(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇની મદદથી એટીએમ કોન્ટેક્ટલેસ બનશે

યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે બધી જગ્યાએ બેન્ક કાર્ડનું સ્થાન લેવા લાગી છે, એટીએમનો છેલ્લો ગઢ પણ હવે તૂટી રહ્યો છે.

આપણા ફોનમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની સગવડ મળ્યા પછી રૂપિયાની લેવડદેવડ ખાસ્સી સહેલી બની છે અને ખિસ્સામાં બેન્કનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ રાખવાની જરૂર ઘટવા લાગી છે. ખાસ તો કોઈ દુકાને, પેટ્રોલ પંપ પર કે રેસ્ટોરાંમાં પેમેન્ટ માટે ડેબિટ કાર્ડ કાઢવાની જરૂર રહી નથી કેમ કે યુપીઆઇ વ્યવસ્થા સીધી આપણા બેન્ક ખાતા સાથે લિંક્ડ હોવાથી, તેમાં ડેબિટ કાર્ડની જેમ સીધી ખાતામાંથી રકમની લેવડદેવડ થાય છે. શાકભાજીવાળા કે પાણીપુરીવાળા પાસે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન ન હોય, પણ યુપીઆઇના ક્યૂઆર કોડનું સ્ટિકર જરૂર હોય.

હા, આપણા બેન્ક ખાતામાં પૂરતા રૂપિયા ન હોય છતાં આપણે ચૂકવણી કરવી હોય ત્યારે ક્રેડિટ કાર્ડ જોઇએ ખરું (જોકે એ માટે પણ યુપીઆઈમાં ક્રેડિટ કાર્ડ જેવી ‘અત્યારે સ્કેન કરો અને પછી ચૂકવો’ જેવી સુવિધા મળવા લાગી છે).

યુપીઆઈની શરૂઆત થઈ ત્યારથી એવી શક્યતા દેખાઈ રહી હતી કે તે ધીમે ધીમે બેન્કના કાર્ડનું સ્થાન લઈ લેશે. જે તે પોઇન્ટ ઓફ પરચેઝ પર પેમેન્ટ માટે કાર્ડને બદલે યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે પરંતુ એક મોરચે હજી સુધી બેન્કના કાર્ડનો દબદબો રહ્યો છે, એ મોરચો છે એટીએમનો.

યુપીઆઇ આધારિત નવી વ્યવસ્થામાં, સીધા એટીએમમાં જઈ, તેના સ્ક્રીન પર દેખાતો ક્યૂઆર કોડ પોતાની યુપીઆઇ એપથી સ્કેન કરવાનો રહેશે.

એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે આપણા ખિસ્સામાં બેન્કનું ડેબિટ કાર્ડ હોવું લગભગ અનિવાર્ય છે. ‘લગભગ’ એટલા માટે લખવું પડે છે કેમ કે હવે નવા સમયમાં ઘણી ખરી બેન્ક એટીએમમાં પણ કાર્ડલેસ પેમેન્ટની સુવિધા આપવા લાગી છે. જોકે એ થોડી અટપટી હોવાથી મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરતાં ખચકાય છે.

હવે એવી શક્યતા દેખાઈ રહી છે કે આ મોરચે પણ યુપીઆઈ બેન્કના ડેબિટ કાર્ડનું સ્થાન લઈ લેશે.

ટૂંક સમયમાં આપણે એટીએમમાંથી બેન્કના ડેબિટ કાર્ડ વિના, યુપીઆઈની મદદથી રકમ ઉપાડી શકીશું. આ સુવિધા હાલની કાર્ડલેસ પેમેન્ટ જેવી અટપટી ન હોવાને કારણે તે ઝડપથી લોકપ્રિય થાય તેવી પૂરી શક્યતા છે.

એટીએમમાંથી હાલમાં પણ કાર્ડ વિના રૂપિયા ઉપાડી શકાય છે, પરંતુ એ માટે નેટબેન્કિંગ કે બેન્કની એપમાં અમુક જરૂરી વિધિ કરવી પડે છે.

દેશની હાલની મોખરાની યુપીઆઇ એપ ફોનપેમાં, ગયા વર્ષથી આ પ્રકારની સુવિધા મળી ગઈ છે, પરંતુ તેમાં વિવિધ સ્ટોર્સનો એટીએમ તરીકે ઉપયોગ કરી, ત્યાંથી ફોનપે એપની મદદથી રોકડ રકમ ઉપાડવાની સુવિધા છે. જ્યારે હવે બેન્કના એટીએમમાં જ અને કોઈ પણ યુપીઆઈ એપની મદદથી રકમ મેળવવાની સુવિધા મળે તેમ છે.

આપણા દેશમાંની વિવિધ બેન્ક માટે એટીએમ મશીન બનાવતી કંપનીએ હમણાં યુપીઆઈ પ્લેટફોર્મના આધારે ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ (આઇસીસીડબલ્યુ) નામની વ્યવસ્થા વિકસાવી છે. હાલમાં એક બેન્કનાં ૧૫૦૦ જેટલાં એટીએમમાં આ વ્યવસ્થા અમલી બનાવી દેવામાં આવી છે. તેના અનુભવના આધારે ઝડપથી અન્ય બેન્કના એટીએમમાં પણ યુપીઆઈની મદદથી રૂપિયા ઉપાડવાની સુવિધા મળવા લાગે તેવી શક્યતા છે.

આ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે?

 આ આખી વ્યવસ્થા આપણે માટે હવે ખાસ્સા જાણીતા બની ગયેલા ક્યૂઆર કોડની મદદથી ચાલે છે. આ ફીચર ધરાવતા એટીએમમાં આપણું ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કરવાને બદલે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી તેમાં આપણે જે યુપીઆઈ એપનો ઉપયોગ કરતા હોઇએ તેને ઓપન કરવાની રહેશે અને એટીએમના સ્ક્રીન પર દેખાતા ક્યૂઆર કોડને સ્કેન કરવાનો રહેશે.

આ પછી રાબેતા મુજબ આપણે એ ટ્રાન્ઝેકશનને પોતાના યુપીઆઈ પિનથી ઓથેન્ટિકેટ કરવાનો રહેશે. એટલું થતાં એટીએમની સિસ્ટમમાં આપણી ઓળખ સાબિત થશે અને આપણા બેન્ક ખાતામાંથી આપણને રોકડ રકમ મળી જશે.


હાલમાં આ રીતે ૫૦૦૦ રૂપિયા સુધીની મર્યાદામાં રકમ ઉપાડી શકાશે. આ વ્યવસ્થા માટે એટીએમના હાર્ડવેરમાં કોઈ ફેરફાર જરૂરી નથી. માત્ર સોફ્ટવેરને અપડેટ કરવાનો રહેશે. એ કારણે આ વ્યવસ્થા  ઝડપથી અન્ય બેન્કમાં પણ અમલી બને તેવું લાગે છે.

આ વ્યવસ્થા કેટલી સલામત છે?

નિષ્ણાતોના મતે એટીએમમાં ડેબિટ કાર્ડની સરખામણીમાં યુપીઆઈનો ઉપયોગ વધુ સલામત બનશે. ડેબિટ કાર્ડમાં કાર્ડની વિગતો ચોરાવાનો કે કીલોગર જેવા સાધનની મદથી એટીએમ પર આપણે એન્ટર કરેલો પિન ચોરાવાની શક્યતા રહે છે. યુપીઆઇ આધારિત વ્યવસ્થામાં એવું જોખમ રહેતું નથી. ઉપરાંત, યુપીઆઇ માટેનો કોડ ડાયનેમિક હોય છે, એટલે કે નિયત સમયાંતરે એ સતત બદલાતો રહે છે. આથી બીજી કોઈ વ્યક્તિ આપણો કોડ કોપી કરી લે અને તેની મદદથી આપણા ખાતામાંથી રૂપિયા ઉપાડી લે એવી શક્યતા રહેતી નથી.

કાર્ડ વિના રકમ ઉપાડવાની હાલની વ્યવસ્થા

વિવિધ બેન્કના એટીએમમાં અત્યારે કાર્ડલેસ કેશ વિડ્રોઅલની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. આ સુવિધાની મદદથી ખાતાધારક સમગ્ર દેશમાં ગમે ત્યાંથી પોતાને માટે કે અન્ય વ્યક્તિને એટીએમમાંથી કાર્ડ વિના રૂપિયા ઉપાડવાની સગવડ મેળવી શકે છે. આ માટે આપણે નેટબેન્કિંગ કે એપનો ઉપયોગ કરીને બેનિફિશિયરી ઉમેરવાના રહે છે અને પછી એ બેનિફિશિયરી માટે રકમ નિશ્ચિત કરતાં, બેનિફિશિયરીને એ રકમ, એક ઓર્ડર આઇડી તથા એક ઓટીપી મળે છે, જેની મદદથી એ વ્યક્તિ એટીએમમાં જઇને રૂપિયા ઉપાડી શકે છે. આ રીતે, બેનિફિયરી ઉમેર્યા વિના, આપણે પોતાને માટે પણ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!