(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ, મફતમાં!

ગૂગલની હરીફાઈ ખાળવા હવે માઇક્રોસોફ્ટે પણ તેના વર્ષોથી લોકપ્રિય ઓફિસ પ્રોગ્રામ્સ મફત આપવાનું શરૂ કર્યું છે.

શરતો લાગુ! મોટા ભાગની જાહેરાતોમાં થાય છે તેમ આપણા આ લેખનું શીર્ષક તમને લોભામણું લાગ્યું હશે પરંતુ તેમાં કેટલીક શરતો લાગુ પડે છે.

મુખ્ય શરત એ કે પીસી-લેપટોપમાં ઇન્સ્ટોલ કરેલ અને ખરીદેલ માઇક્રોસોફ્ટ ઓફિસના લેટેસ્ટ પ્રોગ્રામ્સમાં આપણને પાર વગરનાં ફીચર્સ મળી શકે છે, તેટલાં ફીચર્સનો લાભ આ મફત વર્ઝનમાં મળતો નથી.

બીજી શરત એ કે આ મફત ઓફિસ પ્રોગ્રામ વેબ બેઝ્ડ છે, એટલે કે તેનો લાભ ઇન્ટરનેટ કનેકશન હોય ત્યારે મળી શકે છે. ઉપરાંત ગૂગલ ડ્રાઇવમાં મફત એકાઉન્ટમાં ૧૫ જીબી સ્પેસ મળી શકે છે. જ્યારે એમએસ ઓફિસના મફત વર્ઝનમાં ૫ જીબી સ્પેસ મળે છે.

આટલી શરતો તમને કબૂલ મંજૂર હોય તો માઇક્રોસોફ્ટ ઓફિસના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ પ્રોગ્રામનો તમે બિલકુલ મફત લાભ લઈ શકો છો.

આમ જુઓ તો આ ડીલ પણ ખોટી નથી કેમ કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરી શકાતા ઓફિસ પ્રોગ્રામ્સમાં જેટલાં ફીચર્સ મળે છે એ બધાંનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરતા હોઇએ છીએ. એ જોતાં, તમે ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇથી અને બહાર હો ત્યારે સ્માર્ટફોનથી લેપટોપમાં સહેલાઈથી ઇન્ટરનેટ કનેક્શન મેળવી શકતા હો તો આ સગવડ તમને ઉપયોગી થઈ શકે છે.

જો તમારું કોઈ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ન હોય તો office.com સાઇટ પર જઈને ઓફિસ પ્રોગ્રામ્સના ફ્રી વર્ઝનનો લાભ લેવા માટે સાઇન-અપ કરી શકો છો.

તમે તમારું જીમેઇલ એકાઉન્ટ આપીને કે મોબાઇલ નંબર આપીને પણ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ઓપન કરી શકી છો!

માઇક્રોસોફ્ટે હવે આ ફ્રી વર્ઝનમાં પણ વધુ ફીચર્સ આપવાની શરૂઆત કરી છે.

એ જ રીતે, તમારે મોટા ભાગે ટીમ સાથે કામ કરવાનું થતું હોય તો હવે માઇક્રોસોફ્ટ ટીમ્સ સર્વિસનું પણ ફ્રી વર્ઝન ઉપલબ્ધ થયું છે.

ગૂગલ અને માઇક્રોસોફ્ટની હરીફાઈ આ રીતે સરેરાશ યૂઝર્સને ફળી રહી છે. અલબત્ત, ઓફલાઇન ઉપયોગ શક્ય નથી એ એક મોટો અવરોધ છે. તમે લેપટોપ કે પીસીમાં એમએસ ઓફિસના વિકલ્પે લિબરઓફિસ (www.libreoffice.org) કે ઓપનઓફિસ (www.openoffice.org)થી પણ કામ ચલાવી શકો છો. આ બંને ઓપનસોર્સ સોફ્ટવેર લગભગ સરખા છે અને બિલકુલ ફ્રી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!