તમારો વધુ પડતો સમય ફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ, વીડિયો જોવામાં કે કમેન્ટ, રિપ્લાય વગેરેમાં વીતી જાય છે એવું તમને લાગે છે?

બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે, બાકી ફેસબુકનું વ્યસન કોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવો છો એ જાણવું હોય તો…
- મોબાઇલમાં ફેસબુક એપમાં, ત્રણ આડી લીટી પર ક્લિક કરી, સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી અને તેમાં ‘યોર ટાઇમ ઓન ફેસબુક’નો વિકલ્પ શોધી કાઢો.
- અહીં તમને તમે જે તે અઠવાડિયે, દિવસે એપ પર કેટલા એક્ટિવ રહ્યા તે જોઈ શકશો અને એપમાં કઈ વાતમાં કેટલો સમય પસાર કર્યો તેનો એક્ટિવિટી લોગ પણ તપાસી શકશો.
- રાત્રે કે દિવસના નિશ્ચિત સમય દરમિયાન કે પરિવાર સાથે ખરેખર સારી રીતે સમય પસાર કરવા ‘ક્વાયેટ મોડ’ સેટ કરવાની સગવડ પણ અહીં મળશે.
