સ્માર્ટફોન કે લેપટોપ જેવા ડિવાઇસનો સતત વધતો ઉપયોગ આરોગ્ય સંબંધી તકલીફો પણ ઊભી કરે છે. આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલી રહેતી હોય ત્યારે તેનાં ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું વધુ અનુકૂળ આવશે એ તમારે જ નક્કી કરવું પડશે.

મૂળ વાત એટલી કે હવે વધુ ને વધુ એપ્સમાં ડાર્ક થીમ મળવા લાગી છે. એક તો, આપણે ફોનની આખી સિસ્ટમ માટે ડાર્ક થીમ પસંદ કરી શકીએ.
એન્ડ્રોઇડમાં દસમા વર્ઝનથી આ સગવડ મળી છે. તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં સેટિંગ્સમાં Device Theme સર્ચ કરો. મોટા ભાગે તે ડિસ્પ્લે સંબંધિત પેજમાં જોવા મળશે. અહીંથી તમે ફોનની સિસ્ટમ માટે ડાર્ક થીમ પસંદ કરી શકો છો.
ફોનના વોલપેપર મુજબ, એપ્સનાં ટાઇટલ અને અન્ય વિગતો વાંચવા માટે જરૂરી હોય તો જ ડાર્ક થીમ ઇનેબલ થાય એવું સેટિંગ પણ કરી શકાય. એટલું યાદ રાખશો કે ફોનમાંની અન્ય એપ્સ આપણા આ સેટિંગને અનુસરે અથવા ન અનુસરે એવું બની શકે છે.
તમને ડાર્ક થીમ અનુકૂળ આવતી હોય તો હવે ઘણી ખરી એપ તેની સુવિધા આપે છે, તેનો લાભ લેવા જે તે એપના સેટિંગમાં જઈને તેને ઇનેબલ કરવી પડશે.

2 responses
I have started using it. Very useful feature. I don’t think, I will need any separate app in my mobile for browsing to the news as I have created a list for it using List feature of Twitter.
Yes, you won’t need any separate app. For PC, try tweetdeck, very useful!