(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇ આઇડી તરીકે માત્ર નંબર!

અત્યાર સુધી આપણે યુપીઆઇ એડ્રેસ તરીકે ઇમેઇલ જેવા યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરતા આવ્યા છીએ. જેમ કે તમારે ‘સાયબરસફર’ના લવાજમ પેટે કોઈ રકમ મોકલવી હોય તો ‘સાયબરસફર‘ના યુપીઆઇ આઇડી duplics.cybersafar.in@upi પસંદ કરતાં તમારી યુપીઆઇ એપ આ એડ્રેસ વેલિડ યુપીઆઇ એડ્રેસ હોવાની ખાતરી કરે અને પછી આપણે પોતાનો યુપીઆઇ પિન આપીને રકમ મોકલી શકીએ.

આ પદ્ધતિ ઘણી સલામત છે, સરળ છે અને ઝડપી છે. એનો કોઈ પણ યુપીઆઇ એપમાં ઉપયોગ થઈ શકે છે. આપણે અલગ અલગ યુપીઆઇ એપ્સમાં પોતાના બેન્ક ખાતાને કનેક્ટ કરવાની કોઈ જરૂર નથી.

હવે આ આખી વ્યવસ્થાને હજી વધુ સરળ બનાવવામાં આવી છે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ હવે આપણને પોતાના મોબાઇલ નંબર અથવા ૮-૯ અંકના કોઈ પણ નંબરને યુપીઆઇ આઇડી તરીકે પસંદ કરવાની સગવડ આપી છે. આથી હવે તમને ‘સાયબરસફર’નું યુપીઆઇ એડ્રેસ ખબર ન હોય પરંતુ તેનો ફોન નંબર ખબર હોય તો પણ તમે સહેલાઇથી રકમ મોકલી શકો છો.

અલબત્ત, હાલમાં ઘણી યુપીઆઇ એપ્સ વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારીને પેમેન્ટ માટે યુપીઆઇ આઇડી તરીકે મોબાઇલ નંબરનો ઉપયોગ કરે જ છે. એ વ્યક્તિનો નંબર આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તો વાત સહેલી બને. હવે આપણે સત્તાવાર રીતે પોતાના મોબાઇલ નંબરને યુપીઆઇ એડ્રેસ તરીકે પસંદ કરી શકીએ છીએ.

આ માટે પહેલાં આપણું એક પરંપરાગત યુપીઆઇ આઇડી હોવું જરૂરી છે. ત્યાર પછી તેને માટે યુપીઆઇ નંબર (મોબાઇલ નંબર) પસંદ કરી શકાય છે. યુપીઆઇ આઇડી કરતાં પણ મોબાઇલ નંબર યાદ રાખવો વધુ સહેલો છે. આપણે મોબાઇલ નંબરને બદલે આઠ કે નવ અંકની કોઈ પણ સંખ્યા પસંદ કરી શકીએ છીએ તે ઝીરોથી શરૂ થતી ન હોવી જોઇએ અને તેમાં બધા જ એકસરખા અંક ન હોવા જોઇએ. આઠથી ઓછા અંકનો યુપીઆઇ નંબર પસંદ કરી શકાતો નથી.

આપણે પોતાની યુપીઆઇ એપમાં આ રીતે યુપીઆઇ નંબર ક્રિએટ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!