(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, આખેઆખું ઇન્ટરનેટ બેધારી તલવાર છે એ આસામમાં હિંસા પછી બનેલા ઘટનાક્રમોએ ફરી એક વાર સાબિત કરી દીધું છે. અતિ સર્વત્ર વર્જ્યેત એ ન્યાયે અતિ સ્વતંત્રતા પણ સારી નથી, પણ જો ઇન્ટરનેટની કાળી બાજુને ઉજળી કરવી એ આપણા હાથની વાત ન હોય તો ઉજળી બાજુને વધુ પ્રકાશમાં લાવવી એ જ રસ્તો રહે છે.

આ અંકમાં, ઓફિસમાં કામકાજ દરમિયાન કે પોતાના વ્યવસાયને આગળ ધપાવવાની મથામણમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટના વિવિધ પ્રોગ્રામ્સ આપણને કેવી રીતે મદદરુપ થઈ શકે છે એની વાત કરી છે. પગલાં ૧૬ હોય કે ૬૬ હોય એ અગત્યનું નથી, તેમ આ દિશામાંના ફક્ત એક કદમને પણ આ મેગેઝિનમાં સંપૂર્ણપણે સમજાવવું અશક્ય છે. એટલે અહીં તો માત્ર આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમાંનું ઘણું તમે જાણતા પણ હશો, તોય પ્રોત્સાહિત થઈને જે તે પ્રોગ્રામ કે વેબસર્વિસના પાવર યુઝર બની શકશો તો આ અનુભવ કારકિર્દી સિવાય પણ કામ લાગશે!

હેકિંગ એ ઇન્ટરનેટની અન્ય એક ચિંતાનજક બાબત છે અને તેનો ઉપાય પણ, સાવધાની અંગે જાગૃતિ લાવવાનો છે. આ અંકમાં ‘ફેસબુકહેકિંગ : ટ્રીક્સ અને ટીપ્સ’ એવા છેતરામણા શીર્ષક સાથે (નેટ પર આપણે આવાં લોભામણાં લખાણથી જ ભરમાઈ જતા હોઈએ છીએ) હેકિંગથી કઈ રીતે બચી શકાય એની વિગતવાર માહિતી આપી છે. આશા છે ઉપયોગી થશે.

આપણે જેનાથી બચવાની તાતી જરૂર છે એવી બીજી એક બાબત છે નબળું ઇંગ્લિશ. આ અંકમાં ઇંગ્લિશની ભૂલો સુધારવામાં મદદ કરતા સોફ્ટવેર જિન્જરની વાત આલેખી છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં આ પ્રકારની બધી સુવિધાઓ છે જ, પણ જિન્જર વેબબ્રાઉઝર્સમાં પણ મદદે આવે છે. એ ઉપરાંત, તેની સાઇટ પર, ઇંગ્લિશ વિશે એવી ઢગલાબંધ માહિતી છે, જે આપણે જાણવા માગીએ છીએ, પણ કોઈને પૂછતાં અચકાઈએ છીએ. આપના પ્રતિભાવો જરુર મોકલતા રહેશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!