોપ તરીકે ઉમેરાશે, જરૂરિયાત મુજબ રૂટ બદલાશે અને એ મુજબ તમે આગળ વધી શકશો!
