(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • વોટ્સએપના 10 કરોડ યૂઝર્સ હવે યુપીઆઇનો લાભ લઈ શકશે
  • વોટ્સએપમાં શેર કરી શકાતી ફાઇલની સાઇઝ લિમિટ વધશે

  • કૂ એપમાં પોતાના એકાઉન્ટનું વેરિફિકેશન જાતે જ કરો

વોટ્સએપને ભારતમાં સારા સમાચાર મળ્યા છે.  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા વોટ્સએપને તેની પેમેન્ટ્સ વ્યવસ્થા હેઠળ વધુ છ કરોડ લોકોને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) હેઠળ આવરી લેવાની મંજૂરી મળી ગઈ છે.

આમ હવે વોટ્સએપમાં કુલ ૧૦ કરોડ લોકો પોતાના બેન્ક એકાઉન્ટને વોટ્સએપ નંબર સાથે સાંકળીને ગુડમોર્નિંગનો મેસેજ મોકલવા જેટલી સરળતાથી રૂપિયાની આપ-લે કરી શકશે.

ભારતમાં વોટ્સએપમાં યુપીઆઇથી રૂપિયાની લેવડદેવડ શક્ય બને એ વાત સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા તથા યુપીઆઇ માટે ગેમચેન્જર સાબિત થાય તેમ હતી. પરંતુ કોઈ એક એપને ભારતીય યૂઝર્સનો વધુ પડતો ડેટા મળી ન જાય તથા યુપીઆઇમાં કોઈ એક એપની મોનોપોલી ન સર્જાય એ માટે એનપીસીઆઈ દ્વારા વોટ્સએપને તબક્કાવાર વધુ યૂઝર્સને યુપીઆઇ સગવડ આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

હાલમાં ભારતમાં ગૂગલ પે, ફોન પે તથા પેટીએમ એપ પર યુપીઆઇનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે.

હાલમાં આપણે વોટ્સએપ દ્વારા મીડિયા ફાઇલ્સ કોઈને મોકલીએ તો તે વધુમાં વધુ ૨૫ એમબીની સાઇઝની હોઈ શકે છે. એવી એક શક્યતા છે કે વોટ્સએપ આ મર્યાદા વધારીને ૧ અથવા ૨ જીબીની કરી શકે છે. ટેલિગ્રામમાં હાલમાં ૨ જીબી ફાઇલ સાઇઝના મીડિયા તથા અન્ય ફાઇલ્સ શેર કરી શકાય છે.

જો વોટ્સએપમાં પણ આ રીતે ફાઇલ સાઇઝની મર્યાદા વધારવામાં આવશે તો ડોક્યુમેન્ટને શેર કરતી વખતે તે કેટલા સમયમાં ડાઉનલોડ થશે તે પણ જણાવવામાં આવશે. હાલમાં આર્જેન્ટિનામાં વોટ્સએપના કેટલાક ડેટા યૂઝર્સને ૨ જીબીની સુધીની ફાઇલ્સ શેર કરવાની સગવડ મળી ગઈ છે.

ટ્વીટરના ભારતીય હરીફ જેવા મલ્ટિબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર હવે યૂઝર્સ પોતે પોતાના પ્રોફાઇલને વેરિફાય કરી શકે છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોઈ પણ નામે પ્રોફાઇલ ક્રિએટ કરી શકાતા હોવાથી સેલિબ્રિટીઝ અને અન્ય જાણીતી વ્યક્તિઓના નામે બીજી વ્યક્તિઓ એકાઉન્ટ ક્રિએટ કરતી હોય છે. પરિણામે અસલી વ્યક્તિ પોતાના એકાઉન્ટને વેરિફાય કરીને તેને માટે ટ્વીટરમાં બ્લૂ ટિકની નિશાની મેળવી શકે છે. એ જ રીતે, કૂમાં અસલી વ્યક્તિ પોતાના એકાઉન્ટ માટે તે અસલી વ્યક્તિનું હોવાનું દર્શાવતું ટિક મેળવી શકે છે.

સામાન્ય રીતે આવું વેરિફિકેશન જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરફથી કરવામાં આવતું હોય છે. આથી ખરેખર સેલિબ્રિટી સિવાય અન્ય લોકો પોતાના એકાઉન્ટને સહેલાઈથી વેરિફાય કરાવી શકતા નથી. પરંતુ કૂ પ્લેટફોર્મ પર આ આખી પ્રક્રિયા બિલકુલ સહેલી કરી નાખવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના પ્રોફાઇલને સેલ્ફ વેરિફાય કરી શકે છે.

હાલમાં કૂ પર કોઈ પણ વ્યક્તિ પોતાના આધાર કાર્ડની વિગતો આપી, ફક્ત ૩૦ સેકન્ડની પ્રક્રિયા પૂરી કરીને જે તે એકાઉન્ટ તેમનું પોતાનું હોવાનું દર્શાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!