(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેસમેકરે કોર્ટમાં ‘જુબાની’ આપી!

વર્ષ ૨૦૧૭નો એક દિવસ હતો. અમેરિકાનો ઓહિયો સ્ટેટમાં એક મકાનમાં આગ લાગી. મકાનની કિંમત ચાર લાખ ડોલર હતી. રૂપિયામાં તેની કિંમત આશરે ત્રણ કરોડ રૂપિયા થાય. આખું ઘર ભડકે બળવા લાગ્યું ત્યારે મકાનમાલિક ઘરની અંદર હતો.

ઘર ભડકે બળી રહ્યું હોય ત્યારે અંદર રહેલી વ્યક્તિને પહેલો વિચાર પોતાનો જીવ બચાવવાનો આવે, પરંતુ આ ઘરનો માલિક કંઈ જુદો હતો. તેણે ઘરની બહાર ભાગતાં પહેલાં પોતાની કેટલીક ચીજવસ્તુઓ સાથે લઈ જવાનું વિચાર્યું.

તેણે પહેલાં એક સૂટકેસમાં પોતાનાં કપડાં અને બીજી ચીજવસ્તુઓ ભરી. એક સૂટકેસમાં બધું ન સમાયું એટલે બીજી બેગ્સમાં પણ તેણે બધું ઠાંસોઠાંસ ભર્યું. પોતાનું કમ્પ્યૂટર પણ ઉઠાવ્યું. પોતાના મેડિકલ ડિવાઇસ માટેનું ચાર્જર લેવાનું પણ તે ભૂલ્યો નહીં. પછી તેણે એક લાકડીથી ઘરની બારી તોડી બધી બેગ્સ બહાર ફેંકી, પછી પોતે બળતા ઘરની બહાર નીકળ્યો અને બધો સામાન પોતાની કાર સુધી પહોંચાડીને તેમાં ભરી દીધો.

ઘર સળગી રહ્યું હોય ત્યારે કોઈ વ્યક્તિ ઠંડે કલેજે આટલો બધો સામાન પોતાની સાથે બહાર લાવી શકે એ આ કેસની તપાસ ચલાવતા ઓફિસર્સને ગળે ઉતરતું ન હતું. શંકા ઘેરી કારણ એ હતું કે એ ઘરમાલિક પેસમેકર તથા એક એક્સટર્નલ હાર્ટ પંપની મદદથી જીવન ટકાવી રહ્યો હતો.

લાંબી તપાસને અંતે એ ઘરમાલિક પર, ઘરનો વીમો પકાવવા માટે તેણે જાતે જ ઘર સળગાવ્યું હોવાનો આરોપ મૂકાયો. પોલીસના દાવા મુજબ એ વ્યક્તિએ પોતાને જોઈતી ચીજવસ્તુઓ પહેલાં ઘરની બહાર નાખી, પછી ઘર સળગાવ્યું અને પછી એ તરત ઘરની બહાર નીકળી ગયો.

તપાસ કરતા ઓફિસર્સ પાસે આ વાતનો પુરાવો શો હતો? એ ઘરમાલિકનું પેસમેકર!

ઓફિસર્સે કોર્ટમાંથી એક સર્ચ વોરંટ મેળવ્યું અને એક ટેકનિશયને ઘરમાલિકના પેસમેકરમાંથી તેના હૃદયના ધબકારાનો ડેટા મેળવ્યો. આ ડેટાનું એનાલિસિસ કરનારા કાર્ડિયોલોજિસ્ટે ઠરાવ્યું કે ઘરમાલિકના પોતાના દાવા અનુસાર ઘરમાં આગ લાગ્યા પછી તેણે પોતાની ચીજવસ્તુઓ એકઠી કરીને બહાર ફેંકી હોય અને પછી પોતે બહાર નીકળ્યો હોય એ તેની મેડિકલ કંડિશન જોતાં શક્ય લાગતું નહોતું. ખાસ કરીને આવી અણધારી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય, જ્યારે આ ઘરમાલિક તો પેસમેકરના સહારે જીવતો હતો. ઘરમાં આગ લાગી તે સમયે તેના હૃદયના ધબકારામાં કોઈ નોંધપાત્ર ફેરફાર જણાયો નહોતો!

કોર્ટમાં આ કેસ ચાલ્યા પછી ડેટા પ્રાયવસીનો મુદ્દો ખાસ્સો ઉછળ્યો. ઘરમાલિક સામેના કેસનો હજી કોઈ ચુકાદો આવે તે પહેલાં,   ૨૦૨૦માં એનું અવસાન થયું!. આ કેસને કારણે, કોર્ટમાં પુરાવા તરીકે પેસમેકર જેવા ડિવાઇસનો ડેટા પણ રજુ કરી શકાય એવો ધારો જરૂર બેસી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!