(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇમાં ફટાફટ પેમેન્ટની સુવિધા ગૂગલે નહીં, એપલે આપી

ભારતમાં યુપીઆઈ પેમેન્ટ બાબતે ગૂગલની ગૂગલ પે સર્વિસ ખાસ્સી આગળ છે, પરંતુ આ જ બાબતે યૂઝરને સારો એક્સપિરિયન્સ આપવાની બાબતે એપલ કંપની ગૂગલ કરતાં આગળ નીકળી ગઈ છે!

હવે યુપીઆઈ એપથી પેમેન્ટ કરવાનું આપણને સૌને માફક આવી ગયું છે. કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે રૂપિયા લેનાર વ્યક્તિ આપણને ક્યૂઆર કોડનું સ્ટીકર ધરાવતું પાટિયું ધરી દે. એ પછી  આપણે સ્માર્ટફોનમાં ગૂગલ પે, ફોન પે, પેટીએમ કે પછી અન્ય કોઈ ફેવરિટ યુપીઆઈ એપ ઓપન કરીએ પછી તેમાં ક્યૂઆર કોડ સ્કેન કરવાનું બટન શોધીએ, તેને ક્લિક કરીએ એટલે ફોનનો કેમેરા ઓન થાય. આપણે ક્યૂઆર કોડ સ્કેન કરીએ અને પછી પેમેન્ટ કરવા આગળ વધીએ.

આખી વાત આમ તો સહેલી છે પરંતુ તકલીફ એ છે કે જુદી જુદી યુપીઆઈ એપ્સ આપણને જાત ભાતની સગવડ આપવાની હરીફાઈમાં છે. પરિણામે આવી એપ્સનો યૂઝર ઇન્ટરફેસ દિવસે દિવસે બગડતો જાય છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ ૧૫માં યુપીઆઈ એપથી પેમેન્ટથી કરવાની આખી પ્રક્રિયા ઉલટાવી નાખવામાં આવી છે અને એપલની ખાસિયત મુજબ આખી વાતને એક સ્લિક વળાંક આપવામાં આવ્યો છે.

એપલની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ 15માં યુપીઆઈ એપથી પેમેન્ટથી કરવાની આખી પ્રક્રિયા ઉલટાવી નાખવામાં આવી છે અને એપલની ખાસિયત મુજબ આખી વાતને એક સ્લિક વળાંક આપવામાં આવ્યો છે.

તમે જાણતા જ હશો કે આઇફોનની કેમેરા એપ પોતે ક્યૂઆર કોડ સ્કેનર તરીકે કામ કરે છે. આથી ખિસ્સામાં આઇફોન હોય અને આપણે ક્યાંય યુપીઆઈ એપથી પેમેન્ટ કરવાનું થાય તો આઇફોનમાં કેમેરા ઓપન કરી ક્યૂઆર કોડ સામે ધરવાનો રહે છે. નવા વર્ઝનથી, આઇફોન કોડ સ્કેન કરીને આપણા ફોનમાં ઇન્સ્ટોલ્ડ જુદી જુદી યુપીઆઈ એપ્સ ઓપન કરવાનો વિકલ્પ આપે છે (આવી રીતે તે વધુમાં વધુ ૧૦ યુપીઆઈ એપ બતાવી શકે છે). આપણે ફેવરિટ યુપીઆઈ એપ સિલેક્ટ કરીએ એટલે સીધા જ તેમાં પેમેન્ટ કરવાના સ્ટેજ પર પહોંચી જઇએ છીએ!

એન્ડ્રોઇડ ફોનમાં પહેલાં યુપીઆઈ એપ ઓપન કરીને પછી તેમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરીને આગળ વધવું પડે છે. એન્ડ્રોઇડમાં ગૂગલ સર્ચ એપમાં ઉમેરાયેલું  લેન્સ ફીચર ક્યૂઆર કોડ સ્કેન કરવાની સગવડ આપે છે. પરંતુ તે યુપીઆઈ ક્યૂઆર કોડ પારખી શકતું નથી. આઇફોન એ દિશામાં એન્ડ્રોઇડથી એક ડગલું આગળ વધી ગયા છે અને એ કારણે તેમાં પેમેન્ટ પ્રોસેસ એન્ડ્રોઇડની સરખામણીમાં ખાસ્સી સહેલી બને છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!