(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નદીમાં પડી ગયેલો આઇફોન મહિનાઓ પછી પાછો મળ્યો!

આપણા પરિચિતોના વર્તુળમાંથી કોઈને કોઈ વ્યક્તિનો ફોન ખોવાયો હોવાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. ક્યારેક તો આપણે પોતે પણ પોતાનો ફોન ગુમાવ્યો હોય. આવા કિસ્સામાં મોટા ભાગે આપણે ફોનથી હાથ ધોઈ નાખવા પડે છે. પરંતુ બ્રિટનમાં કંઈક જુદુ બન્યુંં – એ પણ આઇફોન હોવા છતાં અને એ પાણીમાં તદ્દન ધોવાઈ ગયો હોવા છતાં!

વાત ઓગસ્ટ ૨૦૨૧ની છે. બ્રિટનના એક વિસ્તારમાં એક કપલ પિકનિક પર ગયું. બંને બે વ્યક્તિ બેસી શકે તેવી હોડીમાં નદીમાં બોટિંગની મજા લેતાં હતાં. દરમિયાન એક વ્યક્તિએ ખિસ્સામાંથી આઇફોન કાઢીને બંનેની મજાની ક્ષણોની સેલ્ફી લેવાનું વિચાર્યું. હોડી બહુ નાની હતી અને હાલકડોલક થતાં આઇફોન હાથમાંથી છટકી ગયો. આઇફોન નદીના પાણીમાં ગરકાવ થયો.

મોંઘોદાટ આઇફોન પાણીમાં ગયાનું દુઃખ તો હતું જ પણ તેની સાથે કેટકેટલા પ્રકારનો ડેટા અને પર્સનલ ફોટોગ્રાફ્સ પણ ગુમાવવા પડ્યા. પરંતુ ફોન નદીમાં પડ્યો હોવાથી તેને ભૂલી જવા સિવાય કોઈ છૂટકો નહોતો.

બનવાજોગ આ ઘટનાનાં થોડાં અઠવાડિયાં પછી બીજી એક, પેલા કપલથી તદ્દન અજાણી વ્યક્તિ એ જ નદીમાં એ જ જગ્યાએ બોટિંગ કરવા નીકળી. તેને નદીના કિનારે કાદવમાં ફસાયેલો આઇફોન દેખાયો! તેમણે તરત ફોન હાથમાં લઈ લીધો. ઘરે આવીને ફોન થોડો સાફ કર્યો. તેને કોરો કરવાનો પ્રયાસ કર્યો અને પછી આખી રાત મૂકી રાખ્યો.

બીજે દિવસે તેમણે ફોનના માલિકની ભાળ મેળવવાની આશાએ ફોનના ફોટોગ્રાફ એક ફેસબુક ગ્રૂપમાં પોસ્ટ કર્યા.

પાછળથી તેમણે બીબીસીને કહ્યું ‘‘મેં જો મારો ફોન ગુમાવી દીધો હોત તો તેની સાથે મારા બાળકોના ઢગલાબંધ ફોટોગ્રાફ પણ ગુમાવ્યા હોત. ફોન તો ઠીક, હું એ ફોટોગ્રાફ પાછા મેળવવા માગું. મને લાગ્યું કે આ આઇફોન જેનો પણ હશે તેની સ્થિતિ પણ કંઈક આવી જ હશે.’’

નવાઈની વાત એ હતી કે ફોન હેરડ્રાયરથી કોરો કર્યા પછી અને આખી રાત મૂકી રાખ્યા પછી બીજા દિવસે તેમણે તેને ચાર્જ કરવાનો પ્રયાસ કર્યો તો આઇફોન ચાર્જ થવા લાગ્યો!

 ફોનનો સ્ક્રીન તો લોક્ડ હતો. પરંતુ તેના પર પેલા કપલનો ફોટોગ્રાફ હતો. ફોન જેમને મળ્યો હતો તેમણે આ કપલનો ફોટોગ્રાફ પણ ફેસબુક પર પોસ્ટ કર્યો. ફોટોગ્રાફ લગભગ ચારેક હજાર વાર ફેસબુક પર આગળ શેર થયો. પરંતુ આઇફોનના માલિકની તરત ભાળ મળી નહીં. છેવટે તેમના કોઈ મિત્રએ લોક્ડ સ્ક્રીન પરના ફોટોગ્રાફને ઓળખી કાઢ્યો અને નદીમાં ગરકાવ થયો આઇફોન મહિનાઓ પછી તેના મૂળ માલિકને પરત મળ્યો!

બાય ધ વે, આ લખનારે પણ બે વાર પોતાના ફોન ગુમાવ્યા છે અને તેમાંથી એક વાર ખોવાયેલો અને તદ્દન અજાણી વ્યક્તિના હાથમાં આવેલો ફોન પાછો પણ મળ્યો હતો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!