ઓફિસના કામકાજ કે અભ્યાસમાંથી ‘નાનો’ બ્રેક લેવા માટે સ્માર્ટફોન હાથમાં લઈ, તેમાં યુટ્યૂબ એપ ઓપન કરો અને પછી… પહેલા પછી બીજો, પછી ત્રીજો… એક પછી એક વીડિયો જોવામાં મહત્ત્વનો સમય વેડફાઇ જતો હોય એવું લાગે છે?

કારણ છે, યુટ્યૂબનું ‘ઓટોપ્લે’ ફીચર. એક વીડિયો પૂરો થાય કે તરત બીજો વીડિયો પ્લે કરતું ફીચર. ફક્ત આ એક ફીચર બંધ કરીને તમે યુટ્યૂબ પરના તમારા સમય પર કાબુ મેળવી શકો છો. આ ફીચર બે રીતે બંધ કરી શકાય છે.
- પહેલી રીતમાં, યુટ્યૂબ એપમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી, સેટિંગ્સમાં જાઓ.
- તેમાં ‘ઓટોપ્લે’ સેક્શનમાં જઈ તેને બંધ કરી દો.
- બીજી રીત કોઈ વીડિયો જોઈ રહ્યા હોઈએ ત્યારે આ ફીચર બંધ કરવાની છે.
- એ માટે કોઈ વીડિયો પ્લે થતો હોય ત્યારે વીડિયો ક્લિક કરો. ઉપર જમણી તરફ કેટલાક કંટ્રોલ જોવા મળશે. તેમાં ‘પ્લે’ બટન પર ક્લિક કરો. આથી ‘ઓટોપ્લે’ ફીચર બંધ થશે અને સ્ક્રીન પર તેનું કન્ફર્મેશન પણ જોવા મળશે.
યાદ રાખશો કે બંનેમાંથી કોઈ પણ રીતે ઓટોપ્લે ફીચર ઓન કે ઓફ કરશો તો તેની અસર ગ્લોબલ થશે એટલે મૂળ સેટિંગ્સમાં જ આ ફીચર ઓન કે ઓફ થશે.

