(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

થોડાં વર્ષ પહેલાં સમગ્ર દુનિયામાં ‘પોકેમોન ગો’ ગેમનો રીતસર જુવાળ આવ્યો હતો એ યાદ છે? એ ગેમમાં વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વર્લ્ડની ભેળસેળ કરવામાં આવી હતી.

ફોનમાં ગેમ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આસપાસની સાચી દુનિયામાં જુદા જુદા પોકેમોન શોધવા નીકળી પડવાનું. પોકેમોન નરી આંખે ન દેખાય પણ ફોનના સ્ક્રીન પર એ દેખાય! ઓગ્મેન્ટેડ રિયાલિટીની મદદથી તૈયાર થયેલી આ ગેમ જેવી બીજી એક ગેમ છે ‘Catchy Words (Twice Apps)’ અલબત્ત આ ગેમ રમવા માટે ઘરની બહાર નીકળવું પડતું નથી ને ગેમ નાનાં બાળકો માટે છે.

તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં આ ગેમ ઇન્સ્ટોલ કર્યા પછી એપ લોન્ચ કરશો એટલે ફોનનો કેમેરા ઓન થશે અને કેમેરાને ઘરમાં જ જુદા જુદા ખૂણામાં ઘુમાવતાં, ઘરના વાતાવરણમાં જુદા જુદા શબ્દો હવામાં ઘૂમતા જોવા મળશે. નીચેની તરફ એ અક્ષરો ‘પકડી’ને મૂકવા માટેનાં બોક્સ જોવા મળશે. બાળકોએ ઘરમાં ‘જોવા’ મળતા વિવિધ અક્ષર કેચ કરીને તેમાંથી મીનિંગફૂલ શબ્દો બનાવવાના રહેશે. આમ રમતરમતમાં બાળકની વોકેબ્યુલરી ડેવલપ થશે અને શબ્દો કેચ કરવા તેણે ઘરમાં થોડી દોડાદોડી પણ કરવી પડશે.

ગેમ મજાની છે પરંતુ તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં ઓગ્મેન્ટેડ રિયાલિટીની સુવિધા હોવી જરૂરી છે. શબ્દો કેચ કરવાની મથામણમાં બાળક ક્યાંય અથડાઈ ન પડે કે ફોન ગબડાવે નહીં એ પણ ધ્યાન રાખવું પડશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!