(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોન-એપ્સની ઉઘરાણીમાં મંત્રીજી પણ ઝપટમાં આવ્યા!

મોબાઇલ પર ફટાફટ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા વિના લોન આપી દેતી ને પછી પઠાણી ઉઘરાણી કરતી એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ અંકમાં જ વાત કરી છે તેમ હવે આવી એપ્સ પર સરકાર જ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આવી એપ્સના વિષચક્રમાં ફસાયા પછી લોનની પરત ચૂકવણીમાં થોડું મોડું થાય તો એપના રિકવરી એજન્ટ જુદા જુદા કિમિયા, ધાકધમકી અને બદનામી કરવા સુધીના રસ્તા અપનાવીને ઉઘરાણી કરે છે. હમણાં તેને સંબંધિત વધુ એક કિસ્સો બહાર આવ્યો.

બન્યું એવું કે આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિએ આવી કોઈ એપ મારફત ૮.૫૦ લાખ રૂપિયાની લોન મેળવી હતી. તેણે દર મહિને ૨૫ હજાર રૂપિયાનો હપ્તો ભરવાનો થતો હતો. એક વાર હપ્તો ચૂકવવામાં મોડું થયું એટલે લોન આપનારી એપના એજન્ટ્સે લોન લેનારી વ્યક્તિના કોન્ટેક્ટ્સનું લિસ્ટ મેળવ્યું. મોટા ભાગે આવી એપના ઇન્સ્ટોલેશન વખતે કોન્ટેક્ટ્સ એક્સેસ કરવાની મંજૂરી માગી લેવાતી હોય છે. લોનની ગરજ ધરાવતા લોકો કશું જ વિચાર્યા વિના, માગવામાં આવે તે બધી મંજૂરી આપીને પોતાનાં કાંડા કાપી આપતા હોય છે.

બનવાજોગ, લોન લેનારી વ્યક્તિના કોન્ટેક્ટ લિસ્ટમાં એક નંબર આંધ્ર પ્રદેશના કૃષિ મંત્રીનો પણ હતો, જેની એપના એજન્ટ્સને ખબર નહોતી. તેમણે લિસ્ટમાંના જુદા જુદા નંબર્સ પર ફોન કરીને પેલી વ્યક્તિ પાસેથી લોન ભરપાઈ કરી અપાવવા માટે ધાકધમકી આપવાનું શરૂ કર્યું ને એમાં રાજ્યના કૃષિ મંત્રી પણ અડફેટમાં આવી ગયા!

એપના એજન્ટોએ મંત્રી પર ફક્ત એક કલાકમાં પચાસેક વાર કોલ કર્યા. અકળાયેલા મંત્રીએ આ નંબર પોલીસને આપ્યો અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

આંધ્ર પ્રદેશની પોલીસે કોલર્સને ટ્રેસ કર્યા ત્યારે તમિલનાડુના એક કોલ સેન્ટરમાંથી આ કોલ્સ થયા હોવાનું બહાર આવ્યું. કોલ સેન્ટર પર રેડ પાડવામાં આવી. હવે આગળની કાર્યવાહી ચાલુ છે. 

ધ્યાન આપજો કે ફટાફટ લોન આપતી મોટા ભાગની એપનાં મૂળ કોઈ ને કોઈ રીતે ચાઇનીઝ હોવાનું બહાર આવ્યું છે. ચાઇનીઝ કંપનીઓ ભારતીય કંપનીના સાથમાં ભારતમાં નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે લાયસન્સ મેળવી, લોન આપવાની એપ લોન્ચ કરે છે અને મોટા ભાગના કિસ્સામાં લોન રિકવરીનું કામ થર્ડ પાર્ટીને સોંપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!