ફેસબુક આવતા વર્ષ સુધીમાં તેની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરે તેવું લાગે છે, જોકે હજી કંપનીએ આ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.
આ સ્માર્ટવોચની ખાસિયત એ હશે કે તેના ડિસ્પ્લેમાં બે અલગ કરી શકાય તેવા કેમેરા હશે, તેનાથી ઇમેજ કે વીડિયો લઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકાશે. અત્યારે ફેસબુકે તેના કરોડો યૂઝર્સ સુધી પહોંચવા માટે એન્ડ્રોઇડ અને એપલના ડિવાઇસીઝ પર આધાર રાખવો પડે છે. એપલે એપ ટ્રેકિંગના નિયમો બદલતાં આઇઓએસ પ્લેટફોર્મ પર ફેસબુક માટે મુશ્કેલી સર્જાઈ છે. ગૂગલ પણ એવું જ કરે તેવી પૂરી શક્યતા છે. આ સ્થિતિ બદલવા માટે ફેસબુક આગામી સમયમાં પોતાનાં ડિવાઇસ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવું લાગે છે.
