વોટ્સએપમાં વીડિયોની આપલે થઈ શકે છે, પરંતુ તેની ગુણવત્તા હંમેશા નબળી રહી છે. શેર કરાતા વીડિયો ઝડપથી બીજા લોકો સુધી પહોંચે તે માટે વોટ્સએપ વીડિયોને એકદમ કમ્પ્રેસ કરે છે.
આ સ્થિતિ સુધારવા માટે વોટ્સએપ હવે નવી સગવડ આપે છે. આપણે જ્યારે વીડિયો શેર કરીશું ત્યારે તેને બેસ્ટ ક્વોલિટીમાં શેર કરવો છે કે ડેટા સેવર મોડમાં તે નક્કી કરીશું.
આ બે વિકલ્પ ઉપરાંત ‘ઓટો મોડ’ પણ હશે જે નેટની સ્પીડના આધારે વીડિયો ક્યા મોડમાં શેર કરવો તે નક્કી કરી લેશે. બેસ્ટ ક્વોલિટી મોડમાં કોઈ નિયંત્રણો હશે કે નહીં એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ આ મોડમાં પણ વીડિયોને તેની ઓરિજિનલ ક્વોલિટીમાં શેર કરી શકાય તેવી શક્યતા ઓછી છે. ખાસ કરીને ફોર કે અને ૮કે જેવા હાઇરેઝોલ્યુશનવાળા વીડિયો હજી પણ થોડા પ્રમાણમાં કમ્પ્રેસ કરવામાં આવશે તેવું લાગે છે.
