(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ ઇન્સ્ટોલ કર્યા પછી સ્માર્ટફોનમાં તેની સાઇઝ કેમ વધી જાય છે?

તમે ઘણી વાર નોંધ્યું હશે કે પ્લેસ્ટોરમાં આપણે કોઈ એપ જોઇએ ત્યારે તેની સાઇઝ ૧૫ – ૨૦ એમબીની દેખાય પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનના સેટિંગ્સમાં એપ્સમાં એ એપના પેજ પર જઇને જોઇએ તો એપની સાઇઝ ૫૦-૫૫ એમબી જેટલી દેખાય! આમ ઘણા કિસ્સામાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેની સાઇઝ ત્રણ ચાર ગણી વધી જતી હોય છે.

આમ થવાનું કારણ માત્ર એટલું છે કે પ્લેસ્ટોરમાંથી આપણે એપની જે ફાઇલ ડાઉનલોડ કરીએ છીએ તે એપીકે અથવા એબીબી ફોર્મેટની હોય છે. આ ફોર્મેટને આપણે ઝિપ ફોલ્ડર તરીકે સરખાવી શકીએ. એપ ડેવલપર પોતાની એપને આ ફોર્મેટમાં ગૂગલ પ્લેસ્ટોરમાં સબમિટ કરે ત્યારે ફોનમાં એપ રન થવા માટે જરૂરી તમામ કોડ, ફાઇલ્સ, ઇમેજિસ, ડેટા વગેરે બધું જ ખાસ્સું કમ્પ્રેસ્ડ થઈને એક ફોલ્ડરમાં સમાઈ જતું હોય છે.

આથી વેબ ડેવલપરને પોતાની એપ પ્લેસ્ટોરમાં સબમિટ કરવાનું સરળ રહે છે. તે જ રીતે યૂઝર માટે પ્લેસ્ટોરમાંથી એપ ફોનમાં ડાઉનલોડ કરવાનું સરળ બને છે. એપનું એ ફોલ્ડર ફોનમાં જ ડાઉનલોડ થયા પછી તેમાંની ફાઇલ એક્સ્ટ્રેક્ટ થાય છે અને મૂળ સ્વરૂપમાં ડીકમ્પ્રેસ્ડ થાય છે. આથી એપની સાઇઝ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!