(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ ક્રોમબુક્સ તપાસી જુઓ

આગળ આપેલી, ક્રોમબુક્સ વિશેની માહિતી બરાબર જાણ્યા-સમજ્યા પછી તમને લાગતું હોય કે ક્રોમબુક તમારી જરૂરિયાત માટે પરફેક્ટ છે, તો હવે ભારતમાં પણ બરાબર એન્ડ્રોઇડ સ્માર્ટફોનની જેમ વિવિધ કંપની તરફથી, અલગ અલગ રેન્જમાં વિવિધ ક્રોમબુક્સ ઉપલબ્ધ છે. અહીં આપેલી વિગતો અને કિંમતો વિવિધ ઓનલાઇન શોપિંગ સાઇટ્સના આધારે છે, તેમાં સમય મુજબ ફેરફાર શક્ય છે, પણ તમને એક અંદાજ મળી જશે.

વિવિધ ક્રોમબુક્સને તમે વિન્ડોઝ લેપટોપ સાથે સરખાવશો એટલે સમજાશે કે ક્રોમબુક મુખ્યત્વે બે પ્રકારના લોકો માટે છે, એક છે વિદ્યાર્થીઓ, જેમને બ્રાઉઝિંગ, વીડિયો ક્લાસ અને સામાન્ય ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા લેપટોપ જોઈએ છે. બીજા છે, ટોપ એક્ઝિક્યુટિવ્સ, જેમણે મુખ્યત્વે ટીમના કામકાજ પર નજર રાખવાની છે, પોતે ખાસ પ્રકારના પ્રોગ્રામ્સમાં કામ કરવાનું નથી!

ક્રોમબુક કિંમતમાં લાઇટ છે એમ લાઇટ વર્ક માટે ડિઝાઇન થયેલ છે. તમારો ઉપયોગ ખાસ પ્રોગ્રામ્સનો ન હોય તો પણ, સંખ્યાબંધ ટેબ્સમાં બ્રાઉઝિંગ કરવું હોય, ઢગલાબંધ પ્રોગ્રામ્સ ઓપન કરીને મલ્ટિ-ટાસ્કિંગ કરવું હોય, ઓનલાઇન ફોટો-વીડિયો એડિટિંગ કરવું હોય તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કોર સીરિઝ કે એએમડી પ્રોસેસરવાળું લેપટોપ લેવું વધુ યોગ્ય રહેશે.

  • રૂ. 17,999/-
  • આ ક્રોમબુકમાં વિન્ડોઝ લેપટોપમાં અત્યારે જેનો વિચાર પણ ન કરાય એ ઇન્ટેલ સેલેરોન ડ્યુઅલ કોર પ્રોસેસર છે, છતાં, તેનું પર્ફોર્મન્સ સારું છે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • રેમ 4 જીબી અને સ્ટોરેજ માત્ર 32 જીબી છે. સ્ટોરેજ એસએસડી પ્રકારની નથી.
  • સ્ક્રીનસાઇઝ ફક્ત 11.6 ઇંચ છે, પરંતુ ડિસ્પ્લે એચડી અને એન્ટીગ્લેર છે.
  • કનેક્ટિવિટી માટે રેગ્યુલર યુએસબી, ટાઇપ-સી યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • વજન, માત્ર એક કિલો!

  • રૂ. 19,999/-
  • એસસની આગલી ક્રોમબુક કરતાં મુખ્ય તફાવત સ્ક્રીનસાઇઝનો છે, જે 14 ઇંચ છે.
  • બીજો મોટો તફાવત સ્ટોરેજનો છે. આમાં 64 જીબી સ્ટોરેજ (એસએસડી નહીં) અને 4 જીબી રેમ છે.
  • ઇન્ટેલ સેલેરોન ડ્યુઅલ કોર પ્રોસેસર છે, છતાં, તેનું પર્ફોર્મન્સ સારું છે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • સ્ક્રીનસાઇઝ ફક્ત 11.6 ઇંચ છે, પરંતુ ડિસ્પ્લે એચડી અને એન્ટીગ્લેર છે.
  • કનેક્ટિવિટી માટે રેગ્યુલર યુએસબી, ટાઇપ-સી યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • વજન, માત્ર 1.20 કિલો!

  • રૂ. 23,999/-
  • આ ક્રોમબુકમાં પણ ઇન્ટેલ સેલેરોન ડ્યુઅલ કોર પ્રોસેસર છે, છતાં, તેનું પર્ફોર્મન્સ સારું છે.
  • આ ટુ-ઇન વન પ્રકારનું લેપટોપ છે, એટલે કે તેને ફ્લિપ કરી શકાય છે, અલબત્ત ટેબલેટની જેમ ઉપયોગ માટે ટચસ્ક્રીન નથી.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • રેમ ૪ જીબી અને સ્ટોરેજ 64 જીબી છે. સ્ટોરેજ એસએસડી પ્રકારની નથી.
  • સ્ક્રીનસાઇઝ ફક્ત 11.6 ઇંચ છે, પરંતુ ડિસ્પ્લે એચડી અને એન્ટીગ્લેર છે.
  • કનેક્ટિવિટી માટે રેગ્યુલર યુએસબી, ટાઇપ-સી યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • વજન, માત્ર 1.20 કિલો!

  • રૂ. 27,490/-
  • ઇન્ટેલનું સેલેરોન પ્રોસેસર, છતાં પફોર્મન્સ સારું.
  • અન્ય કરતાં મોટો તફાવત, આમાં ટચસ્ક્રીન છે!
  • સ્ક્રીનસાઇઝ 14 ઇંચ છે, ડિસ્પ્લે એચડી છે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • રેમ 4 જીબી અને સ્ટોરેજ 64 જીબી છે, પરંતુ  એસએસડીનો મોટો લાભ છે, 256 જીબી સુધી એક્સ્પાન્ડ કરી શકાય.
  • ગૂગલની 100 જીબી ક્લાઉડ સ્ટોરેજ (1 વર્ષ માટે).
  • કનેક્ટિવિટી માટે 3 યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • બહુ સારી બેટરી લાઇફ, 12 કલાકની બેટરી લાઇફ!
  • વજન, 1.46 કિલો!

  • રૂ. 28,990/-
  • આ ક્રોમબુકમાં પણ ઇન્ટેલ સેલેરોન ડ્યુઅલ કોર પ્રોસેસર છે, છતાં, તેનું પર્ફોર્મન્સ સારું છે.
  • સ્ક્રીનસાઇઝ 14 ઇંચ છે, ડિસ્પ્લે એચડી અને એન્ટીગ્લેર છે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • રેમ 4 જીબી અને સ્ટોરેજ માત્ર 64 જીબી છે. સ્ટોરેજ એસએસડી પ્રકારની નથી.
  • કનેક્ટિવિટી માટે રેગ્યુલર યુએસબી, ટાઇપ-સી યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • 3-ઇન-1 કાર્ડ રીડર સામેલ છે.
  • સારી બેટરી લાઇફ.
  • વજન, 1.46 કિલો!

  • રૂ. 51,297/-
  • આ ક્રોમબુકમાં ઇન્ટેલનું આઇ-૩, 8 જનરેશન પ્રોસેસર છે. પફોર્મન્સ ઘણું જ સારું.
  • સ્ક્રીનસાઇઝ 14 ઇંચ છે, ડિસ્પ્લે એચડી અને એન્ટીગ્લેર છે.
  • ગૂગલ પ્લે સ્ટોરમાંની એપ્સ ડાઉનલોડ કરી શકાય.
  • રેમ 8 જીબી અને સ્ટોરેજ માત્ર 64 જીબી છે. સ્ટોરેજ એસએસડી પ્રકારની નથી.
  • ગૂગલની 100 જીબી ક્લાઉડ સ્ટોરેજ (1 વર્ષ માટે).
  • કનેક્ટિવિટી માટે રેગ્યુલર યુએસબી, ટાઇપ-સી યુએસબી, વાયરલેસ લેન અને બ્લુટૂથના વિકલ્પ છે.
  • 3-ઇન-1 કાર્ડ રીડર સામેલ છે.
  • સારી બેટરી લાઇફ, 11 કલાકની બેટરી લાઇફ!
  • વજન, 1.68 કિલો!

(જોકે આ પ્રાઇસ રેન્જમાં વિન્ડોઝનું આઇ-3 કે 5 પ્રોસેસરવાળું લેપટોપ મળી શકે છે!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!