(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્કેનિંગ માટે કામની એપ

કોરોનાના પ્રસાર પછીના સમયગાળામાં ઓનલાઇન સ્કૂલિંગ અને ઓનલાઇન ઓફિસ વર્કને કારણે નોટબૂક કે ડોક્યૂમેન્ટને સ્કેન કરીને અન્યોને મોકલવાની જરૂરિયાત વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ (કે તેમનાં મમ્મી-પપ્પાએ!) નોટબૂકમાં કરેલા હોમવર્કનાં પેજીસ સ્કેન કરીને ટીચરને મોકલવાનાં હોય છે. તો ઓફિસના કામકાજ માટે અન્ય ફાઇલ્સ ડિજિટલ હોય, પણ ઇનવોઇસની હાર્ડકોપી પ્રિન્ટ કરી તેમાં સહી સિક્કા કરીને તેને સ્કેન કરીને મોકલવાનો હજી પણ ઘણી કંપનીઓ આગ્રહ રાખે છે.

અગાઉ ડોક્યુમેન્ટ્સ સ્કેનિંગ માટે મોટા ભાગના લોકો ‘કેમસ્કેનર’ એપનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ ચાઇનીઝ એપ આમ પણ સિક્યોરિટીની બાબતે વગોવાયેલી હતી અને પછી તો ભારત સરકારે અન્ય ચાઇનીઝ એપ્સની સાથોસાથ કેમસ્કેનર પર પણ પ્રતિબંધ મૂકી દીધો. અત્યારે આપણે પ્લે સ્ટોરમાં જઇએ અને કેમસ્કેનર સર્ચ કરીએ તો એ જ નામની બીજી સંખ્યાબંધ એપ્સ નજરે ચઢે છે. અલબત્ત આવી કેમસ્કેનરની લોકપ્રિયતા વટાવવા માટે મેદાને પડેલી એપ્સનો ઉપયોગ કરવાને બદલે પ્રતિષ્ઠિત કંપનીઓના વિકલ્પો તરફ નજર દોડાવવી વધુ યોગ્ય છે.

આપણી પાસે મુખ્યત્વે ત્રણ વિકલ્પ છે. એડોબ કંપનીની એડોબ સ્કેન એપ, ગૂગલ ડ્રાઇવમાંની સ્કેન સુવિધા અને માઇક્રોસોફ્ટની ઓફિસ લેન્સ સુવિધા.

જો તમે ગૂગલ કે માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસનો ખાસ્સો લાભ લેતા હો તો આ બંને કંપનીની સ્કેનિંગ માટેની સુવિધાઓનો ઉપયોગ સુગમ રહેશે. બાકી ‘એડોબ સ્કેન’ કેમસ્કેનરનો સૌથી મજબૂત વિકલ્પ છે.

ભારતમાં પ્રતિબિંધિત કેમસ્કેનર એપની લોકપ્રિયતા વટાવવા માટે મેદાને પડેલી એપ્સનો ઉપયોગ કરવાને બદલે પ્રતિષ્ઠિત કંપનીઓના વિકલ્પો તરફ નજર દોડાવવી વધુ યોગ્ય છે.

ડિજિટલ ડોક્યુમેન્ટના ક્રિએશન અને શેરિંગ માટે એડોબ નામ સૌથી પ્રતિષ્ઠિત છે. એ દૃષ્ટિએ તેની એપ્સમાં ફીચર પણ સંખ્યાબંધ છે. આ એપની મદદથી આપણે સહેલાઇથી વિવિધ ડોક્યુમેન્ટ્સ, નોટબૂક પેજિસ, રિસિપ્ટ્સ વગેરે સ્કેન કરી શકીએ છીએ. એપની એડવાન્સ્ડ ઇમેજ ટેકનોલોજી ડોક્યુમેન્ટ્સની બોર્ડર સારી ચોક્સાઈથી પારખી લે છે અને કન્ટેન્ટને યોગ્ય ફોકસ સાથે વધુ શાર્પ કરી આપે છે. નોટબૂકના એક પછી એક પાનાના ફોટોગ્રાફ લઇને એટલે કે સ્કેન કરીને બધા પાનાની એક સળંગ પીડીએફ બનાવવા માટે પણ આ એપ કામ લાગશે.

ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપ પાંચ કરોડથી વધુ વાર ડાઉનલોડ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!