ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું.
એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને પેટન્ટ હક મેળવ્યા. તેનું ઈસ્ટમેને પસંદ કરેલું બ્રાન્ડનેમ હતું ‘કોડાક’. આ નામનો કશો અર્થ થતો નથી, પણ ખુદ કોડાકે આપેલા ખુલાસા પ્રમાણે, તેમને ‘કે’ અક્ષર બહુ વજનદાર અને અસરકારક લાગતો હોવાથી, તે ઇચ્છતા હતા કે તેમના નવા ક્રાંતિકારી ઉત્પાદનના નામનો આરંભ અને અંત ‘કે’થી થાય. ઈસ્ટમેનની ‘કે’ વિશેની માન્યતા સાચી હોય કે ખોટી, પણ તેમણે પસંદ કરેલું કોડાક નામ આગામી એક સદી સુધી ફોટોગ્રાફીના ક્ષેત્રે શીર્ષસ્થ બની રહ્યું. આખરે ડિજિટલ યુગના આક્રમણ પછી ‘કોડાક’ કંપનીએ પરંપરાગત રોલ બનાવવાનુ બંધ કર્યું અને હવે તો ડિજિટલ કેમેરાના ઉત્પાદનમાંથી નીકળી જવા માગે છે. કોડાકનો ૧૩૦ વર્ષનો ઇતિહાસ : http://goo.gl/zYPbA
