માઉસનો જન્મ: ૨૭ એપ્રિલ, ૧૯૮૧
ચોક્કસ સ્થળ ચીંધવા માટેના પોઇન્ટર ડિવાઇસ તરીકે માઉસનો જન્મ છેક ૧૯૬૪માં થઈ ચૂક્યો હતો. સ્ટેનફર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂના ડગ્લાસ એન્જલબર્ટની એ શોધ હકીકતે સમય કરતાં વહેલી હતી. ૧૯૮૧માં ઝેરોક્સ કંપનીના ઝેરોક્સ સ્ટાર વર્કસ્ટેશન સાથે વર્તમાન માઉસના પૂર્વજ જેવું માઉસ પહેલી વાર મુકાયું, જેનો ઉપયોગ પર્સનલ કમ્પ્યુટર માટે થયો હતો.
તેનું નામ તો એક્સ-વાય પોઝિશન ઇન્ડિકેટર ફોર એ ડિસ્પ્લે જેવું હતું, પરંતુ બેઠા ઘાટના આકાર અને પાછળના ભાગેથી પૂંછડીની જેમ નીકળતા વાયરને કારણે તેનું નામ માઉસ પડી ગયું. પછીનાં વર્ષોમાં માઉસની કાર્યપદ્ધતિ અને આકારમાં ઠીકઠીક સુધારાવધારા થયા છે, છતાં તેનો ઉંદર જેવો આકાર બરકરાર છે.
http://www.wired.com/gadgets/miscellaneous/multimedia/2008/12/gallery_40_years_mouse
