ઇન્ડિયન રેલવે અને ચોમાસું! આ બેં અલગ અલગ હોય તો પણ આપણે એક જાતની મજાની અનુભૂતિ કરાવી શકે તેમ છે, તો બંને ભેગાં થાય તો તો અસરનું પૂછવું જ શું!
તમે અમદાવાદ કે મુંબઈની કોંકણ રેલવેમાં ગોવા કે દક્ષિણ ભારતા પ્રવાસે ગયા હશો તો – થેંક્સ ટુ કોંકણ રેલવે – સહ્યાદ્રિની પર્વતમાળા અને પશ્ચિમની ઘાટના આહ્લાદક સૌંદર્યથી પ્રભાવિત થયા જ હશો.
આ રુટ પર, ગોવાથી થોડા દક્ષિણ તરફ આગળ વધતાં દૂધસાગર ધોધ આવે છે. આ ધોધ પર, ધોધથી બિલકુલ નજીક રેલવે બ્રિજ છે એ તેના પરથી ટ્રેન એવી રીતે પસાર થાય છે કે ટ્રેનની બંને તરફની બારીમાંથી એક બાજુ ઉપરની તરફથી આવતો ધોધ અને બીજી તરફ નીચે પડતો ધોધ જોઈ શકો છો! ચોમાસામાં આ સમગ્ર રુટ પર ગજબની ભીની ભીની હરિયાળી છવાઈ જાય છે.
હવે મૂળ મુદ્દાની વાત – ઇન્ડિયન રેલવેના ચાહકોએ ઇન્ડિયન રેલવે ફેન્સ ક્લબ (http://www.irfca.org/) બનાવી છે, જેમાં તમને ભારતીય રેલવેનો ઇતિહાસ, તેની ટેકનિકલ વિગતો, લેટેસ્ટ ન્યૂઝ વગેરે જાણી શકો છો એ ખાસ તો, તેા ઉત્સાહી સભ્યો એ એમેચ્યોર ફોટોગ્રાફર્સે રેલવેે કેન્દ્રમાં રાખીને લીધેલા ફોટોગ્રાફ્સનાં કલેક્શન માણી શકો છો. ભારતા જુદા જુદા ભાગોની રેલવે ટ્રિપ ફોટોગ્રાફ્સનું આ કલેક્શન (http://www.irfca.org/gallery/Trips/) અચૂક જોશો. અહીં જે ત્રણ તસવીરો આપી છે તે હરીશકુમાર, બેહર અને રઘુ જયરામે લીધેલી છે. તેમનું આખું કલેક્શન જોઈ શકાશે અહીં :http://goo.gl/S0GuB

